________________
સગ ૪ થો
મારે ઘેર આવ્યા. આ પ્રમાણે બેલતી નંદા આનંદ પામતી સામી આવી. અને તે બુદ્ધિમાન શ્રાવિકાએ પ્રભુને કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુ પાસે ધર્યા, પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈ તેમાંથી કોઈપણ લીધા વગર ચાલ્યા ગયા. તત્કાળ નંદાનું હૃદય મંદ થઈ ગયું, અને “હું અભાગિણું છું, મને ધિક્કાર છે, મારે મરથ પૂર્ણ થયે નહીં” એમ શેક કરવા લાગી. આ પ્રમાણે ખેદ કરતી તેને તેની દાસીએ કહ્યું કે, “હે ભદ્ર! આ દેવાય પ્રતિદિન આવી રીતે ભિક્ષા લીધા વગર જ ચાલ્યા જાય છે, કાંઈ આજ જ આમ બન્યું નથી.” એ વાત સાંભળી નંદાએ વિચાર્યું કે, “પ્રભુએ કેઈ અપૂર્વ અભિગ્રહ ધારણ કર્યો જણાય છે કે જેથી પ્રાસુક અન્ન પણ લેતા નથી. હવે પ્રભુને તે અભિગ્રહ કઈ રીતે પણ જાણું લેવું જોઈએ.” આવી ચિંતા કરતી નંદા આનંદ રહિત થઈને બેઠી હતી, તેવામાં સુગુપ્ત મંત્રી ઘરે આવ્યા, તેમણે તેને ચિંતા કરતી જોઈ. સુગુપ્ત કહ્યું. “પ્રિયે ! ઉદ્વિગ્ન ચિત્તવાળા કેમ દેખાઓ છે? શું કેઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે? વા મેં કઈ તમારે અપરાધ કર્યો છે?” નંદા બોલી–સ્વામી ! કેઈએ મારી આજ્ઞા ખંડિત કરી નથી; તેમ તમારે પણ કાંઈ અપરાધ નથી; પણ હું શ્રી વીરપ્રભુને પારણું કરાવી શકી નહી, તેથી મને ઘણે ખેદ થાય છે. ભગવાન વરપ્રભુને નિત્ય ભિક્ષાને માટે આપણા નગરમાં આવે છે અને કોઈ અપૂર્વ અભિગ્રહને લીધે ભિક્ષા લીધા વગર ચાલ્યા જાય છે. માટે હે મહામંત્રી ! તમે તે પ્રભુને અભિગ્રહ જાણી લે, જે નહી જાણો તે બીજાના ચિત્તને ઓળખનારી તમારી બુદ્ધિ વૃથા છે.” સુખે કહ્યું કે, “હે પ્રિયા ! તે પ્રભુને અભિગ્રહ જેવી રીતે જણાશે તેમ હું પ્રાત:કાળે પ્રયાસ કરીશ.” તે વખતે મૃગાવતી રાણીની વિજયા નામની છડીદાર સ્ત્રી ત્યાં આવી હતી. તેણે આ દંપતીની વાર્તા સાંભળી, એટલે તે બધી તેણે પિતાની સ્વામિની મૃગાવતી પાસે જઈને કહી. તે સાંભળી મૃગાવતી રાણીને પણ તત્કાળ ખેદ ઉત્પન્ન થયે. શતાનિક રાજાએ સંભ્રમ પામી તેના ખેદનું કારણ પૂછ્યું. એટલે મૃગાવતી જરા ભ્રકુટી ઊંચી કરી અંતરના ખેદ અને ક્ષેભના ઉદ્દગારથી ખ્યાત એવી વાણીએ બોલી કે–“રાજાઓ તે આ ચરાચર જગતને પોતાના બાતમીદારોથી જાણી શકે છે અને તમે તમારા એક શહેરને પણ જાણી શકતા નથી, તે તેની પાસે શી વાત કરવી ? રાજ્યના સુખમાં પ્રમાદી થયેલા હે નાથ! ત્રણ લોકને પૂજિત ચરમ તીર્થકર શ્રી વીરભગવંત આ શહેરમાં વસે છે, તે તમે જાણો છો ? તેઓ કોઈ અભિગ્રહને લીધે ઘેર ઘેર ફરે છે પણ ભિક્ષા લીધા વગર પાછા ચાલ્યા જાય છે, તે તમે જાણો છો? મને, તમને અને આપણા અમાત્યને ધિકકાર છે, કે જ્યાં શ્રી વિરપ્રભુ અજ્ઞાત અભિગ્રહે આટલા બધા દિવસો સુધી ભિક્ષા વગર રહ્યા છે.” રાજાએ કહ્યું, “હે શુભાશયે ! હે ધર્મચરે ! તમને સાબાશ છે. મારા જેવા પ્રમાદીને તમે બહુ સારી શિખામણ ગ્ય વખતે આપી છે. હવે પ્રભુને અભિગ્રહ જાણું લઈને હું પ્રાત:કાળે તેમને પારણું કરાવીશ” આ પ્રમાણે કહી રાજાએ તત્કાળ મંત્રીને બોલાવ્યું, અને કહ્યું કે “હે ભદ્ર! મારી નગરીમાં શ્રી વીરપ્રભુ ચાર માસ થયા ભિક્ષા વગર રહ્યા છે, તેથી આપણને ધિક્કાર છે ! માટે તમારે ગમે તેમ કરી તેમને અભિગ્રહ જાણી લે, કે જેથી હું તે અભિગ્રહ પૂરીને મારી શુદ્ધતાને માટે પારાણું કરાવું.” મંત્રી બે -બહે મહારાજ ! તેમને અભિગ્રહ જાણી શકાય તેમ નથી, હું પણ તેથી જ ખેદ પામું છું, માટે તેને કેઈ ઉપાય રચવે જોઈએ.” પછી રાજાએ ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એવા તથ્યકંદી નામના ઉપાધ્યાયને બેલાવીને કહ્યું કે, “હે મહામતિ ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મોના આચારે કહેલા છે, તે તેમાંથી શ્રી જિનેશ્વરના અમિડની વાત કહે.” ઉપાધ્યાય બેલ્યા કે, “હું રાજન ! મહર્ષિઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદથી ઘણું અભિગ્રહે કહેલા છે. આ ભગવંતે જે અભિગ્રહ લીધેલ છે, તે વિશિષ્ટ જ્ઞાન વગર કદી પણ જાણી શકાશે નહી.' ,