________________
પૂર્વ ૧૦ મા
૨૦૯
ચાલશે. કેમકે તે સમયે દુધ નહી' વિગેરે રસવાળા પદાર્થા, પુષ્પ, ફળ કે આમ્ર કાંઈ પણ મળશ નહીં. તેમજ શય્યા આસનાદિ પણ રહેશે નહી. ભરત, ઐરાવત નામના દશે ક્ષેત્રમાં એવી જ રીતે પહેલા દુઃષમા અને પછી દુઃષમાકાળ બને એકવીશ હજાર વર્ષાં સુધી પ્રવર્ત્તશે. અવ સિણીમાં જેમ અંત્ય (ઠ્ઠો) અને ઉપાંત્ય (પાંચમા) એ આરા હોય છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીમાં પહેલા અને બીજો આર હેાય છે, ઉત્સર્પિણીમાં દુઃષમદુઃખમા કાળ (અવસર્પિણીમાં છઠ્ઠા જેવા પહેલા આરા) ને અંત સમયે જુદા જુદા પાંચ જાતિના મેઘ સાત સાત દિવસ સુધી વર્ષશે. તેમાં પહેલા પુષ્કર નામે મેઘ વી પૃથ્વીને તૃપ્ત કરી દેશે. બીજો ક્ષીરમેઘ ધાન્ય ઉત્પન્ન કરશે. ત્રીજો ધૃતમેઘ સ્નેહ (ચીકાસ) રસમય પેદા કરશે. ચાથા અમૃતમેઘ ઔષધિઓને ઉત્પન્ન કરશે. પાંચમે રસમેલ પૃથ્વી વિગેરેને કરશે. એવી રીતે પાંત્રીશ વિસ સુધી શાંતપણે દુ`િન વૃષ્ટિ થશે. પછી વૃક્ષ, ઔષધી, લતા, વલ્લી વગેરે લીલેાતરીએ જોઇ ખીલમાં રહેનારા મનુષ્યેા હર્ષોં પામીને બહાર નીકળશે ત્યારથી ભારતવર્ષની ભૂમિ પુષ્પ ફૂલવતી થશે; એટલે પછી મનુષ્યા માંસનું ભક્ષણ કરશે નહીં, માંસને તજી દેશે. પછી જેમ જેમ કાળ વૃદ્ધિ પામશે તેમ તેમ મનુષ્યેાના રૂપમાં, શરીરના બાંધામાં, આયુષ્યમાં અને ધાન્ય વિગેરેમાં વધારો થતા જશે. અનુક્રમે સુખકારી પવન વાતે, અનુકુળ ઋતુએ થશે, નદીએમાં જળ વૃદ્ધિ પામશે, એટલે તિય ચા અને મનુષ્યા નિરોગી થવા માંડશે.
દુઃષમાકાળને (ઉપિ ણીના ખીજા આરાને) અંતે આ ભારતવર્ષની ભૂમિ ઉપર સાત કુલકર થશે. પેલા વિમલવાહન, બીજે સુદામ, ત્રીજો સ’ગમ, ચેાથેા સુપાર્શ્વ, પાંચમા દત્ત, છઠ્ઠો સુમુખ અને સાતમા સંસુચિ, તેમાં પહેલા વિમલવાહન જાતિસ્મરણ જ્ઞાનવડે રાજ્યને માટે ગામે અને શહેરો વસાવશે; ગાય, હાથી અને અશ્વાનો સંગ્રહ કરશે અને શિલ્પ, વ્યાપાર, લિપિ અને ગણિતાદ્રિ વ્યવહાર લેાકેામાં ચલાવશે. પછી જ્યારે દૂધ, દહિ', ધાન્ય અને અગ્નિ ઉત્પન્ન થશે ત્યારે તે પ્રજાહિતેચ્છુ રાજા લેાકેાને અન્ન રાંધીને ખાવાનો ઉપદેશ કરશે.
જ્યારે આવી રીતે દુઃષમકાળ વ્યતીત થશે ત્યારે શતદ્વાર નામના નગરમાં સમુચિ નામના સાતમા કુળકર રાજાની રાણી ભદ્રા દેવીની કુક્ષિમાં શ્રેણિકના જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. આયુષ્ય અને શરીર વિગેરેથી મારા સરખા તે પદ્મનાભ નામે પહેલા તી કર થશે. ત્યારપછી પૂર્વની જેમ પ્રતિલેામપણે ત્રેવીશ તીર્થં કરા શરીર, આયુ. અંતર વિગેરેથી પૂર્વ સમાન અનુક્રમે ઉત્પન્ન થશે. શ્રેણિકનો જીવપદ્મનાભ નામે પહેલા તીર્થંકર થશે. સુપાર્શ્વના જીવ શૂરદેવ નામે બીજા ત કર થશે, પેટ્ટિલનો જીવ સુપાર્શ્વ નામે ત્રીજા તી કર થશે. દ્રઢાયુનો જીવ સ્વય’પ્રભ નામે ચેાથા તી કર થશે. કાર્તિક શેઠનો જીવ સર્વાનુભૂતિ નામે પાંચમા તીર્થંકર થશે. શ'ખ શ્રાવકનો જીવ દેવશ્રુત નામે છઠ્ઠા તીર્થંકર થશે. નંદના જીવ ઉદય નામે સાતમા તીથ કર થશે. સુનંદનો જીત્ર પેઢાળ નામે આઠમા તી'કર થશે. કૈકસીના જીવ પાટિલ નામે નવમા તી કર થશે. રેવતીનો જીવ શતકીર્ત્તિ નામે દશમા તીર્થંકર થશે. સત્યકિનો જીવ સુવ્રત નામે અગ્યારમા તીથ કર થશે કૃષ્ણ વાસુદેવનો જીવ અમમ નામે બારમા તીથંકર થરો, બલદેવનો જીવ અકષાય નામે તેરમા તીર્થંકર થશે. રાહિણીના જીવ નિષ્કુલાક નામે ચૌદમા તીર્થંકર થશે, સુલસાનો જીવ નિ`મ નામે પંદરમાં તીર્થંકર થશે. રેવતીનો જીવ ચિત્રગુપ્ત નામે સેાળમા તીથંકર થશે. ગવાળીના જીવ સમાધિ નામે સત્તરમા તીર્થંકર થશે. ગાલનો જીવ સવર નામે અઢારમાં તીર્થંકર થશે. દ્વીપાયનનો જીવ યશોધરા
२७