________________
પ્રસ્તાવના
(નોંધ : અગાઉ આ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી તૈયાર થઈ છપાયો હતો, તે સભાએ તે વખતે આ ગ્રંથની પ્રસ્તાવનારૂપે જે લખેલું, તેમાંથી સાર ભાગ અહીં ઉદ્ધત કર્યો છે:-)
જેના પુસ્તકમાં જે જ્ઞાનનો ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુસ્વરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવ સંબંધી વિચાર, પદ્દવ્ય સબ ધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટુકામાં કહીએ તો સર્વ વસ્તુઓની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વિગેરેના તાવિક બેધ–એનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાયો આચાર્યોએ યોજ્યા છે. આ અનુગમાં અતીન્દ્રિય વિષયેનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પોનાં જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ-પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુગમાં ગણિતનો વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જ્યોતિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતે આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતને પણ તેમાં સમાવેશ કરેલા છે. ચોથા અનુયાગમાં ચરણસી તરી અને કરણસીત્તરીનું વર્ણન અને સંબંધી વિધિ વગેરે બતાવેલ છે. આ ચાર અનુયોગ પર સૂત્રો અને અનેક ગ્રંથો લખાયા છે તેમાંથી ઘણાને નાશ થયો છે, છતાં પણ હજુ ઘણા જૈન ગ્રંથ વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુયોગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે.
અમે અને પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનગને છે. ચરિતાનયોગથી લાભ એ છે કે-તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યનું બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુગ જેવા ગહન વિષયમાં તો તદ્દન સામાન્ય બુદ્ધિ બહુ ઓછું કામ કરી શકે છે. અવલોકન કરનારાઓને જણાયું હશે કે જ્યારે ધાર્મિક ઊડા સવાલો પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે, પણ સ્થાના વિષય પર સર્વાને એક સરખો આનંદ આવે છે; એટલું જ નહિ પણ તે જ કથા ઘણું રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસોને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાઓ આનંદ પામે છે. દીર્ઘ અવલોકન કરનારા શાસ્ત્રકારો મનુષ્યસ્વભાવની આ કૂચી પામી ગયા અને તેનો લાભ લેવાનો પૂરતો વિચાર કર્યો. તેઓને લોકો ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉત્તમ હેતુથી દોરવાઈને તેઓએ કથાનો સાથે ધર્મનાં મુખ્ય ફરમાને, વર્તાનના ઊચા નિયમો અને જીવનના ઊંચા ઉદ્દેશે જોડી દીધા. આ તે સ્પષ્ટ વાત છે કે–એક મનુષ્યને એમ કહેવામાં આવે કે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયો છે, એમ બતાવી આપવામાં આવે તો તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લોકમાં દ્રવ્યાનુયોગનો વિષય વંચાતો ઓછો થતો ગયો, કે જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછી થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયો જોડી દીધા, અને સંસ્કૃત ગદ્ય તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંત મૂકી દીધાં. છેવટે પ્રાકૃતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહુ મંદ સ્થિતિ પર આવી ગયો ત્યારે રાસ વિગેરે પણ પ્રાકત અને ગુજરાતીમાં રચવામાં આવ્યા. આ કથાનુગથી અનેક જીવો પર ઉપકાર થયે અને થાય છે. બેકને તત્ત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લોકેનું ધ્યાન એાછું ખેં'ચાય એ તદ્દન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુયોગમાં કલ્પનાશક્તિને બહુ ઉપયોગ કરવો પડે છે; તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે