________________
૧૧૭
અશોકના સમયની દુનિયા ભૂમધ્ય સમુદ્રને સામે કાંઠે આવેલું રોમ શહેર મિસરથી બહુ દૂર નહોતું. તે આ સમય દરમ્યાન બળવાન બન્યું હતું અને ભવિષ્યમાં એથીયે ઘણું બળવાન અને મહાન બનવાનું તેના ભાગ્યમાં લખાયું હતું. અને તેની સામે જ આફ્રિકાના કાંઠા ઉપર તેનું હરીફ અને દુશ્મન કાયેંજ હતું. આપણને પુરાણી દુનિયાને કંઈક ખ્યાલ આવે તે માટે એ બંનેની વાત કંઈક વિસ્તારથી જાણવાની જરૂર છે.
પશ્ચિમમાં જેમ રેમની મહત્તા વધતી જતી હતી તેવી જ પૂર્વમાં ચીનની મહત્તા પણ વધી હતી. અને અશોકના સમયની દુનિયાને બરાબર ખ્યાલ આવે એ માટે આપણે એને પણ વિચાર કરવો પડશે.