________________
પર્વ ૧૦ મુ
૩૯ પછી ત્યાંથી નીકળીને પ્રભુ પત્રકાળ નામના ગામમાં આવ્યા. ત્યાં પણ પૂર્વની જેમ પ્રભુ કોઈ શુન્યગૃહમાં પ્રતિમા ધરીને રહ્યા. શાળો ભય પામીને તે ઘરના એક ખુણામાં બેસી રહ્યો. તે ગામના સ્વામીને પુત્ર સ્કંદ પણ દંતિલા નામની દાસીની સાથે રતિક્રીડા કરવાને માટે ત્યાં આવ્યું. તેણે પણ સિંહની જેમજ પૂછયું પણ કોઈએ ઉત્તર આપે નહીં. પછી તે ક્રીડા કરીને નીકળ્યો ત્યારે ગોશાળ ઉંચે સ્વરે હસી પડયો. એટલે “અહીં પિશાચની જેમ ગુપ્ત રહીને કણ હસે છે?” એમ બેલતા તે સ્કુદે આવીને તેને ઘણે માર માર્યો. પછી સ્કંદ પિતાને ઘેર ચાલ્યા ગયે. ગોશાળે પ્રભુને કહ્યું કે, “હે નાથ! શું સ્વામીને ધર્મ આ હોય ? નિર્દોષ એવા મને મારતા તમે મારું રક્ષણ કેમ કરતા નથી ?” સિદ્ધાર્થ બે –અરે મૂર્ખ ! તેતર પક્ષીની જેમ મુખદેષથી તું આમ અનેકવાર અનર્થ ભોગવે છે.”
પછી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને કુમાર સંનિવેશે આવ્યા. ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં ધન ધાન્યની સમૃદ્ધિવાળો કુપન નામે એક કુંભાર રહેતો હતો, મદિરાના કીડાની જેમ તેને મદિરા ઉપર ઘણી પ્રીતિ હતી. તે સમયે તેની શાળામાં મુનિચંદ્રાચાર્ય નામે એક પાર્શ્વનાથ પ્રભુના બહુશ્રુત શિષ્ય ઘણા શિષ્યવની સાથે રહેલા હતા. તે પિતાના શિષ્ય વિદ્ધન નામના સૂરિને ગચ્છમાં મુપ્પણે સ્થાપીને જિનક૯૫નું અતિ દુષ્કર પ્રતિકર્મ કરતા હતા. તપ, સત્વ, શ્રત, એકત્વ અને બળ એમ પાંચ પ્રકારની તુલના કરવા માટે તે સમાધિપૂર્વક ઉપસ્થિત થયેલા હતા. અહીં ગે શાળે પ્રભુને કહ્યું કે હે નાથ ! અત્યારે મધ્યાહ્નને સમય છે, માટે ચાલે, ગામમાં ભિક્ષા લેવા જઈએ સિદ્ધાર્થે કહ્યું કે “આજે અમારે ઉપવાસ છે.” પછી ક્ષુધાતુર થયેલે ગશાળે ગામમાં ભિક્ષાને માટે ગયે. ત્યાં ચિત્રવિચિત્ર વસ્ત્રને ધારણ કરનારા અને પાત્રાદિકને રાખનારા પાર્શ્વનાથના પૂર્વોક્ત શિષ્યને તેણે જોયા; એટલે પૂછયું કે, તમે કોણ છો ?” તેઓ બેલ્યા કે “અમે શ્રી પાર્શ્વનાથના નિગ્રંથ શિષ્ય છીએ ગશાળે હસતાં હસતાં કહ્યું કે, “મિથ્યા ભાષણ કરનારા તમને ધિકાર છે. તમે વસ્ત્રાદિક ગ્રંથીને ધારણ કરનારા છો, તે છતાં નિગ્રંથ શેના ? કેવળ આજીવિકાને માટે જ આ પાખંડની કલ્પના કરી જણાય છે. વસ્ત્રાદિક સંગથી રહિત અને શરીરમાં પણ અપેક્ષા વગરના જેવા મારા ધર્માચાર્ય છે તેવા નિગ્રંથ તો હોવા જોઈએ.” તેઓ જિનંદ્રને જાણતા નહતા, તેથી ગોશાળાનાં આવાં વચન સાંભળીને બોલ્યા કે, “જે તું છું, તેવા તારા ધર્માચાર્ય પણ હશે, કેમકે તેઓ પિતાની મેળે લિંગ ગ્રહણ કરનારા જણાય છે. ક્ષુધાતુર થયેલા ગોશાળે તેમનાં આવાં વચનથી શાપ આપે કે, “જો મારા ગુરૂનું તપતેજ હોય તો આ તમારે ઉપાશ્રય બળી જાઓ.” તેઓ બોલ્યા કે'તારા વચનથી અમે બળીશું નહીં.” ગોશાળ વિલખ થઈ પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યું કે આજે મેં તમારા તપસ્વીપણાની નિંદા કરનારા સગ્રંથ સાધુઓને જોયા, તમારી નિંદા સાંભળીને મેં ક્રોધથી તેમને શાપ આપ્યો કે, તમારે ઉપાશ્રય બળી જાઓ; તથાપિ તેમનો ઉપાશ્રય જરા પણ બળે નહીં, માટે હે સ્વામિનું તેનું શું કારણ હશે તે કહે.” સિદ્ધાર્થ બોલ્યો-“અરે મૂઢ! તેઓ શ્રી પાર્શ્વનાથના શિષ્ય છે, તેમને ઉપાશ્રય તારા શાપથી કેમ બળે?” એવામાં રાત્રિ પડી, એટલે તે મુનિચંદ્રસૂરિ ઉપાશ્રયની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પેલે કુપનય કુંભાર મદિરાપાન કરી ઉન્મત્ત બનીને ઘુમતે ઘુમતે ત્યાં આવ્યો, તેણે આચાર્યને જોયા; એટલે એ દુષ્ટ કુંભારે ચોર૧ જિનપીપણું કરવાની તુલના,