________________
૨૦
અરબી સમુદ્ર
ટીમર *કાવિયા ૨૨ એપ્રિલ, ૧૯૩૧
અમે મુંબઈથી કાલખાની સફર ક્રાવિયા સ્ટીમરમાં કરીએ છીએ એ એક આશ્ચર્યકારક ઘટના છે! મને બરાબર યાદ છે કે ચાર વરસ ઉપર વેનિસમાં હું કાવિયાના આગમનની રાહ જોતા ઊભા હતા. દાદુ એ સ્ટીમરમાં હતા. અને સ્વિટ્ઝરલૅન્ડની ખેક્ષની શાળામાં તને મૂકીને હું તેમને મળવા વેનિસ ગયા હતા. ઘેાડા માસ પછી ક્રીથી કાવિયામાં બેસીને દાદુ યુરોપથી હિંદ આવ્યા હતા અને હું તેમને મુંબઈ મળ્યા હતા. તેમની એ સફરના કેટલાક સાથીએ હાલ અમારી સાથે છે અને તે અમને દાદુ વિષે અનેક વાતો
સભળાવે છે.
ગઈ કાલે મેં તને છેલ્લા ત્રણ માસમાં શા શા ફેરફારો થયા તે વિષે લખ્યું હતું. પણ છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં જે એક બનાવ બની ગયા તે તું સદૈવ યાદ રાખે એમ હું ઇચ્છું છું. આખુ હિંદ પણ લાંબા સમય સુધી એ બનાવને યાદ રાખશે. એક માસથીયે ઓછા સમય ઉપર કાનપુરમાં હિંદના એક બહાદુર સિપાઈ ગણેશશ કર વિદ્યાથી મરણ પામ્યા. જ્યારે તે ખીજાના જાન બચાવી રહ્યા હતા તે જ વખતે તેમના ધાત કરવામાં આવ્યા. ગણેશજી મારા પ્રિય મિત્ર હતા. તે એક ઉમદા અને નિઃસ્વાથી સાથી હતા અને તેમની જોડે કામ કરવું એ તો એક લહાવા હતા. ગયા માસમાં જ્યારે કાનપુરમાં લા। પાગલ બન્યા અને એક હિંદીએ બીજા હિંદીની કતલ કરવા માંડી ત્યારે એ
ખૂનરેજીમાં ગણેશજીએ ઝંપલાવ્યું— પોતાના કાઈ પણ દેશળ જોડે લડવા નહિ, પણ તેમને ઉગારવા. આ રીતે તેમણે સેંકડા માણસોને ઉગાર્યાં પણ પોતાની જાતને તે ન ઉગારી શક્યા. જાતને ઉગારવાની તે તેમણે પરવા જ કરી નહિ. અને જે લોકાને તે ઉગારવા માગતા હતા તેમને જ હાથે તે મરાયા. કાનપુરે અને આપણા પ્રાંતે એક