________________
૨૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન સાલમાં કંબોડિયાના રાજાના દરબારમાં આવેલા ચીની એલચીએ તેની અદ્ભુત ઈમારતનું ભભકદાર વર્ણન કર્યું છે.
પરંતુ અંગઝેર ઉપર ઓચિંતી ભારે આફત આવી પડી. ૧૩૦૦ની સાલના અરસામાં ચગું કરી જવાને કારણે મીકાંગ નદીનું મુખ બંધ થઈ ગયું. એથી કરીને નદીનાં પાણીને આગળ વહેવાનો માર્ગ ન રહ્યો. પરિણામે તેનાં પાણી પાછાં ઠેલાયાં અને એ ભવ્ય શહેરની આસપાસના પ્રદેશને તેણે જળબંબાકાર કરી મૂક્યો. આથી ફળદ્રુપ ખેતરને ઠેકાણે બધે ઝાઝાંખરાંવાળી અને ભેજવાળી નિરુપયોગી જમીન થઈ ગઈ. એને લીધે શહેરની મેટી વસતી ભૂખે મરવા લાગી. એ સ્થિતિમાં ત્યાં વસતી ટકી શકી નહિ અને લેકને શહેર છોડીને બીજે ક્યાંક જવાની ફરજ પડી. આ રીતે “ભવ્ય અંગકેર’ વેરાન અને ઉજ્જડ થઈ ગયું અને જંગલે તેને કબજે લીધે. થડા વખત સુધી તેની ભવ્ય ઇમારતમાં વન્ય પશુઓએ વાસ કર્યો. છેવટે જંગલે તેની મહેલાતને જમીનદોસ્ત કરી નાખી અને ત્યાં આગળ પિતાનું નિષ્કટક સામ્રાજ્ય સ્થાપ્યું.
આ આફત સામે કંબોડિયાનું રાજ્ય લાંબે વખત ન ટકી શક્યું. તે ધીમે ધીમે પડી ભાંગ્યું અને તેને મુલક કોઈ વાર અનામના તે કઈ વાર સિયામના અમલ નીચે આવતે. પરંતુ અંગકોર વાટના મહાન મંદિરના અવશે, જ્યારે તેની સમીપમાં એક ગૌરવવંતુ અને ભવ્ય નગર ઊભું હતું તથા દૂર દૂરના દેશથી વેપારીઓ પોતાને માલ લઈને ત્યાં આવતા હતા તેમ જ પિતાના નગરજનો અને કારીગરોએ બનાવેલ સુંદર માલ પરદેશમાં તે મોકલતું હતું એ દિવસેની આપણને આજે પણ યાદ આપે છે.
સમુદ્રની પેલી પાર, હિંદી ચીનથી થેડેક અંતરે સુમાત્રાને ટાપુ આવેલ છે. અહીં પણ દક્ષિણ હિંદના પલ્લવ લેકેએ ઈસવી સનની પહેલી કે બીજી સદીમાં પિતાનાં પહેલવહેલાં સંસ્થાને વસાવ્યાં હતાં. ધીમે ધીમે તેમને પણ વિકાસ થયો. મલાયા દ્વીપકલ્પ આરંભમાં જ સુમાત્રાના રાજ્યને એક ભાગ બન્યો અને તે પછી ઘણું લાંબા કાળ સુધી સુમાત્રા તથા મલાયાનો ઈતિહાસ એકબીજા સાથે સંકળાયેલ રહ્યો છે. શ્રી વિજય નામનું મોટું શહેર એ રાજ્યની રાજધાની હતું. તે સુમાત્રાના પહાડોમાં વસ્યું હતું અને પાલેમબાંગ નદીના મુખ આગળ તેનું બંદર હતું. પાંચમી કે છઠ્ઠી સદીના અરસામાં બોદ્ધ ધર્મ સુમાત્રાનો