________________
ચિન અને હન વશે
૧૧૯ યુગને વિષે એના મનમાં બહુ ઊંચે ખ્યાલ હ. ભૂતકાળ વિષે એને જરાયે આદર નહોતે. એ તે એમ ઇચ્છતો કે ભૂતકાળને વિસરીને, તેનાથી પ્રથમ મહાન સમ્રાટથી – જ ચીનના ઈતિહાસને આરંભ થાય છે, એમ લેકેએ માનવું જોઈએ! ૨,૦૦૦ કરતાં પણ વધારે વરસોથી ચીનમાં એક પછી એક સમ્રાટોની પરંપરા ચાલુ હતી તેનું એને મને કહ્યું મહત્ત્વ નહોતું. તે તે એ લેકેની યાદગીરી પણ દેશમાંથી નાબૂદ કરવા ઇચ્છતો હતે. માત્ર પ્રાચીન સમ્રાટો નહિ પણ ભૂતકાળના બીજા પ્રસિદ્ધ પુરુષોનું સ્મરણ પણ તે લેકેને ભુલાવી દેવા માગતા હતા. આથી તેણે એવો હુકમ છેડો કે ભૂતકાળનું ખાન આપતાં પુસ્તકે – ખાસ કરીને ઇતિહાસના ગ્રંથ – અને કેશિયસના મતનાં બધાં પુસ્તકોને બાળી મૂકી તેમને સદંતર નાશ કરી નાખો. માત્ર વૈદકનાં અને વિજ્ઞાનનાં કેટલાંક પુસ્તકોને આ ફરમાનમાં સમાવેશ થતો નહોતે. તેના ફરમાનમાં તેણે જણાવ્યું કે, “જે લેક વર્તમાન યુગને હલકો પાડવા માટે ભૂતકાળને ઉપયોગ કરશે તેમની સ્વજને સહિત કતલ કરવામાં આવશે.”
અને તેણે પિતાના હુકમને બરાબર અમલ પણ કર્યો. પિતાને પ્રિય એવાં પુસ્તકે સંતાડી રાખવા માટે તેણે સેંકડો વિદ્વાનને જીવતા દાટી દીધા. આ “પ્રથમ સમ્રાટ” કેવો દયાળુ, ભલે અને પ્રીતિપાત્ર માણસ હશે! હિંદના ભૂતકાળ વિષે વધારે પડતી પ્રશંસા સાંભળું છું ત્યારે હમેશાં હું એને કંઈક સહાનુભૂતિપૂર્વક યાદ કરું છું. આપણે કેટલાક લેકે હમેશાં ભૂતકાળ તરફ જ નજર રાખ્યા કરે છે. તેઓ નિરંતર ભૂતકાળના મહિમાનાં જ ગુણગાન ર્યા કરે છે અને હમેશાં ભૂતકાળમાંથી જ પ્રેરણા શેધતા રહે છે. જો ભૂતકાળ આપણને મહાન કાર્યો કરવાની પ્રેરણા આપતા હોય તે બેશક આપણે તેમાંથી પ્રેરણું મેળવીએ. પરંતુ હંમેશાં પાછી જ જોયા કરવું એ કઈ પણ વ્યક્તિ કે પ્રજા માટે હિતકર હોય એમ મને નથી લાગતું. કોઈકે સાચું કહ્યું છે કે, માણસ હમેશાં પાછળ ચાલવા માટે કે પાછળ જોવા માટે સરજાયે હત તે ઈશ્વરે તેને માથાની પાછળ આંખો આપી હતી. ભૂતકાળને આપણે અભ્યાસ જરૂર કરીએ અને જ્યાં તે પ્રશંસાને પાત્ર હોય ત્યાં તેની પ્રશંસા પણ કરીએ, પરંતુ આપણે આપણી નજર તે હમેશાં આગળ જ રાખવી જોઈએ અને હમેશાં આગળ જ પગલાં ભરવાં જોઈએ.