SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૯૭ સરલાશ વાળા આચાર્ય ચૈત્યપૂજામાં અને ધર્મશ્રવણમાં તત્પર એવી યથાર્થ શ્રાવિકા જાણવા લાગ્યા. એક વખતે તે કપટશ્રાવિકાએ આવી આચાર્યને પૂછ્યું કે, ગુરૂવર્ય ! કુળવાળુક સાધુ કયા ? કપટશ્રાવિકાના હદયને નહિ જાણનારા આચાર્યો આ પ્રમાણે તેના ઉત્તરમાં કહ્યું કે, “ધર્મજ્ઞ અને પંચવિધ આચારમાં, તત્પર એવા એક ઉત્તમ મુનિ હતા. તેમને કપિના જે ચપળ એક ક્ષુલ્લક શિષ્ય હતો તે સમચારીથી ભ્રષ્ટ છતાં તેને વારણા તથા સ્મરણાર્દિ વડે ગુરૂએ ઘણી પ્રેરણા કરી, તે પણ તે અતિ દુર્વિનિત ક્ષુલ્લક કિંચિત્ પણ સુધર્યો નહિ. ગુરૂ દુખે સંભળાય તેવી અને શાસ્ત્રમાં કહેલી આચારશિક્ષા તેને આદરથી આપતા હતા. આગમાં કહ્યું છે –કે“બીજા રેષ પામે તેને વિષના જેવી લાગે પણ જે વાત તેને ગુણ કરનારી હોય તે તેને કહી જણાવવી.” પેલો ક્ષુલ્લક ગુરૂની કઠોર કે મધુર કોઈ પ્રકારની શિક્ષા માનતો નહીં, કારણ કે ગુરૂની ગિરાઓ પણ લઘુકમી શિષ્ય ઉપરજ અસર કરે છે. એક વખતે આચાર્ય વિહાર કરતા કરતા ગિરિનગરે આવ્યા. અને તે ભુલકતા શિષ્યને સાથે લઈને ઉજ્જતંગિરિ ઉપર ચડ્યા. ત્યાં દર્શનાદિ કરીને ગુરૂ નીચે ઉતારતા હતા, તે વખતે તે અધમ શિષ્ય ગુરૂને પીસી નાખવા માટે ઉપરથી એક મોટો પાષાણુ દેડવ્યું. તેને ખડખડાટ શબ્દ સાંભળી ગુરૂએ નેત્ર સંકેચીને જોયું, તો વનાળ ગેળાની જેમ તે પાષાણને પડતો દીઠે એટલે તત્કાળ ગુરૂએ જઘા વિસ્તારી એટલે તે પાષાણ તેના અંતરમાંથી નીકળી ગયો. “બુદ્ધિમાન ઉપર પ્રાય: આપત્તિ દુઃખ આપવા સમર્થ થઈ શકતી નથી.” આવા તેના કર્મથી કેધ પામેલા ગુરૂએ તે ક્ષુલકને શાપ આપ્યો કે “હે પાપી ! જા તું કઈ સ્ત્રીના સંગે વ્રતના ભંગને પામીશ.” સુલક બેલ્ય-“હે ગુરૂ ! તમારા શાપને વૃથા કરીશ; એટલે કે ઈ સ્ત્રી જોવામાં જ ન આવે એવા અરણ્યમાં જઈને રહીશ.” આ પ્રમાણે કહીને તે દુર્મતિ જેમ લજજાનો ત્યાગ કરે તેમ ગુરૂને ત્યાગ કરી સિંહની જેમ નિજન અરણ્યમાં ચાલ્યો ગયો. ત્યાં કોઈ પર્વતર્માથી નીકળતી નદીના મૂળ પાસે કાર્યોત્સર્ગ રહ્યો તે માસે કે અઈ માસે કોઈ પથિક આવે ત્યારે કાર્યોત્સર્ગને પાળતો હતો અને પારણું કરતો હતો રીતે નદીના મૂળ પાસે રહીને તે મુનિ તપ કરે છે તેવા માં આકાશ ઉપર વાદળારૂપ ચંદરવા બાંધતી વર્ષાઋતુ આવી, તેમાં અધિક જળ આવવાથી રદ્ર વડે કુલટા સ્ત્રીઓની જેમ નદીઓ બંને કુળ'(કાંઠા)ને લેપવા લાગી અને ઉન્માર્ગગામી થવા લાગી. જે નદીના તટ ઉપર એ મુનિ રહેલા છે ત્યાં જળનું પૂર આવતાં શ્રી અહંતના શાસનની ભક્ત કઈ દેવીએ ચિંતવ્યું કે- “જે હુ આ વખતે ઉપેક્ષા કરીશ તો આ જળનું પૂર તેને તીરે રહેલા મુનિને તટના વૃક્ષની જેમ ઘસડી જશે.” આ પ્રમાણે વિચારીને તે દેવીએ તે ગિરિ. નદીના પૂરને બીજી દિશામાં પ્રવર્તાવ્યું. “તપસ્વીઓને ગમે ત્યાં પણ કુશળતા થાય છે.” ત્યારથી તે મુનિનુ “કુળવાળુક' એવું નામ પડયું. હાલમાં એ મહાતપસ્વી મુનિ અહીં નજીકના પ્રદેશમાં જ રહેલા છે.” આ પ્રમાણે કુળવાળુક મુનિ સંબંધી ખબર મળવાથી જેનું કપટરૂપ વૃક્ષ સફળ થયેલું! છે એવી તે વેશ્યા સધ કૃતાર્થ થઈ હોય તેમ નેત્ર વિકસિત કરતી આચાર્ય પાસેથી ઉઠી અને ત્યાંથી પ્રયાણ કરી તીર્થયાત્રાના મિષથી માર્ગમાં ચેત્યવંદના કરતી કરતી જે પ્રદેશમાં ૧ વિષરસની વૃદ્ધિવડે. અને પિતાનું સાસરાનું અને બંને કુળ. ૨ સ્ત્રીપક્ષે દુરાચારી.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy