________________
રોમ ફરીથી અંધકારમાં ડૂબે છે ૨૪૫ તે આખરે થાક ચડે છે અને કંટાળો આવે છે પણ મજા નથી મળતી.
પરંતુ હિંદુસ્તાનમાં તે હજી આજે પણ કેટલાક લેકે કંઈક અંશે મીસરના ખ્રિસ્તી સાધુઓની જેમ વર્તતા જોવામાં આવે છે. કેટલાક પિતાને હાથ સુકાઈને લાકડા જેવો થઈ જાય ત્યાં સુધી ઊંચે રાખી મૂકે છે, કેટલાક અણીદાર ખીલાઓ ઉપર બેસી રહે છે અથવા એવી બીજી ઘણી અર્થહીન અને બેવકૂફીભરી ક્રિયાઓ કરે છે. મારા ધારવા પ્રમાણે કેટલાક તે કેવળ અબોધ લે કે ઉપર છાપ પાડીને તેમની પાસેથી પૈસા કઢાવવા માટે આ કરે છે. પરંતુ બીજા કેટલાક એથી કરીને વધારે પવિત્ર અને પાક થવાય છે એમ ધારીને પણ કરતા હોય એ સંભવ છે. પિતાના શરીરને કોઈ પણ પ્રવૃત્તિ માટે નકામું બનાવી દેવું એ કદી પણ ઈચ્છવાજોગ હોય ખરું?
આ ઉપરથી મને બુદ્ધની એક વાત યાદ આવે છે. એ વાત પણ આપણે જૂના મિત્ર હ્યુએનત્સાંગ પાસેથી મને મળી છે. બુદ્ધને એક યુવાન શિષ્ય તપશ્ચર્યા કરતા હતા. બુદ્ધે તેને પૂછયું, “ભલા જુવાન, તું સંસારી તરીકે રહેતે હતું ત્યારે તેને સારંગી વગાડતાં આવડતું હતું ? તેણે કહ્યું, “હા, મને ત્યારે સારંગી વગાડતાં આવડતું હતું.” બુદ્ધે કહ્યું, “ઠીક ત્યારે, એના ઉપરથી તને હું એક દષ્ટાંત આપું. સારંગીના તાર બહુ તંગ હોય ત્યારે તેને અવાજ સુરીલે નથી હોતો.
જ્યારે એ તારે બહુ ઢીલા હોય ત્યારે તેના અવાજમાં સંવાદિતા કે મીઠાશ નથી હોતાં. પરંતુ તેના તાર બહુ તંગ કે બહુ ઢીલા ન હોય ત્યારે તેમાંથી સંવાદી અને મીઠા સૂર નીકળે છે. શરીરની બાબતમાં પણ એમ જ છે. જે તેના ઉપર ખૂબ સખતાઈ કરવામાં આવે તે તે થાકી જાય છે અને મન ઉદાસ અને બેપરવા બની જાય છે અને જે તેની વધારે પડતી આળપંપાળ કરવામાં આવે તે માણસની લાગણીઓ મંદ પડી જાય છે અને તેનું સંકલ્પબળ શિથિલ થઈ જાય છે.”