________________
ગુરુવ’શના સમયના હિ'દુ સામ્રાજ્યવાદ
૧૩૯
ચંદ્રગુપ્તના પુત્ર સમુદ્રગુપ્ત તેના પિતા કરતાં પણ વધારે ઉગ્ર લડવૈયા હતા. તે મહાન સેનાપતિ હતા અને સમ્રાટ થયા પછી આખા હિંદમાં ઠેકઠેકાણે ચડાઈ કરીને તેણે પોતાના વિજયડ કા વગાડ્યો. દક્ષિણ હિંદમાં પણ તેણે પોતાની વિજયપતાકા ફરકાવી. લગભગ આખા હિંદુ ઉપર તેણે ગુપ્ત સામ્રાજ્યની આણ વર્તાવી. પરંતુ દક્ષિણ હિંદમાં તેનું આધિપત્ય નામનું જ હતું. ઉત્તરમાં તેણે કુશાન લેાકાને સિંધુ નદીની પેલી પાર હાંકી કાઢ્યા.
સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત બીજો પણ લડાયક સમ્રાટ હતો. તેણે ગુજરાત અને કાયિાવાડ જીતી લીધાં. તે પહેલાં લાંબા કાળથી એ તે પ્રદેશા ઉપર શક અને તુ વંશના રાજાઓને અમલ હતા. તેણે વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું અને સામાન્ય રીતે તે એ નામથી જ જાણીતા છે. પરંતુ સીઝરના નામની પેઠે એ નામ પણ ઘણા રાજાએ ઇલ્કાબ તરીકે ધારણ કરવા લાગ્યા અને તેથી એને વિષે ઘણા ભ્રમ પેદા થયા છે.
દિલ્લીમાં કુતુબમિનાર પાસે એક પ્રચંડ લેહસ્તંભ જોયાનું તને સ્મરણ છે? એ સ્તંભ વિક્રમાદિત્યે વિજયસ્તંભ તરીકે ઊભા કરાવ્યે હતો એમ કહેવાય છે. એની બનાવટ બહુ જ સુંદર છે અને એની ટચ ઉપર સામ્રાજ્યના પ્રતીકરૂપ કમળના ફૂલની આકૃતિ છે.
ગુપ્ત યુગ એ હિંદુસ્તાનમાં હિંદુ સામ્રાજ્યવાદને યુગ છે. એ યુગમાં પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાનું પુનરુત્થાન થયું અને તેના ભારે ફેલાવા થયા. ગ્રીક, કુશાન અને ખીજી પ્રજાએએ હિંદના લેાકાનાં જીવનમાં અને સંસ્કારમાં કેટલાંક ગ્રીક અને મગાલ તા દાખલ કર્યાં હતાં તેને જરા પણ ઉત્તેજન આપવામાં આવતું નહેતું એટલું જ નહિ પણ આર્ય સંસ્કારો અને પ્રણાલી ઉપર ભાર મૂકીને એ તત્ત્વાને ઇરાદાપૂર્વક દબાવી દેવામાં આવતાં હતાં. રાજભાષા સંસ્કૃત હતી. પરંતુ તે કાળમાંયે આમ જનતાની એ ભાષા રહી નહાતી. લાકભાષા સંસ્કૃતને લગભગ મળતી પ્રાકૃત ભાષા હતી. સ ંસ્કૃત તે વખતે સામાન્ય વપરાશની ભાષા નહાતી એ ખરું પરંતુ ત્યારે તે જીવતી ભાષા હતી. એ કાળમાં સંસ્કૃત નાટકા, કાવ્યા તથા ભારતી આ કળા ખૂબ ફાલીફૂલી. વેદ અને મહાકાવ્યાના કાળ પછી આ કાળ સંસ્કૃત ભાષાના ઇતિહાસમાં સૈાથી વધારે સમૃદ્ધ ગણી શકાય. કાળિદાસ જેવા અદ્ભુત કવિ આ યુગમાં થઈ ગયા. કમભાગ્યે આપણે ઘણાંખરાં ઝાઝું સંસ્કૃત