________________
રોમનું સામ્રાજ્ય
૩ એપ્રિલ, ૧૯૭૨ મેં તને ઘણા દિવસથી પત્ર લખ્યું નથી. અલ્લાહાબાદની ખબરથી અને ખાસ કરીને તારી વૃદ્ધ દાદીમાની ખબરથી હું અસ્વસ્થ થઈ ગયે હતો અને મારું દિલ હાલી ઊયું હતું. જ્યારે મેં સાંભળ્યું કે મારી વૃદ્ધ અને નાજુક શરીરની માતાને લાઠીને સામનો કરવો પડ્યો અને તેણે પોલીસની લાઠીના ફટકા ઝીલ્યા ત્યારે જેલમાં મને મળતી જજાજ સુખસગવડ ઉપર મને થોડી ચીડ ચડી હતી. પરંતુ મારા વિચારોને મારે છૂટો દોર ન મૂકવા જોઈએ અને આ ઇતિહાસની કથામાં તેમને અંતરાયરૂપ ન થવા દેવા જોઈએ.
હવે આપણે સંસ્કૃત ગ્રંથો જેને રોમકા તરીકે ઓળખાવે છે તે રોમ તરફ પાછાં વળીએ. તને યાદ હશે કે રોમના લેકતંત્રના અંત અને રોમના સામ્રાજ્યની સ્થાપના વિષે આપણે આગળ વાત કરી ગયાં છીએ. જુલિયસ સીઝરને દત્તક પુત્ર કવિયન ઔકટેવિયસ સીઝર નામ ધારણ કરી રેશમના સામ્રાજ્યના પ્રથમ સમ્રાટ થયો. તે પિતાને રાજા કહેવડાવતો નહોતો. કંઈક અંશે એનું કારણ એ હતું કે એ પદવી તેને પૂરતી મોન્માદાર નહોતી લાગતી તથા કંઈક અંશે એ પણ ખરું કે લેતંત્રને બહારનો દેખાવ તે જાળવી રાખવા માગતો હતો. એથી કરીને તે પિતાને “ઈમ્પરેટર” એટલે કે સેનાપતિ કહેવડાવતા હતા. આ રીતે “ઈમ્પરેટર'ની પદવી સૌથી ઊંચી લેખાવા લાગી. કદાચ તને ખબર હશે કે અંગ્રેજી શબ્દ “ઍમ્પરર' (એટલે સમ્રાટ અથવા શહેનશાહ) એ શબ્દમાંથી નીકળે છે. આમ રમના સામ્રાજ્ય પિતાના આરંભકાળમાં “ઐમ્પરર” અને “સીઝર ” અથવા કેઝર કે ઝાર એવા બે શબ્દ આપ્યા. એ પદવી ધારણ કરવાને દુનિયાભરના રાજવીઓએ લાંબા કાળ સુધી કામના રાખી છે. પહેલાં તે એમ માનવામાં આવતું હતું કે દુનિયામાં એક વખતે એક જ “ઐમ્પરર ” (સમ્રાટ) એટલે કે એક પ્રકારને આખી દુનિયાને સ્વામી હોઈ શકે. મિ “દુનિયાની રાણી' તરીકે ઓળખાતું અને આખી દુનિયા રેમના