________________
૪૨
ચેાસેન અને દાઈ નિપુન
૮ મે, ૧૯૩૨
તેમ તેમ એટલે હવે
દુનિયાના ઇતિહાસમાં જેમ જેમ આગળ ચાલીશું આપણી નજરમાં વધારે ને વધારે દેશ આવતા જશે. આપણે ચીનના નજીકના પાડોશી અને ઘણી રીતે ચીની સ ંસ્કૃતિનાં સંતાન જેવા કારિયા અને જાપાન તરફ નજર કરીએ. એ અને દેશા એશિયા ખંડને છેક છેડે દૂર પૂર્વમાં આવેલા છે અને એમના પછી વિશાળ પ્રશાન્ત મહાસાગર આવેલા છે. હજી હમણાં થાડાં વર્ષોં ઉપર અમેરિકા ખંડ જોડે તેમના સપ નહોતો. આમ તેમને એક માત્ર સંપર્ક એશિયા ખંડના ચીનના મહાન રાષ્ટ્ર સાથે જ હતો. ચીનમાંથી તથા ચીનની મારફતે જ તેમણે પોતાને ધર્મ, કળા અને સંસ્કૃતિ પ્રાપ્ત કર્યાં. જાપાન અને કેરિયાં તે ચીનનાં અતિશય ઋણી છે અને કેટલેક અંશે તે હિંદનાં પણ ઋણી છે. પરંતુ હિંદ પાસેથી તેમને જે કંઈ મળ્યું તે તેમને ચીન મારફતે મળ્યું અને એથી કરીને તે ચીનની ભાવનાથી રંગાયેલું હતું.
કારિયા અને જાપાન બને એવી જગ્યાએ આવેલાં છે કે એશિયામાં તથા અન્યત્ર અનેલી મહાન ઘટનાએ સાથે તેમને ઝાઝી લેવાદેવા નહોતી. એ ઘટનાઓના કેન્દ્રથી તે બને બહુ દૂર હતાં અને એ રીતે તેઓ - ખાસ કરીને જાપાન — ભાગ્યશાળી હતાં. આથી આપણે સાંપ્રત કાળ સિવાયના તેમના ઇતિહાસ કશી ભારે મુશ્કેલી વિના છેડી દઈ શકીએ. એમ કરવાથી બાકીના એશિયા ખંડમાં બનેલા બનાવે સમજવામાં કશો ફરક પડે એમ નથી. પરંતુ જેમ આપણે મલેસિયા અને પૂર્વ તરફના ટાપુઓના પ્રાચીન તિહાસની અવગણના નથી કરી તેમ આ દેશાના ઇતિહાસની પણ ઉપેક્ષા ન કરવી જોઈ એ. ખીચારા નાનકડા કારિયા દેશ તે! આજકાલ લગભગ ભુલાઈ ગયા છે. જાપાન તેને હજમ કરી ગયું છે અને કારિયાને તેણે પોતાના સામ્રાજ્યના એક ભાગ બનાવી દીધા છે. પરંતુ કારિયા હજીયે આઝાદીનાં સ્વપ્નાં સેવે છે અને સ્વતંત્રતા માટે મથી રહ્યું છે. પણ જાપાનની આજકાલ ડેર