________________
પર્વ ૧૦ મું ઉન્મત્તની જેમ ત્યાંથી બીજે ચાલ્યો ગયો. પછી સિદ્ધાર્થે ગ્રામ્યજનને કહ્યું કે, “આ અચ્છેદકે
૨ છે.” ત્યારે લોકેએ પૂછયું “સ્વામી ! તેણે શું અને તેનું ચેકયું છે ?? સિદ્ધાર્થે કહ્યું આ ગામમાં એક વીરઘોષ નામે સેવક છે.” તે સાંભળતાં જ વીરોષે ઊભા થઈને પ્રણામ કર્યો. કહ્યું કે, “શું આજ્ઞા છે ?? એટલે ફરીવાર સિદ્ધાર્થ બોલ્યા-‘પૂર્વે દશપળ પ્રમાણુનું એક પાત્ર તારા ઘરમાંથી ખેવાયું છે ?? વરઘોષે કહ્યું, હા. પછી સિદ્ધાર્થ બોલ્યો કે, “તે પાત્ર આ પાખંડી અછંદકે હરી લીધું છે, તેની ખાત્રી કરી . તારા ઘરની પાછળ પૂર્વ દિશામાં સરગવાનું વૃક્ષ છે, તેની નીચે એક હાથ ખેદીને દાટેલું છે, માટે જા, તે લઈ લે.” વરઘોષ ઉત્કંઠિત થઈ તે લેવાને માટે પોતાને ઘેર ગયો અને જે ઠેકાણે કહ્યું હતું તે ઠેકાણેથી તે લઈને પાછો આવ્યો. તે જોઈ કે લાહલ કરી રહેલા ગામના લોકોને સિદ્ધાર્થે પુન: કહ્યું, સાંભળે, અહીં કોઈ ઈદ્રશર્મા નામે ગૃહસ્થ છે ? લોકો એ હા પાડી, ત્યાં તો ઈદ્રશર્મા આવીને હાજર થયો અને અંજલિ જેડીને બોલ્યો કે, “ઈદ્રશર્મા હું, શી આજ્ઞા છે ?” સિદ્ધાર્થે કહ્યું, “ભદ્ર ! પ્રથમ તારે એક મેં ખોવાયો છે ?” ઈ દ્રશર્મા વિસ્મય પામીને બેલ્યો-હા. સિદ્ધાર્થ બેલ્યો-તે મેંઢાને આ અદક ભિક્ષુક મારીને ખાઈ ગયો છે અને તેના અસ્થિ બોરડીના વૃક્ષની દક્ષિણ બાજુએ દાટી દીધા છે. લોકો એ કૌતુકથી ત્યાં જઈ તેના અસ્થિ જોયા, અને ત્યાં છે' એમ આવીને તેઓએ કહ્યું. સિદ્ધાર્થ બોલ્યા-તે પાખંડીનું એક ત્રીજુ પણ દુશ્ચરિત છે, પણ હવે હું તે કહીશ નહી.” ગામના લોકો આગ્રહથી વારંવાર બેલ્યા કે, “ભગવદ્ ! પ્રસન્ન થાઓ, અને તે અમને થોડું પણ કહો. તમારી કહેલી અર્ધ કથા પણ ઘણી રમણીક લાગશે.” સિદ્ધાર્થ બોલ્યો કે, “હ તે તે કહીશ જ નહિ. પણ જે તમારે કુતુહલ હોય તો તે અચ્છેદકને ઘેર જઈ તેની સ્ત્રીને પૂછે, તે કહેશે. એટલે લે કે તેને ઘેર ગયા. હવે તે દિવસે તેણે પિતાની સ્ત્રીને મારેલી હતી, તેથી તે રોષવતી થઈ નેત્રમાં અશ્રુ લાવી આ પ્રમાણે ચિંતવતી હતી કે, “આ દુરાશય પતિ અછદકની આંગળીઓ છેદાણી અને બધા લોકો એ તેને તિરસ્કાર કર્યો તે બહુ સારું થયું, હવે જે લોકો હમણું મારી પાસે આવે તો હું તેનું સર્વ દુરિત ખુલ્લું કરી દઉં, કે જેથી એ પાપી મને મારવાનું ફળ પૂરેપૂરું મેળવે. તેવામાં તે ગામના લોકો ત્યાં આવ્યા, અને તેઓએ તે સ્ત્રીને અચ્છેદકના ટુરિત વિષે પૂછયું, એટલે તે બેલી કે, “એ પાપીનું નામ પણ કોણ લે, એ દુષ્ટ કર્મચાંડાળ પોતાની બેનની સાથે વિષયસુખ ભેગવે છે અને કદિ પણ મારી ઈચ્છા કરતો નથી.” આ વાત સાંભળી કળકળાટ કરતા ગામના લો કે અચ્છદકની નિંદા કરતા કરતા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી એ ભિક્ષુક સર્વ ઠેકાણે “પાપી, પાપી’ એમ કહેવાતો તિરસ્કાર પામ્ય અને કેઈઠેકાણેથી તેને ભિક્ષા પણ મળી નહીં. “પ્રતિષ્ઠા રહિત પુરુષને ધિક્કાર છે.”
પછી અચ્છેદક એકાંતે શ્રી વિરપ્રભુ પાસે જઈ દીનપણે નમીને બોલ્યો કે “હે ભગવન! આપ અહીંથી બીજે પધારે, કેમકે જે પૂજ્ય હોય છે તે તે બધે પૂજાય છે. હું તો માત્ર અહીં જ જાણીતો છું, બીજે તો મારું નામ પણ કઈ જાણતું નથી ! “શ ગાળનું શિૌર્ય તેની ગુફામાંજ હોય છે, બહાર હોતું નથી.” હે નાથ ! મેં તમારો અજાણે પણ જે અવિનય ર્યો તેનું ફળ મને હમણાં જ પ્રાપ્ત થયેલું છે, માટે હવે તમે મારા ઉપર કૃપા કરે.” આવા તેના વચન સાંભળીને અપ્રીતિવાળા સ્થાનને પરિહાર કરવાના અભિગ્રહવાળા પ્રભુ ત્યાંથી ઉત્તરે ચાવાળ નામના સન્નિવેશ તરફ ચાલ્યા.
દક્ષિણ અને ઉત્તરે એમ ચાવાલ નામના બે ગામ હતા અને તેની વચમાં સુવર્ણવાળકા તથા રૂમવાળુકા નામે બે નદીઓ હતી. પ્રભુ દક્ષિણ બાજુના ચાવાલ ગામથી ઉત્તર બાજના