SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ સર્ગ ૧૨ મે, અને ચમરેંદ્ર તત્કાલ ત્યાં આવ્યા. તેમણે કૃણિકને કહ્યું કે, “હે ભદ્ર ! શી ઇચ્છા છે ?” તે બોલ્યા- “જો તમે પ્રસન્ન થયા છે તો ચેટકરાજાને હણી નાંખે.” શકે કે ફરીથી કહ્યું કે તે સિવાય બીજુતકાંઈ માગે, કારણ કે ચેટકરાજા શ્રાવક હોવાથી મારો સાધર્મિક છે, તેથી તેને હું કદિ પણ હણુશ નહી. તથાપિ હું તારા દેહની રક્ષા કરીશ કે જેથી તેનાથી તું જીતાઈશ નહીં,” કૃણિકે “gષથતુકહી તે વાત સ્વીકારી. પછી ચમરેદ્ર મહાશિલ. કંટક અને રથમૂશળ નામે બે વિજયદાયક સંગ્રામ કરવાનું કહ્યું. પહેલા મહાશિલા કંટક સંગ્રામમાં દુશ્મન તરફથી મહાશિલા આવે તો તે મોટા શસથી અધિક થઈ પડે છે. બીજા રથમૂશળ સંગ્રામમાં ચારે તરફ ભમવાપણું થાય છે અને તેથી સર્વત્ર સંગ્રામ કરવા ઉઠેલું શત્રુઓનુ સન્ય જોવામાં આવી જાય છે, પછી સુરેંદ્ર, અસુરેંદ્ર, અને નરેંદ્ર (ફૂણિકે) મળીને ચેટકરાજાની સેના સાથે યુદ્ધ કરવા માંડયું, તે વખતે નાગરથી પૌત્ર વરૂણ કે જે શ્રાવકના દ્વાદશ વ્રતને પાળનાર, સમ્યગદષ્ટિ, છઠને છઠે ભજન કરનાર, સંસારથી વિરકત, અને રાજાભિયેગી છઠ્ઠને અંતે પણ અઠ્ઠમ કરનાર હતો, તેની ચેટકરાજાએ ઘણી પ્રાર્થના કરી એટલે તે રથમૂશળ નામના દુસહ સંગ્રામમાં સત્ય પ્રતિજ્ઞા લઈ સેનાપતિ થઈને યુદ્ધ કરવા પેઠો. તે યુદ્ધ કરવા માટે આક્ષેપ કરતો છતો અસહ્ય વેગવાળા રથ વડે કણિકના સેનાપતિ ઉપર ધસી આવ્યું. રથને સામસામા કરી તે બંને યુદ્ધની ઇચ્છાથી જાણે પૃથ્વી પર સૂર્ય અને આવ્યા હોય તેમ એકબીજાની નજીક આવ્યા. કૃણિકનો સેનાપતિ યુદ્ધની માગણી કરતે છતે વરૂણની સામે ઊભું રહીને તેને “ઘા કર, ઘા કર એમ કહેવા લાવ્યો. તેના ઉત્તરમાં વરૂણ બે કે-હે મહાભુજ ! હું શ્રાવક છું, તેથી મારે એવું વ્રત છે કે, કોઈની ઉપર પ્રથમ પ્રહાર કરે નહીં.' તે સાંભળી “હે મહાસત્વ ! સાબાશ છે' એમ કહી કણિકના સેનાપતિએ તેની ઉપર બાણ છોડયું કે જેથી વરૂણનું મર્મસ્થાન વિધાઈ ગયું, પછી વરૂણે રાતા નેત્ર કરી એક પ્રહાર વડે જ કૃણિકના સેનાપતિને યમદ્વારમાં પહોંચાડી દીધે; અને તત્કાળ ગાઢ પ્રહારથી વિધુર થયેલે તે રણમાંથી નીકળી ગયે. બહાર નીકળી એક ઠેકાણે તૃણને સંથાર કરી તે પર બેસીને તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યો આ શરીર વડે સર્વ રીતે સ્વામીનું કાર્ય કર્યું છે, હવે અંતકાળ સમીપ આવેલો હેવાથી સાધવાને અવસર છે, તેથી હવે મહાપૂજ્ય એવા અરિહંત, સર્વ સિદ્ધ, સાધુઓ અને કેવળી ભગવંતે કહેલા ધર્મનું મારે શરણ હો; હું સર્વ જીવોને ખમાવું છું; તેઓ બધા મારા અપરાધને ખમ. મારે હવે સર્વ જીવો સામે મૈત્રી છે, કેઈની સાથે શૈર નથી. ત્રણ જગતમાં મારું કઈ નથી અને હું કઈ નથી. મારામાં જે જગના પદાર્થો પર મમતા હતી, તેને હુ છોડી દઉં છું. મેં મૂઢ થઈને કયા કયાપા સ્થાનકે સેવ્યા નથી ? હવે અત્યારે નિગી થયેલે એ જે હું તેના સર્વ દુષ્કૃત્ય મિથ્યા થાઓ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીપણામાં જે જે દુષ્કૃત્ય કર્યા હોય તે સર્વને હું બિંદુ છું, શ્રી વીરપ્રભુ એક જ મારી ગતિ હો” આ પ્રમાણે આરાધના કરીને તેણે ચતુવિધ આહારના પચ્ચખાણ કર્યો અને પછી સમાહિત મને નવકાર મંત્રનું ધ્યાન કર્યું. એ સમયે વરૂણને એક મિત્ર મિથ્યાત્વી હતા, તે રણમાંથી એકાએક બહાર નીકળી વરૂણની પાસે આવ્યું અને આ પ્રમાણે બે કે – હે મિત્ર! હું તમારા સ્નેહથી વેચાણ થયેલ છું, તેથી અજ્ઞ છતાં પણ તમારા અંગીકાર કરેલા માર્ગને સ્વીકારું છું. એમ કહીને તે પણ તેની જેમ ધ્યાનપરાયણ થયે. વરૂણ નવકાર મંત્રને જપતે છતો ધર્મધ્યાનમાં પરાયણ થઈ સમાધિ વડે મરણ પામીને
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy