________________
२२०
જગતના ઇતિહાસનું રેખાદર્શન
તેણે દક્ષિણુ બ્રહ્મદેશ પણ જીતી લીધા હતા. ત્યાં આગળ તે વહાણમાં ભરીને પોતાના યુદ્ધ-હાથીએ પણ લઈ ગયા હતા. તે ઉત્તર હિંદમાં પણ પહોંચ્યા અને તેણે બંગાળના રાજાને હરાવ્યા. આ રીતે ચાલ સામ્રાજ્યના બહુ ભારે વિસ્તાર થયા. ગુપ્ત પછી એ જ સામ્રાજ્ય આટલા બહેાળા પ્રમાણમાં વિસ્તર્યું હતું. પણ તે લાંખા કાળ ટકયું નહિ. રાજેન્દ્ર મહાન યોદ્દો હતો એમાં શક નહિ પણ તે ધાતકી હોય એમ જણાય છે. અને જીતેલાં રાજ્યોને પોતાનાં કરી લેવા માટે તેણે કશા જ પ્રયાસ કર્યાં નહિ. તેણે ૧૦૧૩ થી ૧૦૪૪ ની સાલ સુધી રાજ્ય કર્યું. તેના મરણ પછી ધણાંખરાં ખડિયાં રાજ્યાએ બળવા કર્યાં અને પરિણામે ચેલ સામ્રાજ્યના ટુકડેટુકડા થઈ ગયા.
યુદ્ધમાં મેળવેલા વિજયા ઉપરાંત ચાલ લોકા ઘણા લાંબા કાળ સુધી દરિયાઈ વેપાર માટે પણ પ્રખ્યાત હતા. તેમના ઝીણા સૂતરાઉ કાપડની બહુ માગ રહેતી. તેમનું બંદર કાવિરીપનિમ ભારે રાજગારનું મથક હતું અને દૂર દૂરના દેશામાંથી આવતા અને જતા માત્ર ભરી લઈ જનારાં વહાણાની તેના બારામાં ખૂબ ભીડ રહેતી. ત્યાં આગળ ગ્રીક લેાકેાની પણ એક વસાહત હતી. મહાભારતમાં પણ ચાલ લકાને ઉલ્લેખ મળી આવે છે.
બની શકે એટલા સક્ષેપમાં મેં દક્ષિણ હિંદના ઘણાં સૈકાંતા ઇતિહાસ તને કહેવાના પ્રયાસ કર્યાં છે. મારે આ સ ંક્ષેપને પ્રયાસ તને મૂંઝવી નાખે એવા પૂરેપૂરા સભવ છે. પરંતુ જુદાં જુદાં રાજ્યા અને રાજવંશોની ભુલભુલામણીમાં ફસાઈ પડવું આપણને પાલવે એમ નથી. આપણે તો આખી દુનિયાના વિચાર કરવાને છે. એથી કરીને તેનો એક નાનકડા ભાગ, પછી ભલેને તે આપણુ વતન હોય તેાપણુ, આપણા વધારે વખત રોકી લે તો દુનિયાના બાકીના ભાગ વિષે વિચાર કરવાના વખત રહે નહિ.
પરંતુ રાજાએ અને તેમની જીતેા કરતાં તે સમયની સાંસ્કૃતિક અને કલાવિષયક માહિતી વધારે મહત્ત્વની છે. ઉત્તર હિંદુસ્તાનની સરખામણીમાં દક્ષિણમાં ધણા વધુ પ્રમાણમાં કળાના અવશેષો મળી આવે છે. ઉત્તરનાં ધણાંખરાં સ્મારકા, ઇમારતો અને મૂર્તિઓ મુસલમાનની ચડાઈ અને તેમની સાથેના યુદ્ધ દરમ્યાન નાશ પામ્યાં હતાં. મુસલમાન દક્ષિણમાં પહોંચ્યા તેપણ ત્યાં તે એ બધી વસ્તુ અચી ગઈ. ઉત્તર હિંદનાં સંખ્યાબંધ સ્મારકો નાશ પામ્યાં એ દુર્ભાગ્યની