________________
ઈશુ અને ખ્રિસ્તીધમ
૧૪૫
સજા કરી. ધપદેશનું કાર્ય શરૂ કર્યું તે પહેલાં ઈશુ શું કરતા હતા અને ક્યાં ક્યાં ગયા હતા તે વિષે કશી ચોક્કસ માહિતી મળતી નથી. આખા મધ્ય એશિયાના પ્રદેશમાં તથા કાશ્મીર, લદ્દાર્ક, તિબેટ અને એની પણ ઉત્તરના પ્રદેશમાં આજે પણ એવી દૃઢ માન્યતા પ્રવર્તે છે કે ઈશુ અથવા ઈસાએ એ પ્રદેશામાં પ્રવાસ કર્યાં હતા. કેટલાક લોક માને છે કે તે હિંદમાં પણ આવ્યા હતા. આ વિષે ચોક્કસપણે કશું કહી શકાય નહિ અને જેમણે ઈશુના જીવન વિષે અભ્યાસ કર્યાં છે તેમાંના ઘણાખરા વિદ્વાનેા તે મધ્યએશિયા કે હિંદમાં આવ્યા હોય એમ માનતા નથી. પરંતુ તે આ બધા મુકામાં ર્યાં હોય એ હકીકત બિલકુલ અસંભવિત ન જ કહી શકાય. તે કાળમાં હિંદની મેટી મેટી વિદ્યાપીઠામાં અને ખાસ કરીને વાયવ્ય સરહદ ઉપર આવેલી તક્ષશિલાની વિદ્યાપીઠમાં દૂર દૂરના દેશના જ્ઞાનપિપાસુ વિદ્યાથી આવતા હતા અને ઈશુ પણ જ્ઞાનની શોધમાં ત્યાં આવી ચડ્યો હોય એ બનવાજોગ છે. ઈશુ તથા મુદ્દા ઉપદેશ ધણી બાબતોમાં એટલે બધા મળતા આવે છે કે તે બુદ્ધના ઉપદેશથી પૂરેપૂરા વાકેફ હોય એ બિલકુલ સંભવિત લાગે છે. પરંતુ બાધમ બીજા દેશોમાં પણ સારી પેઠે જાણીતા હતા એટલે હિ ંદુસ્તાનમાં આવ્યા વિના પણ ઈશુ તેને પરિચય કરી શકે એમ હતું.
નિશાળમાં ભણતી પ્રત્યેક બાળા પણ જાણે છે કે ધર્માંને લીધે દુનિયામાં અનેક ઝઘડા અને ખૂનખાર યુદ્ધો થયાં છે. પરંતુ જગતના મોટા મોટા ધર્માંના આરંભના ઇતિહાસનુ નિરીક્ષણ કરવું અને તેમની તુલના કરવી એ ઘણું રસદાયક છે. એ બધા ધર્માંની દૃષ્ટિ અને સિદ્ધાંતામાં એટલું બધું સામ્ય છે કે તેમની નજીવી વિગતો અને ક્ષુલ્લક બાબત માટે ઝઘડા કરવાની લાકે શા માટે મૂર્ખાઈ કરતા હશે એ ન સમજી શકાય એવું છે. પરંતુ શરૂઆતના ધર્મસિદ્ધાંતામાં નવા નવા ઉમેરા થતા જાય છે અને પરિણામે તે એવા તે વિકૃત બની જાય છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ પડે છે; અને મૂળ ધર્માંપદેશકને સ્થાને સંકુચિત મનના અને અસહિષ્ણુ ધર્માંધ લેાકેા આવે છે, ઘણી વાર ધમે રાજકારણ અને સામ્રાજ્યવાદના દાસ તરીકે પણ કાર્ય કર્યું છે. આમ જનતાના હિતને ખાતર અથવા કહો કે તેને ચૂસવાને ખાતર તેને હમેશાં વહેમમાં ડૂબેલી રાખવી એવી પ્રાચીન રામન લેાકાની રાજનીતિ હતી. કેમકે વહેમમાં પડેલા લેાકેાને દબાવી રાખવાનું કા વધારે સહેલું હોય છે. રામના અમીરઉમરાવે ઉચ્ચ
ज - १०