________________
૨૪૭
ઈરલામને ઉદય શહેર હતાં. એ બંને દરિયાકિનારે આવેલાં હતાં. બાકીના લેકે રણમાં વસતા હતા અને એ દેશના મોટા ભાગના લકે બદ્દ એટલે કે “રણમાં વસનારા” હતા. ઝડપી ઊંટ અને સુંદર ઘોડા તેમના કામના સાથી હતા. પિતાની આશ્ચર્યકારક સહનશીલતાને કારણે ગધેડું પણ તેમનું કીમતી અને વફાદાર મિત્ર ગણાતું હતું. ગધેડ સાથે કોઈની સરખામણી ત્યાં બીજા દેશની માફક નિંદસૂચક નહિ પણ પ્રશંસારૂપ લેખાતી કેમકે રણના મુલકમાં જીવન અતિશય કઠણ હોય છે. અને બીજી જગ્યાઓને મુકાબલે ત્યાં આગળ કેવત અને સહનશીલતા એ વધારે કીમતી ગુણે લેખાય છે.
આ રણવાસી લેકે મગરૂર, લાગણીપ્રધાન અને કજિયાર હોય છે. તેઓ કુટુંબ અને કુળ બાંધીને રહેતા અને બીજાં કુટુંબ તથા કુળે સાથે લડ્યા કરતા. વરસમાં એક વખત તેઓ બધા આપસમાં સુલેહ કરતા અને મકકાની યાત્રાએ જતા. મક્કામાં તેમના અનેક દેવોની મૂર્તિઓ હતી. પરંતુ એક મોટા કાળા પથ્થરની તેઓ વિશેષે કરીને પૂજા કરતા. તેનું નામ “કાબા’ હતું.
તેઓ કુટુંબ કે કુળના વડીલની આગેવાની નીચે રોપજીવન ગાળતા. મધ્ય એશિયાની આરણ્યક જાતિઓ કાયમી વસવાટ કરીને નાગરિક અને સંસ્કારી જીવન ગાળવા લાગી તે પહેલાં તેઓ જેવું જીવન ગાળતી તેવા પ્રકારનું જીવન આ આરબ લેકે ગાળતા હતા. અરબસ્તાનની આજુબાજુ મોટાં મોટાં સામ્રાજ્ય ઊભાં થયાં તેમની હકુમત નીચેના પ્રદેશમાં ઘણી વાર તેને સમાવેશ થતું હતું. પરંતુ અરબસ્તાન ઉપરની તેમની હકૂમત નામની જ હતી. રણમાં વસતી રોપજીવન ગાળતી જાતિઓને જીતવી કે તેમના ઉપર હકૂમત ચલાવવી એ રમત વાત નહતી.
કદાચ તને યાદ હશે કે સીરિયામાં પામીર નામનું એક નાનકડું આરબ રાજ્ય ઊભું થયું હતું અને ઈસવી સનની ત્રીજી સદીમાં થોડા સમય માટે તેની ચડતી કળા રહી હતી. પરંતુ એ પણ અરબસ્તાનની ભૂમિની બહાર જ હતું. આમ બંદુ લેકે પેઢી દર પેઢી રણવાસીનું જીવન ગાળતા હતા, આરબ વહાણે વેપાર માટે દૂર દેશાવર જતાં હતાં અને અરબસ્તાનની સ્થિતિ જેવી ને તેવી જ રહી હતી તેમાં કશે ફેરફાર થતું નહોતું. કેટલાક આરબ ખ્રિસ્તી થઈ ગયા અને કેટલાક