SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સગે પગે એમ ઇન્દ્રભૂતિ આશ્ચર્ય પામી ગયે. એવામાં તે “હે ગૌતમ ! ઈદ્રભૂતિ! તમને સ્વાગત છે.' આ પ્રમાણે જગદગુરૂએ અમૃત જેવી મધુર વાણીવડે કહ્યું. તે સાંભળી ગૌતમ વિચારમાં પડ્યો કે, “શું આ મારા ગેત્ર અને નામને પણ જાણે છે? અથવા મારા જેવા જગ~સિદ્ધ માણસને કણ ન જાણે, પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે અને તેને પિતાની જ્ઞાનસંપત્તિવડે છેદી નાખે તો તે ખરા આશ્ચર્યકારી છે એમ હું માનું.' આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતા એવા સંશયધારી ઈદ્રભૂતિને પ્રભુએ કહ્યું કે, “હે વિપ્ર ! જીવ છે કે નહીં? એ તારા હૃદયમાં સંશય છે, પણ હે ગૌતમ! જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વિગેરે લક્ષણોથી જાણી શકાય છે. જે જીવ ન હોય તો પુણ્ય પાપનું પાત્ર કેણ? અને તારે આ યાગ, દાન વિગેરે કરવાનું નિમિત્ત પણ શું ? આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી તેણે મિથ્યાત્વની સાથે સંદેહને છોડી દીધું અને પ્રભુના ચરણમાં નમસ્કાર કરીને બોલ્યો કે, “હે સ્વામી! ઉંચા વૃક્ષનું માપ લેવાને નીચા પુરૂષની જેમ હું દુબુદ્ધિ તમારી પરીક્ષા લેવાને માટે અહીં આવ્યા હતા. હે નાથ ! હું દોષયુક્ત છું, તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબોધ આપે છે તો હવે સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપીને અનુગ્રહિત કરે. જગદગુરૂ વીરપ્રભુએ તેને પિતાના પહેલા ગણધર થશે, એવું જાણુને પાંચસે શિવે સાથે પિતેજ દીક્ષા આપી. તે સમયે કુબેરે ચારિત્રધર્મના ઉપકરણે લાવી આપ્યા. નિઃસંગ છતાં તેને ગ્રહણ કરતાં ગૌતમે વિચાર્યું કે, “નિરવદ્ય વ્રતની રક્ષા કરવામાં આ વસ્ત્રપાત્રાદિક ઉપગમાં આવે છે તેથી તે ગ્રહણ કરવા યોગ્ય છે, કારણ કે તે ધર્મના ઉપકરણ છે. તે વગર છ પ્રકારના જીવનિકાયની યતન કરવામાં તત્પર એવા છદ્મસ્થ મુનિઓથી સારી રીતે જીવદયા શી રીતે પાળી શકાય ? તેથી ઉદ્દગમ ઉત્પાદાદિક એષણવડે ગુણવાનું અને શુદ્ધ ઉપગરણે વિવેકી પુરૂષોએ અહિંસાને માટે ગ્રહણ કરવાં જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રને આચર વાની શક્તિવાળા પુરૂષે આદિ અંત અને મધ્યમાં મૂઢપણે સમયમાં કહેલા અથવા અવસર ઉચિત અર્થને સાધી લે. જ્ઞાન દર્શનથી રહિત એ જ અભિમાની પુરૂષ, આવા ઉપકરણમાં પરિગ્રહની શંકા કરે તેને જ હિંસક જાણ. જે ધર્મના ઉપકરણમાં પરિચહની બુદ્ધિ ધારણ કરે, તે તત્વને નહિ જાણનાર મૂર્ખનેજ રાજી કરવાને ઈરછે છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય વિગેરે ઘણું જીવોની ધર્મના ઉપકરણ વિના શી રીતે રક્ષા થાય ? ઉપકરણો ગ્રહણ કર્યા છતાં પણ જો તે પોતાના આત્માને મન વચન કાયાથી દૂષિત અને અસંતેષી રાખે તો તે કેવળ પોતાના આત્માને છેતરે છે.” આ પ્રમાણે વિચાર કરીને ઈદ્રભૂતિએ પાંચસે શિષ્યની સાથે દેવતાઓએ અર્પણ કરેલા ધર્મના ઉપકરણે ગ્રહણ કર્યા. ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલા સાંભળીને અગ્નિભૂતિએ વિચાર્યું કે, “તે ઈજાળિકે જરૂર ઈ દ્વભૂતિને છેતરી લીધા જણાય છે, માટે હું ત્યાં જઈ સવજ્ઞ નહિ છતાં પોતાને સર્વજ્ઞ માનનારા તે ધુતારાને જીતી લઉં અને માયાથી પરાજય કરેલા મારા ભાઈને પાછો લઈ આવું. સર્વ શાસ્ત્રના રહસ્યને જાણનાર અને મોટી બુદ્ધિવાળા ઈદ્રભૂતિને માયા વગર ૧ આહારાદિ કઈ પણ વસ્તુ પ્રહણ કરવા માટે મુનિરાજને ૪ર દોષ રહિત લેવાનું કહેલું છે. તેના ઉગમ ઉપાદાદિ જુદા જુદા ભેદો છે. ૨ સમય-સિધાંત.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy