________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
અલ્લાહાબાદના કિલ્લામાં અશોકના આવા એક સ્તંભ છે. આપણા પ્રાંતમાં આવા ઘણા સ્તંભો છે.
આ આજ્ઞાએમાં અશેક યુદ્ધ અને વિજયમાં થતી ખૂનરેજી પ્રત્યે પોતાની ધૃણા અને ખેદ વ્યક્ત કરે છે. તે કહે છે કે, ધર્મ દ્વારા પોતાની જાત ઉપરના અને લોકાનાં હ્રદય ઉપરના વિજય એ જ સાચા વિજય છે. પણ તારી જાણ ખાતર તેની એકએ આજ્ઞા જ અહીં ઉતારીશ. એ વાંચતાં આપણે મુગ્ધ થઈ જઈએ છીએ. વળી એ આજ્ઞાએ તને અશોકના વધુ નિકટનો પરિચય આપશે.
રાજ્યાભિષેક પછી આઠમે વરસે ધર્મરાજ સમ્રાટે કલિંગ
દેશ ઉપર વિજય મેળવ્યેા. દોઢ લાખ માણસને કેદ પકડવામાં આવ્યા અને એક લાખ માણસાની તલ થઈ તથા ખીન્ન એથી કેટલાયે ગણા મરણ પામ્યા.
કલિં`ગ જીત્યા પછી તરત જ સમ્રાટે ધનિષ્ટ બનીને ભારે ઉત્સાહથી ધર્મરક્ષા અને ધમ પ્રચારનું કાર્ય આરંભ્યું. સમ્રાટના હૃદયમાં કલિંગ-વિજ્રય માટે પશ્ચાત્તાપ થયેા કેમકે કાઈ પણ અપરાજિત દેશ જીતવામાં હત્યા અને માણસાનાં મરણ થાય છે તથા તે દેશના માણસાને કેદ પકડવા પડે છે. સમ્રાટને માટે આ અતિશય દુ:ખદ અને ખેદજનક બીના છે.’
૧૧૦
.
:
આગળ આ આજ્ઞામાં જણાવવામાં આવ્યું છે કે, કલિંગમાં જેટલા માણસો મરી ગયા અથવા તે કેદ પકડાયા એના સામા કે હજારમા ભાગના પણ મરી જાય કે કેદ પકડાય તે અશાક હવે સહન કરનાર નથી.
.
વળી, જે કાઈ તેની સાથે બૂરાઈ કરશે તે તે પણ બની શકશે ત્યાં સુધી ધર્મરાજ સહી લેશે. પેાતાના સામ્રાજ્યની જંગલી જાતિએ પ્રત્યે પણ સમ્રાટ કૃપાદૃષ્ટિ રાખે છે અને તેઓ સદાચારી થાય એમ ઇચ્છે છે; કેમકે જો તે એમ ન કરે તેા પાછળથી તેને પસ્તાવા થાય. ધસમ્રાટ ઇચ્છે છે કે બધા જીવા સુરક્ષિત રહે અને તેઓ સયમ, શાન્તિ અને આનંદ પ્રાપ્ત કરે. '
અશાક આગળ જણાવે છે કે, ધર્મ દ્વારા મનુષ્યાનાં હૃદય જીતવાં એ જ સાચો વિજય છે. અને તેણે આપણને એ પણ કહ્યું છે કે આવે! સાચો વિજય તેણે પોતાના સામ્રાજ્યમાં જ નહિ પણ દૂર દૂરનાં ખીજા રાજ્યોમાં પણ મેળવ્યો હતો.
આ આજ્ઞાઓમાં જે ધર્મના ઠેકઠેકાણે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે આ ધર્મ છે. અાક ભાવિક બધધર્મી બન્યા, અને એ ધને