________________
વરસગાંઠને દિવસે
સેન્ટ્રલ પ્રિઝન, નેની
૨૬ કબર, ૧૯૩૦ ઈન્દિરા પ્રિયદર્શિનીને તેરમી વરસગાંઠને દિવસે
તારી વરસગાંઠને દિવસે હમેશાં તને ભાતભાતની ભેટસોગાતે અને શુભેચ્છાઓ મળતી રહે છે. આજે પણ અંતરની શુભેચ્છાઓ તે તને ભરપૂર મેકલું છું, પણ નૈની જેલમાંથી હું તને ભેટ શી મોકલી શકું? મારી ભેટે બહુ સ્કૂલ કે નક્કર પદાર્થોની તે ન જ હોઈ શકે. તે તે કોઈ ભલી પરી તને આપે એવી સૂક્ષ્મ, હૃદય અને આત્માની ભેટે જ હોઈ શકે, અને તુરંગની ઊંચી ઊંચી દીવાલે પણ એ ભેટને તે થોડી જ રોકી શકવાની હતી ?
યારી બેટી! ઉપદેશ આપવાનું કે ડાહીડમરી સલાહો આપવાને મને કેટલે બધે અણગમો છે એ તું જાણે છે. જ્યારે જ્યારે મને એમ કરવાનું મન થઈ આવે છે ત્યારે ત્યારે એક “દોઢડાહ્યા માણસ'ની વાંચેલી વાત મને હમેશાં યાદ આવે છે. કેક દિવસ, જેમાં એ વાત આવે છે તે પુસ્તક તું પિતે પણ વાંચશે. તેરસે વરસ પૂર્વે એક મહાન પથિક જ્ઞાન અને વિદ્યાની શોધમાં ચીન દેશથી હિન્દ આવ્યું હતું. તેની જ્ઞાનની તરસ એવી તે ઊંડી હતી કે ભારે જોખમ ખેડી તથા પાર વિનાની વિટંબણાઓ વેઠીને, ઉત્તરનાં રણે અને પર્વતે વટાવતે તે અહીં આવ્યું હતું. તેનું નામ હતું શું એન ત્સાંગ. જાતે અભ્યાસ કરવામાં અને બીજાઓને શિક્ષણ આપવામાં તેણે હિન્દમાં અને ખાસ કરીને, આજનું પટના, જે તે સમયે પાટલીપુત્રના નામથી ઓળખાતું હતું, તે નગર પાસે આવેલી નાલંદની મહાન વિદ્યાપીઠમાં ઘણાં વર્ષો ગાળ્યાં હતાં. હું એન ત્સાંગ ભારે વિદ્વાન થયો અને તેને (બૈદ્ધ) “શાસ્ત્રપારંગત'ની ઉપાધિ આપવામાં આવી હતી. હિન્દભરમાં
* ઈસવી સન પ્રમાણે ઇન્દિરાની વરસગાંઠ ૧૯મી નવેમ્બરે આવે છે. પણ વિક્રમ સંવત અનુસાર તે ૨૬મી એકબરે ઊજવવામાં આવી હતી.