________________
ધ્રુવ ૧૦ મુ‘
રાજગૃહીપુરીને ઘેરી લીધું, પછી અભયકુમારે દે જેવી મધુર વાણી ખેલનારા ગુપ્ત પુરૂષદ્વારા પ્રદ્યોતરાજાની ઉપર એક ખાનગી લેખ મોકલ્યા. તેમાં લખ્યુ· કે, શિવાદેવી અને ચિહ્નણાની વચ્ચે હું જરા પણ ભેદ જોતો નથી, તેથી તમે પણ શિવાદેવીના સંબધથી મારે માનવા ચેાગ્ય છેા. હું ઉજ્જયિનીના રાજા ! તેજ કારણથી તમારૂ એકાંત હિત કરવાની ઇચ્છાથી હું તમને જણાવુ' છું કે, તમારી સાથેના બધા રાજાઓને શ્રેણિકરાજાએ ખુટવી દીધા છે. તેઓને સ્વાધીન કરવા માટે તેમણે પુષ્કળ સેાનૈયા માકલ્યા છે. જેથી તે લાગ જોઈ તમને બાંધીને મારા પિતાને સાંપી દેશે. તેની ખાત્રીને માટે તેઓના વાસગૃહમાં તેઓએ સોમૈયા દાટવા હશે તે ખાદાવીને જોઈ લેજો, કેમકે દીપક છતાં અગ્નિને કોણ જુવે.” આ પ્રમાણેના પત્ર વાંચી તેણે એક રાજાના આવાસ નીચે ખાદાવ્યું, તે ત્યાંથી સોનૈયા નીકળ્યા, એટલે પ્રદ્યોતરાજાએ એકદમ ત્યાંથી પડાવ ઉઠાવી ઉચિની તરફ ભાગવા માંડયું. તેના નાસી જવાથી સર્વાં સૌન્ય સાગરની જેમ ક્ષેાભ પામી ગયું, એટલે મગધપતિએ તેમાંથી ઘેાડા વિગેરે જેટલું લેવાય તેટલું લઈ લીધું'. જીવ નાસિકાએ ચડાવીને પ્રદ્યોત રાજા તો વાયુવેગી અશ્વ વડે ઉતાવળા પેાતાની નગરીમાં પેસી ગયા. તેની સાથે જે મુગટન્દ્રે રાજાએ અને બીજા મહારથી હતા તેએ પણ કાગડાની જેમ નાસી ગયા. કારણકે નાયક વગરનું સૈન્ય હણાયેલુ' જ છે.” કેશ ખાંધવાના પણ અવકાશ ન મળવાથી છુટા કેશ તેમજ છત્ર વગરના મસ્તકવડે નાસતા તેઓ પ્રદ્યોતરાજાની પછવાડે ઉજ્જયિનીમાં આવી પહેાંચ્યા. પછી પરસ્પર વાતચીત થતાં ‘આ બધી અભયકુમારની માયા છે, અમે પુછ્યા નથો,' એમ કહી તેઓએ સોગન ખાઇને પ્રદ્યોતરાજાની ખાત્રી કરી આપી.
૧૬૩
એકદા ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતે ક્રધપૂર્વક સભા વચ્ચે કહ્યું કે, “જે કાઈ અભયકુમારને ખાંધી લાવીને મને સાંપશે તેને હું ખુશી કરીશ.' તે વખતે કોઈ એક ગણિકા હાથ ઉંચા કરીને બોલી કે “એ કામ કરવામાં હું સમ છું.' તે સાંભળી પ્રદ્યોતરાજાએ તેને આજ્ઞા કરી કે, ‘તે કામ તુ કર, તારે જેટલી જોશે તેટલી દ્રવ્ય વિગેરેની સહાય હું આપીશ.’ તેણીએ વિચાર્યું` કે, ‘અભયકુમાર બીજા કોઈ ઉપાયાથી પકડાશે નહી, તેથી ધનુ છળ કરીને મારૂં કાર્ય સાધ્ય કરૂં.' આમ વિચારી તેણીએ બીજી બે યુવાન સ્ત્રીઓની માગણી કરી. રાજાએ તે આપી અને પુષ્કળ દ્રવ્ય આપ્યું. પછી તે ત્રણે સ્ત્રીએ કોઈ સાધ્વીની આદરપૂર્ણાંક ઉપાસના કરીને ઘણી ઉગ્ર બુદ્ધિવાળી હોવાથી ઘેાડા વખતમાં બહુશ્રુત થઇ, ત્રણ જગતને છેતરવાને માયાની ત્રણ મૂર્ત્તિ હોય તેવી તે ત્રણે શ્રેણિકના નગરમાં આવી. તે વારાંગનાએ એ નગરની બહાર ઉદ્યાનમાં નિવાસ કર્યા, અને પછી ચૈત્યાના દન કરવાની ઈચ્છાએ તેણીએ શહેરમા આવી. અતિશય વિભૂતિવડે નૈષેધિકી વિગેરે ક્રિયા કરીને અને પ્રભુની પૂજા કરીને તેમણે માલકાશ વિગેરે રાગરાગણીમાં પ્રભુની સ્તુતિ કરવા માંડી. તે વખતે દેવ વાંઢવાની ઈચ્છાએ અભયકુમાર ત્યાં આવેલ હતા, તેણે પેાતાની આગળ પ્રભુની સ્તવના કરતી તે ત્રણે સ્ત્રીઓને દીઠી. તેથી ‘મારા પ્રવેશથી આ શ્રાવિકાઓને દેવભક્તિમાં વિન ન થાઓ.' એમ ધારી તે દ્વારની પાસેજ ઊભા રહ્યો. ર'ગમંડપમાં પેઠે નહીં. પછી મુક્તા શુક્તિ મુદ્રાવડે પ્રણિધાન સ્તુતિ કરીને તે ઊભી થઈ, એટલે અભયકુમાર અંદર આળ્યે, અને તેની સુ ંદર ભાવના, સુંદર વેષ અને ઉપશમ ભાવ જોઈ, તેની પ્રશ'સા કરી આનંદપૂર્વક ખેલ્યા કે, “ભદ્રે ! સારે ભાગ્યે મને તમારા જેવા સાધિમ કનેના સમાગમ થયા છે. “આ સંસારમાં વિવેકીને સાધમી જેવા કોઈ બંધુ નથી. તમે કેણુ છે ! અહી કેમ