________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અણઘડ બની જાય છે. કેળવણીને લગભગ લેપ થાય છે અને યુદ્ધ એ માણસને એકમાત્ર વ્યવસાય યા મનરંજન બની રહેલું જણાય છે. સેક્રેટીસ અને પ્લેટના દિવસે બહુ દૂર ખસી ગયા હોય એમ લાગે છે.
આટલું પશ્ચિમના સામ્રાજ્ય વિષે. હવે આપણે પૂર્વના સામ્રાજ્ય તરફ પણ નજર કરીએ. તને યાદ હશે કે કેન્સેન્ટાઈને ખ્રિસ્તી ધર્મને રાજધર્મ બનાવ્યા હતા. પરંતુ તેની પછીના જુલિયન નામના એક સમ્રાટે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ના પાડી. તે જૂનાં દેવદેવીઓની પૂજા ફરીથી શરૂ કરવા માગતું હતું. પરંતુ જુલિયનને એમાં સફળતા ન મળી; કેમકે જૂનાં દેવદેવીઓના દિવસે હવે વીતી ગયા હતા અને તેમની તુલનામાં ખ્રિસ્તી ધર્મ સારી પેઠે જડ ઘાલી હતી. ખ્રિસ્તીઓએ
જુલિયનનું નામ “ધર્મભ્રષ્ટ જુલિયન’ પાડયું હતું અને ઇતિહાસમાં તે એ જ નામે ઓળખાય છે.
જુલિયન પછી તરત જ તેનાથી બિલકુલ વિરુદ્ધ પ્રકૃતિને સમ્રાટ ગાદીએ આવ્યું. તેનું નામ થિસિયસ હતું, અને તેને “મહાન” કહેવામાં આવે છે. મારા ધારવા પ્રમાણે તે પુરાણાં મંદિરો અને દેવદેવીઓની મૂર્તિઓને નાશ કરવામાં તે મહાન હતું એથી કરીને તે મહાન કહેવાય છે. તે ખ્રિસ્તી સિવાયના લોકોને ભારે વિરોધી હતે એટલું જ નહિ પણ પિતાનાથી ભિન્ન મત ધરાવતા ખ્રિસ્તી લેકે પ્રત્યે પણ અતિશય કડક હતે. પિતાને મંજૂર ન હોય એવા કઈ પણ અભિપ્રાય કે ધર્મને તે સાંખી શકતા નહોતે. થિયેડેસિયસે ટૂંક સમય માટે રોમનાં પશ્ચિમ અને પૂર્વનાં સામ્રાજ્યને જોડી દીધાં અને તે બંનેને પિતે સમ્રાટ બને. ઉત્તરના બર્બર લેકાએ રોમ ઉપર ચડાઈ કરી તે પહેલાં ૩૯૨ની સાલમાં આ બન્યું હતું.
ખ્રિસ્તી ધર્મ આ દરમિયાન ફેલાતે ગયે. હવે તેને અખ્રિસ્તીઓ જોડે તકરાર રહી નહતી. હવે તે જુદા જુદા ખ્રિસ્તી સંપ્રદાયે જ માંહોમાંહે એકબીજા સામે લડવા લાગ્યા હતા. તેમની એકબીજા પ્રત્યેની અસહિષ્ણુતા ગજબ હતી. આખા ઉત્તર આફ્રિકા, પશ્ચિમ યુરોપ તેમ જ પશ્ચિમ એશિયામાં પણ ઘણે ઠેકાણે એ સંપ્રદાયની લડાઈઓ થઈ અને તેમાં ખ્રિસ્તીઓએ તેમના બીજા ખ્રિસ્તી ધર્મબંધુઓને સાચા ધર્મનું ભાન કરાવવા માટે દંડા, લાઠી અને એવાં બીજ સમજાવટનાં હળવાં સાધનને ઉપયોગ કર્યો.