________________
૧૩૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એકબીજા સાથે આમરણ લડવાની ફરજ પાડવામાં આવતી. સંખ્યાબંધ ગુલામ અને યુદ્ધના કેદીઓને આ રીતે – “રમતીને નામે – મારી નાખવામાં આવતા.
પરંતુ રોમના રાજ્યમાં અવ્યવસ્થા વધી ગઈ વારંવાર હુલ્લડ અને કાપાકાપી થવા લાગ્યાં અને ચૂંટણીને વખતે લાંચરુશવત અને છળકપટ વધી ગયાં. સ્પાર્સેકસ નામના ઑડિયેટરની સરદારી નીચે ગરીબ, દલિત અને રંક ગુલાએ પણ આખરે બંડ કર્યું. પરંતુ તેમને નિર્દય રીતે દાબી દેવામાં આવ્યા. કહેવાય છે કે રેમમાં એપિયન માર્ગ આગળ એમાંના ૬૦૦૦ ગુલામને ફસ પર વીધી નાખવામાં આવ્યા હતા.
ધીરે ધીરે સેનાપતિઓ અને સાહસિક માણસનું મહત્વ વધ્યું અને પિતાના પ્રભાવથી સેનેટને તેમણે આંજી નાખી. પછી આંતરવિગ્રહ અને પાયમાલી થવા લાગી તથા હરીફ સેનાપતિઓ એકબીજા સામે લડવા લાગ્યા. ઈ. પૂ. પ૩ની સાલમાં પૂર્વ તરફ પાર્થિયામાં (મેસેટેમિયા) કેરીના રણક્ષેત્ર ઉપર રેમના લશ્કરે ભારે હાર ખાધી, ત્યાં આગળ પાર્થિયન લોકોએ તેમની સામે મોકલેલા મન સૈન્યને નાશ કર્યો.
રેમના અનેક સેનાપતિઓમાં પિમ્પી અને જુલિયસ સીઝર એ બે સેનાપતિઓનાં નામ આગળ તરી આવે છે. તું જાણે છે કે સીઝરે કાંસ– તે વખતે એનું નામ ગેલ હતું – તથા ઇંગ્લંડને છતી લીધાં હતાં. પોપી પૂર્વ તરફ ગયે હતું અને ત્યાં તેણે કંઈક વિજય • મેળવ્યો હતો. પણ આ બે સેનાપતિઓ વચ્ચે તીવ્ર હરીફાઈ હતી. બંને મહત્ત્વાકાંક્ષી હતા અને બીજા કોઈ પણ હરીફને ચલાવી લેવા માગતા નહોતા. સેનેટ તે બીચારી પાછળ રહી ગઈ છે કે બંને ઉપર ઉપરથી તેના પ્રત્યે વફાદારી દર્શાવતા હતા ખરા. સીઝરે પમ્પીને હરાવ્યું અને એ રીતે તે રોમના રાજ્યને આગેવાન પુરુષ બન્યું. પણ રેમ તે લેતંત્ર હતું એટલે કાયદેસર રીતે તે દરેક બાબતમાં પિતાનું ધાર્યું કરી શકે એમ નહતું. આથી રાજા અથવા સમ્રાટ તરીકે તેને અભિષેક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. સીઝર તે એ માટે તૈયાર હતો, પરંતુ રોમની લેકતંત્રની લાંબા કાળની પરંપરાને કારણે તે ખચકાતે હતે. તંત્રની પરંપરા હજીયે નિપ્રાણ થઈ નહોતી અને બ્રટસ તથા બીજાઓએ મળીને ખુદ ફરમના પગથિયા પર તેને ઘર