________________
૧૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન કે જનતા ઉપર – ખાસ કરીને ઉત્તર હિંદુસ્તાનમાં – તેની કઈ કઈ વાર થોડી અસર થતી પરંતુ એકંદરે જોતાં કહી શકાય કે આમ જનતાને એની બહુ પડી નહોતી અને રાજદરબારના ફેરફારો થવા છતાંયે તે પિતાને વ્યવહાર ચલાવ્યે જતી.
હિંદની સમાજવ્યવસ્થાને લાંબા વખત સુધી મજબૂતપણે ટકાવી રાખનાર બીજી વસ્તુ તે વખતે તેના અસલ સ્વરૂપે હસ્તી ધરાવતી વર્ણવ્યવસ્થા હતી. વર્ણ અથવા જ્ઞાતિ પાછળના સમયમાં તે બની ગઈ તેવી જડ તે સમયે નહેતી તથા કેવળ જન્મ ઉપર તે અવલંબતી નહતી. હજારે વરસ સુધી તેણે હિંદના સમાજજીવનને એકત્ર રાખ્યું હતું. પરિવર્તન કે વિકાસને રૂંધીને નહિ પણ તેને અવકાશ આપીને તે આ વસ્તુ સિદ્ધ કરી શકી હતી. પ્રાચીન હિંદનું ધર્મ તેમજ જીવન પ્રત્યેનું વલણ હમેશાં સહિષ્ણુતાનું રહ્યું છે અને તેણે પરિવર્તન અને પ્રયોગને હમેશાં આવકાર્યા છે. એનાથી તેને બળ મળતું હતું. ઉપરાચાપરી આવતા હુમલાઓ અને બીજી મુસીબતોને કારણે ધીરે ધીરે જ્ઞાતિનાં બંધને કડક થતાં ગયાં અને એથી કરીને હિંદુસ્તાનના સમગ્ર વલણમાં જડતા અને અનુદારતા આવી ગઈ. હિંદી લેકે આજની દુઃખદ અને કંગાળ હાલતમાં આવી પડ્યા ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રહી. અને જ્ઞાતિ હરેક પ્રકારની પ્રગતિની દુશ્મન બની ગઈ. સમાજને એકત્ર રાખવાને બદલે તે તેના સેંકડે ભાગલા પાડી નાખે છે. પરિણામે તે આપણને કમજોર બનાવે છે અને ભાઈ ભાઈ વચ્ચે કલેશ કરાવે છે.
ભૂતકાળમાં હિંદની સમાજવ્યવસ્થા મજબૂત બનાવવામાં વર્ણ વ્યવસ્થામાં સહાય કરી છે. પરંતુ તે સમયે પણ તેમાં સડાનાં બીજ મેજૂદ હતાં. અસમાનતા અને અન્યાય ચાલુ રાખવાની ભાવના એના પાયામાં રહેલી હતી. અને આ કોઈ પણ પ્રયાસ અંતે નિષ્ફળ જ નીવડે. અસમાનતા અને અન્યાયના પાયા ઉપર કોઈ પણ સ્થિર અને સંગીન સમાજ ન જ રચી શકાય. તે જ પ્રમાણે જ્યાં એક વર્ગ કે સમૂહ બીજાઓનું શેષણ કરતા હોય ત્યાં પણ એવે સમાજ ન રચી શકાય. આજે પણ આવું અન્યાયી શેષણ ચાલુ છે તેથી કરીને દુનિયાભરમાં આટલી બધી હાડમારી અને દુઃખ જોવામાં આવે છે. પરંતુ સર્વત્ર લેકે આ વાત સમજી ગયા છે અને એમાંથી છૂટવાને તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે.