SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ સુ ૧૭૫ નરકનુ કારણ છે, તેા આ સ્ત્રીહત્યાની તેા વાતજ શી કરવી ? માટે હવે તો મારે ચારિત્ર અ’ગીકાર કરવુ... તે જ શ્રેયકારી છે.' પછી રાજ્ઞીએ તે દુનિમિત્ત રાજાને જણાવી પોતે કરેલું શ્રીહત્યાનુ મહાપાપ અને પેાતાને થયેલ વૈરાગ્ય પણ અજલિ જોડીને જણાવ્યા. પછી પ્રાથના કરી કે “હે સ્વામિન્ ! હું ખરેખર અલ્પાયુ છું, તેથી સવવરિતને માટે મને હમણાજ આજ્ઞા આપે।. પ્રથમ તમે મને મસ્તક વગરની જોઈ હતી અને હમણા મેં વસ્રના રંગને ફાફેર જોયા, આ છે દુનિમિત્ત થયા. આ એ દુર્નિમિત્તથી મને અલ્પાયુષ્યના નિશ્ચય થાય છે, તેથી હવે અહી' સમયને ચાગ્ય દીક્ષા ગ્રહણ કરવામાં મને વિઘ્ન કરશેા નહી.' આવી રીતે જ્યારે તેણીએ ઘણા આગ્રહથી કહ્યું, ત્યારે રાજા ખેલ્યા કે-મહાદેવી ! જે તમને રૂચે તે કરો. પણ હે દેવી ! તમે દેવપણાને પામે તે જરૂર મને પ્રતિષેધ કરવા આવો. મારે માટે ક્ષણવાર સ્વના સુખને અતરાય સહન કરજો.' તે વાત કબુલ કરીને પ્રભાવતો સવિરતિપણુ' અ’ગીકાર કરી અનશન આરાધીને મૃત્યુ પામી અને પ્રથમ દેવલાકમા મહદ્ધિક દેવતા થઈ. દેવાધિદેવની પ્રતિમા જે અંતઃપુરના ચૈત્યમાં રાખી હતી તેને દેવદત્તા નામની પ્રભાવતીની કુબ્જા દાસી તે જ પ્રમાણે પૂજતી. દેવતા થયેલ પ્રભાવતીએ ઉદાયનરાજાને ઘણી રીતે પ્રતિબોધ પમાડવા માંડયા પણ તે પ્રતિબોધ પામ્યા નહીં; તેથી અવધિજ્ઞાન વડે તેના ઉપાય ચિંતવીને આ પ્રમાણે પ્રયાગ કર્યાં. એક વખતે તે પ્રમાવી દે તાપસને રૂપે હાથમાં દિવ્ય અમૃતફળ ભરેલુ` પૂર્ણ પાત્ર લઇ ઉદાયનરાજા પાસે આવ્યા. એક તો તાપસ ને વળી તે આવી ઉત્તમ ભેટ લઇને આવ્યા, તેથી સાતુ અને સુગ'ધ જેવુ થયુ', એમ ધારી તાપસના ભક્ત રાજાએ તે તાપસને ઘણુ માન આપ્યું. પછી જાણે પરમાનંદના બીજ હોય તેમ પાકાં અને કપૂરની ખુરાખોવાળાં તે ઇષ્ટ ફળ રાજાએ ભક્ષણ કર્યાં. તેથી પ્રસન્ન થઈ ને રાજાએ તે તાપસને પૂછ્યું કે, ‘હે મહાશય ! આવાં અપૂર્વાં ફળ તમે કયાંથી મેળવ્યાં ?તે સ્થાન મને ખતાવા.' તાપસ ખોલ્યા-આ નગરની નજીકમાં વિશ્રામ નામે એક આશ્રમ છે, તેમાં આવાં ફળા થાય છે.' રાજાએ કહ્યું કે, 'ચાલેા, મને તે આશ્રમ બતાવે.' પછી દેવતા રાજાને જાણે વિદ્યા આપવી હોય તેમ ત્યાં એક જ સાથે લઇ ચાલ્યા. થોડેક દૂર જઈને તેણે પોતાની દિવ્ય શક્તિથી તેવાં જ કળાથી મનારમ અને અનેક તાપસાથી વ્યાપ્ત એવું નંદનવન જેવું એક ઉદ્યાન બતાવ્યુ. ‘આ તાપસેતુ વન છે, અને તેના પર મારી ભક્તિ છે, તેથી હવે અહી મારી ફળની ઇચ્છા પૂર્ણ થશે.' એવુ ધારી રાજા વાનરની પેઠે ફળેા લેવા દોડયો. એટલે તત્કાળ તે માયાવી તાપસા ક્રોધથી તેની સામે દોડી આવ્યા અને રાજાને મારવા માંડયો, તેથી ક્રોધ પામીને નષ્ટ બુદ્ધવાળા રાજા ચારની જેમ નાસવા લાગ્યા. નાસતાં નાસતાં તેણે આગળના ભાગમાં સાધુઓને ઉભેલા જોયા, તેમણે રાજાને ‘મય પામેા નહિ' એમ કહ્યું, એટલે રાજા તેમને શરણે ગયા. તેમણે કરેલી આશ્વાસનાથી સ્વસ્થ થઇને રાજાએ ચિંતળ્યુ કે, ‘ધિક્કાર છે. આ ક્રૂર કર્મવાળા તાપસાને કે જેએએ મને જન્મથી જ છેતર્યા છે.’ પછી સાધુએ એ તેને શિક્ષા આપી કે, ‘આ સંસારમાં એક ધર્મ જ શરણુ કરવા યેાગ્ય છે. તેથી ધર્માથી સદ્દબુદ્ધિવાળા પુરૂષે દેવ, ધર્મ અને ગુરૂની પરીક્ષા કરવી. અઢાર દોષોથી મુક્ત હોય તે જ દેવ, જેમાં દયા મુખ્ય હોય તે જ ધર્મ અને બ્રહ્મચારી તથા આરંભ પરિગ્રહ રહિત હોય તે જ ગુરૂ કહેવાય છે.’ ઇત્યાદિક ઉપદેશ વડે તે સાધુએ એ રાજાને પ્રતિબોધિત કર્યાં. તેથી હૃદયમાં કોતર્યા હોય તેમ જિનધર્મ તેના ચિત્તમાં સ્થિર થયા, પછી તે દેવા પ્રત્યક્ષ થઈ રાજાને અર્હત્ ધમ માં ૧ દૃષ્ટિ આનંદને આપે તેવા.-સુંદર.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy