________________
પર્વ ૧૦ મુ
૩૭ એક વખતે કાત્તિક માસની પૂર્ણિમાએ ગોશાળ હૃદયમાં ચિંતવ્યું કે, “આ મેટા જ્ઞાની છે એમ સાંભળું છું, તો આજે હું તેમના જ્ઞાનની પરીક્ષા કરું.' પછી તેણે પૂછયું, “હે સ્વામી ! આજે પ્રત્યેક ગૃહને વિષે વાર્ષિક મહેત્સવ થાય છે, તે મને આજે ભિક્ષામાં શું મળશે તે કહો.” તે વખતે પેલો સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં પેસીને બોલ્યો કે–રે ભદ્ર ! ખાટું થઈ ગયેલું કેદ્રક ને કૂરનું ધાન્ય અને દક્ષિણમાં એક ખોટે રૂપીઓ મળશે.” તે સાંભળી ગશાળે દિવસના પ્રારંભથીજ ઉત્તમ ભોજનને માટે શ્વાનની જેમ ઘેર ઘેર ભમવા લાગ્યા, તથાપિ તેને કોઈ ઠેકાણેથી કાંઈ પણ મળ્યું નહીં. જ્યારે સાયંકાળ થયે ત્યારે કઈ સેવક તેને પોતાને ઘેર લઈ ગયે અને ખાટાં થઈ ગયેલ કેદરા ને કૂર આપ્યાં. અતિ સુધાને લીધે તે એવું અન્ન પણ ખાઈ ગયું. પછી તેને દક્ષિણામાં એક રૂપીએ આપે. તે રૂપીઆની પરીક્ષા કરાવી તો તે પણ છેટે નીકળ્યો; એટલે તે લજજા પામી ગયે. પછી જે ભાવી હોય છે તે થાય છે' એવા નિચતિવાદને તેણે ગ્રહણ કર્યો.
દીક્ષા લીધા પછી આ બીજુ ચોમાસું નાલંદાપાડામાં નિર્ગમન કરી ત્યાંછી નીકળીને પ્રભુ કેલ્લાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં બહુલ નામે એક શ્રા
છે હતો. તે મોટા આદરથી બ્રાહ્મણને પિતાને ઘેર જમાડતું હતું. તેને ઘેર પ્રભુ ભિક્ષાને અર્થે આવ્યા. તેણે ઘી સાકર સહિત ખીર પ્રભુને વહેરાવી; એટલે દેવતાઓએ તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુએ અહીં ચોથા માસક્ષપણનું પારણું કર્યું, જે પારણું શ્રદ્ધાથી વહોરાવનારા દાતાર પ્રાણીને સંસારથી તારનારું છે.
અહીં પેલે ગોશાળો સાયંકાળે લજજા પામતે પામતો છાનોમાનો આવીને પેલી શાળામાં પેઠે. ત્યાં તેણે પ્રભુને જોયા નહીં, “એટલે સ્વામી કયાં છે” એમ તે લોકોને પૂછવા લાગ્યા; પણ કોઈએ પ્રભુના ખબર આપ્યા નહીં, તેથી તે દીન થઈને શોધવા માટે આખો દિવસ ચારે બાજુ ફર્યો. પછી હું તે પાછો એકાકી થઈ રહ્યો' એમ વિચારી મસ્તક મુંડાવી, વસ્ત્ર છોડીને તે ત્યાંથી નીકળી પડે. તે કલ્લાક ગામે આવે, ત્યાં તેણે લે કે માં વાત થતી સાંભળી કે “આ બહુલ બ્રાહ્મણને ધન્ય છે કે મુનિને દાન કરવાથી જેના ઘરમાં દેવતાઓએ રત્નોની વૃષ્ટિ કરી.” આ વાત સાંભળી ગોશાળે વિચાર્યું કે, આવો પ્રભાવ મારા ગુરૂનેજ છે; તેથી જરૂર તે અહીં જ હશે.” આમ વિચારીને તે પ્રભુને શેાધવા માટે ભમવા લાગે. નિપુણ દષ્ટિએ શેાધતાં એક સ્થાનકે કાર્યોત્સર્ગે રહેલા પ્રભુને તેણે દીઠા. તે પ્રભુને પ્રણામ કરી બોલ્યા કે, “હે પ્રભુ ! પૂર્વે હું દીક્ષાને ગ્ય નહોતે, હવે આ વસ્ત્રાદિકનો સંગ છોડી દેવાથી ખરેખર નિઃસંગ થયો છું, માટે મને શિષ્ય તરીકે કબુલ કરે અને તમે મારા યાજજીવ ગુરૂ થાઓ; તમારા વિના હું ક્ષણવાર પણ રહી શકતું નથી. હે સ્વામી! તમે રાગ રહિત છે તેથી તમારા સાથે સનેહ કેમ થાય ? કારણ કે એક હાથે તાળી પડતી નથી; પણ શું કરું? મારું મન બળાત્કારે તમારી તરફ દોડે છે. તેમજ હું મારા આત્માને તમે સ્વીકારેલો છે એમજ માનું છુંકારણ કે તમે વિકસિત કમળ જેવી દષ્ટિથી મારી સામું જુઓ છો.” તેનાં આવાં વચન સાંભળી છે કે પ્રભુ વિતરાગ હતા તે પણ તેના ભાવને જાણીને તેની ભવ્યતાને માટે પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું. “મહાન પુરૂ કયાં વત્સલ નથી થતા ?
પછી પ્રભુ તે ગે શાળાને સાથે લઈ યુગમાત્ર દષ્ટિ કરતાં સ્વર્ણખલ નામના સ્થાન તરફ ચાલ્યા. માર્ગમાં કેટલાક ગોવાળીઆઓ ક્ષીર રાંધતા હતા, તે જોઈ ગોશાળે કહ્યું,