________________
તિહાસના આધ
૫ જાન્યુઆરી, ૧૯૩૧
બેટી ! હું તને શું લખું અને ક્યાંથી આરંભ કરું? જ્યારે જ્યારે હું ભૂતકાળના વિચાર કરું છું ત્યારે ત્યારે મારા મનમાં અસંખ્ય ચિત્રા ખડાં થાય છે. એમાંનાં કેટલાંક ખીજા` ચિત્રોના કરતાં વધારે વખત ટકી રહે છે. એ ચિત્રા મને પ્રિય છે અને તેમના વિચારોમાં હું મગ્ન થઈ જાઉં છું. ભૂતકાળના બનાવાના આજે બનતા બનાવા સાથે બિલકુલ અજાણપણે મુકાબલો કરું છું અને તેમાંથી મારો માર્ગ શોધવાને માટે માધ તારવવાના પ્રયાસ કરુ છું. પરંતુ કાઈ પણ જાતના ક્રમ કે વ્યવસ્થિત ગોઠવણ વિનાની ચિત્રાની ગૅલરીની પેઠે માણસનું મન પણ અસંબદ્ધ વિચારો અને અવ્યવસ્થિત ચિત્રાથી ભરેલા એક વિચિત્ર શંભુમેળા જ છે. છતાં એમાં બધા દેષ આપણા નયે હાય. આપણામાંના કેટલાક લોકો ઇતિહાસના બનાવાનો ક્રમ પોતાના મનમાં જરૂર વધારે સારી રીતે ગોઠવી શકતા હશે. પણ કેટલીક વાર તે બનાવા પણ એવા અજબ પ્રકારના હોય છે કે તેમને કાઈ પણ યોજનામાં ગોઠવવાનું મુશ્કેલ હોય છે.
મને લાગે છે કે, ધીરે ધીરે પણ નિશ્ચિત રીતે દુનિયાએ વી રીતે પ્રગતિ સાધી, આદિકાળના સાદા જીવજ ંતુની જગ્યાએ વધારે વિકાસ પામેલાં પ્રાણી કેવી રીતે પેદા થયાં અને છેવટે પ્રાણીશ્રેષ્ઠ માનવીને કેવી રીતે ઉદ્ભવ થયો તેમજ પોતાની બુદ્ધિના પ્રભાવથી બીજા પ્રાણીઓ ઉપર તેણે આધિપત્ય કેવી રીતે મેળવ્યું, એ બધું ઇતિહાસે આપણને શીખવવું જોઈએ, એમ મેં તને એક વાર લખી જણાવ્યું છે. જંગલી અવસ્થામાંથી મનુષ્યે સંસ્કૃતિને સાધેલા વિકાસ એ ઇતિહાસના વિષય મનાયા છે. સહકારથી, એટલે કે સમૂહમાં હળીમળીને એક સાથે કાર્ય કરવાના ખ્યાલ કેવી રીતે વિકસ્યા તથા સમગ્ર જનતાના હિતને અર્થે આપસમાં હળીમળીને કાર્ય કરવાનું આપણું ધ્યેય શા માટે હોવું જોઈ એ, એ બધું તને સમજાવવા મેં