________________
૧૭૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન જ છે. તને માલૂમ પડશે કે ઇસ્લામનો આરંભ થયો ત્યારથી કેટલી સદીઓ સુધી મુસલમાને હિંદુસ્તાનના બધા ભાગમાં તેમના પાડોશીઓ જોડે પૂરેપૂરા સલાહસંપથી રહ્યા છે. જ્યારે તેઓ વેપારીઓ તરીકે આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને વસવાટ કરવા ઉત્તેજન આપવામાં આવ્યું હતું. પણ આ તો હું આગળ ઉપરની વાતે ચડી ગયે.
આમ, હિંદુસ્તાને જરરતીઓને સત્કાર કર્યો. એ જ રીતે થોડીક સદીઓ પહેલાં ઈશુની પહેલી સદીમાં ધાર્મિક દમનથી ત્રાસીને યહૂદી લે કે રોમમાંથી નાસી આવ્યા હતા તેમનું પણ હિંદ સ્વાગત કર્યું હતું.
ઈરાનમાં સાસાની વંશને અમલ ચાલતા હતા તે સમય દરમ્યાન સીરિયાના રણપ્રદેશમાં પામીરા નામના એક નાનકડા રાજ્યને ઉદય થયે હતા. અને ટૂંક સમય માટે તેની પણ ચડતી કળા રહી હતી. પામીરા, એ સીરિયાના રણની મધ્યમાં એક મોટું વેપારનું મથક હતું. આજે પણ જોવા મળતાં તેનાં ભવ્ય ખંડેરે. ઉપરથી તેની લેશાન ઇમારતને આપણને કંઈક ખ્યાલ આવે છે. એક સમયે કેબિયા નામની સ્ત્રીનું એ રાજ્યમાં શાસન હતું. રેમન લેકેએ તેને હરાવી અને સ્ત્રી સન્માનની ભાવના વિનાના એ અસભ્ય લકે તેને સાંકળથી જકડીને રેમ લઈ ગયા.
ઈસવી સનના આરંભમાં સરિયા બહુ રળિયામણે મુલક હતા. બાઈબલના નવા કરારમાં એને વિષે આપણને કેટલીક માહિતી મળી આવે છે. રાજકીય જુલમ અને અવ્યવસ્થા હોવા છતાં પણ ત્યાં આગળ ગીચ વસતી અને મેટાં મોટાં શહેરે હતાં. વળી ત્યાં મોટી મેટી નહેરે પણ હતી અને મોટા પાયા પર વેપારરોજગાર ચાલતું હતું. પરંતુ સતત ચાલતી લડાઈઓ અને ગેરશાસનને કારણે ૬૦૦ વરસમાં તે એ પ્રદેશ લગભગ વેરાન થઈ ગયે. મેટાં મોટાં શહેરે ઉજજડ થઈ ગયાં અને પુરાણી ઈમારત ખંડેર બની ગઈ. જો તું હિંદુસ્તાનથી યુરોપ એરોપ્લેનમાં બેસીને જાય તે તારે આ પામીરા અને બાલબાકના ખંડેરો ઉપર થઈને પસાર થવું પડે. વળી માર્ગમાં, જ્યાં આગળ બેબીલેન હતું તે સ્થળ તેમજ ઈતિહાસમાં પ્રસિદ્ધ પણ આજે જેમનું નામનિશાન પણ નથી એવી બીજી જગ્યાઓ પણ તને જોવાની મળે.