SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જ, આજના કાળે, આ ગ્રંથ તથા તેના પ્રણેતા દ્વારા થતે આપણું પરનો પહેલો તેમ જ અજોડ ઉપકારક અને માટે જ આ ગ્રંથનું વાંચન તે સવાંચન. શલાકાપુરુષ’ ૬૩ હોય છે. જેના સિદ્ધાંત અનુસાર, એક કાળચક્રના બે વિભાગ હેય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખંડમાં આ ૬૩ શલાકાપુરુષે થતાં હોય છે. શલાકા પુષ' એટલે ઉત્તમપુરુષો (પૂનમદાપુરિસજિં ) અથવા “શલાકા” એટલે સમ્યક્ત્વ. જે પુણ્યાત્માઓ નિયમ સમ્યફવરૂપી શલાકા ધરાવે છે તેમને “શલાકાપુરુષ' કહેવામાં આવે છે. શaછી). શ્રી હેમચંદ્રાચાર્યે જ પોતાના અમિષાનચિત્તામળિ–શબ્દકોશમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે ટૂંકમાં કહી શકાય કે પુરુષોમાં-સૃષ્ટિમાં પેદા થતાં–થયેલાં ને થનાર પુરુષોમાં – જે સર્વશ્રેષ્ઠ હેય-થાય –ગણાય, તે કહેવાય “શલાકાપુરુષ'. આવા ૬૩ શલાકા પુરુષો આ કાળખંડમાં પણ થયો છે, અને તેમનું સાંગોપાંગ ચરિત્રવર્ણન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે સંસ્કૃત પદ્યકાવ્યરૂપે ૩૬૦૦૦ શ્લોકમાં વિસ્તાર્યું છે. એ પુણ્યપુરુષના આ વિશાળકાય ગ્રંથના અક્ષરશઃ અને વળી લોકભાગ્ય અનુવાદ પ્રસ્તુત પુસ્તંકે(૪) દ્વારા જનતા સમક્ષ રજ થાય છે. ભૂતકાળમાં અનેકવાર આ ગ્રંથ છપાયો હોવા છતાં, વધુ એકવાર તે છાપવાનો થાય છે, તે પરથી આ ગ્રંથની સ્પૃહણીયતા અને લોકપ્રીયતાને સહેજે જ ખ્યાલ મળે છે. લોકોની સવાંચનની આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન કરવા બદલ આ ગ્રંથના પ્રકાશક ધન્યવાદાઈ છે. શ્રી વિજયનેમિસૂરિજ્ઞાનશાળા પાંજરાપોળ અમદાવાદ–૧. –શીલચંદ્રવિજય ૨૨-૧-૮૫ મહાશદિ ૧
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy