________________
રેમ આખરે નામશેષ થાય છે ઝાંખો પાડનાર ત્યાં આગળ કેઈ રહ્યું નહિ અને પીટરની ગાદીના વારસ તરીકે તે બધા બિશપ અથવા આચાર્યોમાં મુખ્ય ગણાવા લાગ્યો. પાછળથી તે પિપ તરીકે ઓળખાવા લાગ્યો. તું જાણે છે કે પિપ આજે પણ મોજૂદ છે અને તે રોમન કૅથલિક ચર્ચયા ધર્મસંઘનો વડે ગણાય છે.
વિચિત્ર વાત તો એ છે કે, ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ અને લૅટિન ચર્ચ વચ્ચે તડ પડવાનું એક કારણ મૂર્તિપૂજા પણ હતી. રોમન અથવા તે લૅટિન ચર્ચે સંતની અને ખાસ કરીને ઈશુની માતા મેરીની મૂર્તિની પૂજાને ઉત્તેજન આપ્યું જ્યારે ગ્રીક ઓર્થોડૉકસ ચર્ચ એની સામે સખત વાંધો ઉઠાવ્ય.
અનેક પેઢીઓ સુધી રેમ ઉત્તર તરફની જાતિઓના કબજામાં રહ્યું અને તેમના સરદારોએ ત્યાં આગળ રાજ્ય કર્યું. પરંતુ સામાન્ય રીતે એ લેકે પણ કન્સ્ટાન્ટિનોપલના સમ્રાટનું આધિપત્ય સ્વીકારતા હતા. દરમ્યાન, ધર્મના વડા તરીકે રેમના બિશપની સત્તા વધતી ગઈ છેવટે, તેનું સામર્થ એટલું બધું વધી ગયું કે કેન્સાન્ટિનોપલને સામનો કરવાની પણ તેણે હામ ભીડી. મૂર્તિપૂજાની બાબતમાં ઝઘડો ઊભો થયો ત્યારે પિપે રેમને પૂર્વના સામ્રાજ્ય સાથેનો સંબંધ બિલકુલ તેડી નાખવાનો નિર્ણય કર્યો. પરંતુ એ દરમ્યાન તે ઘણા બનાવો બની ગયા. દાખલા તરીકે અરબસ્તાનમાં નવા ઇસ્લામ ધર્મનો ઉદય થયો અને આરબ લે કે આખાયે ઉત્તર આફ્રિકાના પ્રદેશ અને
સ્પેન ઉપર ફરી વળ્યા તથા યુરોપના મર્મસ્થળ ઉપર તેઓ આક્રમણ કરી રહ્યા હતા. વળી ઉત્તર અને પશ્ચિમ યુરોપમાં નવાં રાજ્યો ઉદય પામતાં હતાં તથા પૂર્વના સામ્રાજ્ય ઉપર આરબ લેકો ઝનૂની હુમલે કરી રહ્યા હતા. આ બધા બનાવની વાત આપણે આગળ ઉપર કરીશું.
પોપે ઉત્તર તરફની ફેક નામની જર્મન જાતિના મહાન સરદારની મદદ માગી અને થોડા વખત પછીથી એ જ જાતિના રાજા કાલ અથવા ચાટ્સન રેમના સમ્રાટ તરીકે રોમમાં અભિષેક કર્યો. આમ એ એક તદ્દન નવા જ રાજ્ય અથવા સામ્રાજ્યની સ્થાપના થઈ છતાં એને આરંભમાં રોમન સામ્રાજ્ય તરીકે અને પાછળથી “હેલી રામન એમ્પાયર’ એટલે કે, “પવિત્ર રોમન સામ્રાજ્ય’ તરીકે ઓળખાવવામાં આવ્યું. લોકોને રેમન સિવાયના બીજા કેઈ સામ્રાજ્યને ખ્યાલ જ આવી શકતું નહોતું અને મહાન ચાર્લ્સ અથવા તે શાર્લમેનને રોમ સાથે કશી લેવાદેવા નહતી છતાં પણ તે ઈમ્પરેટર, સીઝર અને
૬-૧૧