________________
પર્વ ૧૦ મું
૧૮૭ પર પારેવાની પણક્રીડા અને કુકડાના યુદ્ધ પણ થશે નહિ. નિઃસીમ વૈભવવાળે તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામે જિનમંદિર કરાવવાથી બધી પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરશે, અને સમુદ્ર પર્યત પ્રત્યેક માર્ગ તથા પ્રત્યેક નગરે અહંત પ્રતિમાની રથયાત્રાનો મહોત્સવ કરાવશે. દ્રવ્યને પુષ્કળ દાન વડે જગતને ઋણમુક્ત કરીને તે રાજા આ પૃથ્વી ઉપર પિતાને સંવત્સર ચલાવશે.
આ મહાન પ્રતાપી કુમારપાળ રાજા એક વખતે કથા પ્રસંગમાં ગુરૂમુખથી કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી અને રજમાં ગુપ્ત થયેલી તે પ્રતિમાની વાત સાંભળશે, જેથી તત્કાળ તે ધળિનું સ્થાન ખોદાવી એ વિશ્વપાવની પ્રતિમાને બહાર કાઢી લઈ આવવાને મનોરથ કરશે. તે વખતે મનનો ઉત્સાહ અને બીજા શુભ નિમિત્તોવડે એ રાજા પ્રતિમાને હસ્તગામી થવાનો સંભવ માનશે. પછી ગુરૂની આજ્ઞા લઈ ગ્ય પુરૂષની યેજના કરીને વીતભય નગરના તે સ્થળને ખોદાવવાને આરંભ કરશે તે વખતે પરમ આહંતુ એવા તે રાજાના સત્ત્વથી શાસનદેવતા ત્યાં આવીને સાનિધ્ય કરશે. કુમારપાળ રાજાના ઘણું પુણ્યથી ખેદાવવા માંડેલા સ્થળમાંજ તત્કાળ તે પ્રગટ થશે. તે સાથે તે પ્રતિમાની પૂજાને માટે ઉદાયન રાજાએ આપેલા ગામને આજ્ઞાલેખ પણ પ્રગટ થશે. રાજાએ નીમેલા પુરૂષે પ્રાપ્ત થયેલી છે પ્રતિમાને નવીન હોય તેમ યથાવિધિ પૂજા કરીને રથમાં બેસાડશે. માર્ગમાં તેની અનેક પ્રકારે પૂજાએ થશે, તેની પાસે અહોરાત્રી સંગીત થયા કરશે, તેની સમીપે ગામડાની સ્ત્રીઓ તાળીઓ દઈને રાસડા લેશે, પંચશબ્દ વાજીંત્રે હર્ષ પૂર્વક વાગશે, અને તેની બંને બાજુ ચામરે વીંજાતા જશે. એવી રીતે મેટી ધામધુમ સાથે એ પ્રતિમાને રક્ષકજનો પાટણના સીમાડામાં લાવશે. તે હકીકત સાંભળીને અંતઃપુર પરિવાર સહિત ચતુરંગ સેનાથી પરવારેલે કુમારપાળરાજા સર્વ સંઘની સાથે તે પ્રતિમાની સામે જશે. ત્યાં જઈ તે પ્રતિમાને પોતાને હાથે રથમાંથી ઉતારી હાથી ઉપર બેસાડીને મોટા ઉત્સવ સાથે પોતાના નગરમાં પ્રવેશ કરાવશે. અને પિતાના રાજભવનની પાસેના ક્રિડાભવનમાં રાખીને તેની વિધિપૂર્વક ત્રિકાળ પૂજા કરશે. પછી તે પ્રતિમાને અર્થે ઉદાયનરાજાએ જે આજ્ઞાલેખ લખી આપ્યો હતો. તે વાંચીને કુમારપાળ તેને પ્રમાણ કરશે. નિષ્કપટી કુમારપાળરાજા તે પ્રતિમાને સ્થાપન કરવા માટે એક સ્ફટિકમય પ્રાસાદ કરાવશે. જાણે અષ્ટાપદ પર રહેલા પ્રાસાદને યુવરાજ હોય તે તે પ્રાસાદ જેવાથી જગતને વિસ્મય પમાડશે. પછી તે પ્રાસાદમાં તે પ્રતિમાનું સ્થાપન કરશે. એ પ્રમાણે
સ્થાપિત કરેલી તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળરાજા પ્રતિદિન પ્રતાપ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણમાં વૃદ્ધિ પામ્યા કરશે. હે અભયકુમાર ! દેવ અને ગુરૂની ભક્તિ વડે એ કુમારપાળ રાજા આ ભારતવર્ષમાં તારા પિતાની જે થશે.”
આ પ્રમાણે શ્રી વિરપ્રભુની પાસેથી સાંભળીને અભયકુમાર પ્રભુને નમી શ્રેણિકરાજા પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે-“હે પિતાજી ! જે હું રાજા થઇશ તો પછી મારાથી મુનિ થવાશે નહીં, કારણ કે શ્રી વિરપ્રભુએ ઉદાયન રાજાને છેલ્લા રાજર્ષિ કહ્યા છે. શ્રી વિરપ્રભુ જેવા સ્વામીને પામીને અને તમારા પુત્રપણાને પામીને જે હું આ ભવદુઃખનો છેદ ન કરે તો મારા જેવો બીજો કયે પુરૂષ અધમ કહેવાય ? હે તાત! હું નામથી અભય છું, પણ ભવભયથી સભય છે, માટે જ આજ્ઞા આજ્ઞા આપે તે હું ત્રણ ભુવનને અભય આપનારા શ્રી વીર પ્રભુને આશ્રય કરૂં, અભિમાનરૂપ સુખના હેતુભૂત એવા રાજ્યથી મારે ૧ પણ-હેડ કરીને પરસ્પર લડાવવા તે. ૨ વિશ્વને પવિત્ર કરનારી.