________________
સર્ગ ૧ લે પ્રમાણે કહીને નયસોર તે મહામુનિઓને જ્યાં પિતાનું ભજનસ્થાન હતું ત્યાં લઈ ગયો, પછી પિતાને માટે તયાર કરી લાવેલા અનપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યા. એટલે મુનિઓએ ત્યાંથી બીજે જઈને વિધિવડે તેને આહાર કર્યો. ભજન કરીને નયસાર મુનિઓની પાસે આવ્યો. પ્રણામ કરી કહ્યું કે, “હે ભગવંત ! ચાલ હું તમને નગરનો માર્ગ બતાવું. પછી તેઓ તેની સાથે ચાલ્યા અને નગરીને માગે આવ્યા; એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ધર્મ સંભળાવ્યું. તે સાંભળીને આત્મા ને ધન્ય માનતા નયસારે તેજ વખતે સમકિત પ્રાપ્ત કર્યું. પછી તેમને વાંદીને તે પાછો વળે અને બધા કાષ્ઠો રાજાને મોકલાવીને પોતે પિતાના ગામમાં આવ્યો.
પછી મેટા મનવાળે નયસાર સદા ધર્મનો અભ્યાસ કરતો. સાત તત્વને ચિંતવતે અને સમકિતને પાળતો કાળ નિગમન કરવા લાગ્યા. એ પ્રમાણે આરાધના કરતા નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયે.
આ ભરતક્ષેત્રમાં વિનીતા નામે શ્રેષ્ઠ નગરી છે. જે નગરીને યુગાદિ પ્રભુને માટે દેવતાઓએ પૂર્વે વસાવેલી હતી. તેમાં શ્રી ઋષભસ્વામીના પુત્ર ભરત, નવ નિધિ અને ચોદ રનના સ્વામી ચક્રવતી થયા હતા. તેને ઘેર આ ગ્રામચિંતક નયસારને જીવ પુત્રપણે અવતર્યો. તે આસપાસ મરિચિ (કિરણો)ને ફેલાવતો હતો તેથી તેનું મરિચિ એવું નામ પાડયું હતું. એક વખતે શ્રી કૃષભસ્વામીના પ્રથમ સમવસરણમાં પિતા અને ભ્રાતાની સાથે તે મરિચિ પણ ગમે ત્યાં દેવતાઓએ કરેલે પ્રભુને મહિમા જેઈને અને ધર્મ સાંભળીને સમકિત પ્રાપ્ત થતાં તેણે તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. સારી રીતે યતિધર્મને જાણીને પિતાના શરીરમાં પણ નિઃસ્પૃહ થયેલા ત્રિગુપ્તિ તથા પંચ સમિતિને ધરતા અને કષાયને વજેતા એ મહાવ્રતી મરિચિ મુનિ સ્થવિર સાધુઓની પાસે એકાદશ અંગને ભણતા શ્રી ઋષભપ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા.
એ પ્રમાણે ઘણા કાળ પર્યત વિહાર કરતાં અન્યદા ગ્રીષ્મઋતુ આવી. તે સમયે અતિ દારૂણ સૂર્યના કિરણો પડવાથી તપેલી પૃથ્વીની રજ વટેમાર્ગના ચરણના નખને રાંધી નાંખવા લાગી. તે વખતે જેના સર્વ અંગ સ્વેદથી આ થઈ ગયા છે અને પહેરેલાં બે વસ્ત્રો મળવડે લિપ્ત બની ગયા છે એવા તે મરિચિ મુનિ તૃષાથી પીડિત થયા છતા તત્કાળ ચારિત્રાવરણીય કર્મના ઉદયથી આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. મેરૂ પર્વતની જેમ વહન થઈ શકે નહીં તેવા આ સાધુપણાના ગુણોને વહન કરવાને હવે હું સમર્થ નથી; કારણ કે હું તે નિર્ગુણી અને ભવની આકાંક્ષાવાળો છું. પણ હવે વ્રતનૉ ત્યાગ પણ શી રીતે થાય? કેમકે ત્યાગ કરવાથી તે લેકમાં લજજા પ્રાપ્ત થાય તેમ છે. પણ એ એક ઉપાય છે કે જેથી વ્રત પણ કાંઈક રહે અને આવો શ્રમ પડે નહીં. આ શ્રમણ ભગવંતે ત્રિદંડથી વિરક્ત છે અને હું તે દંડથી જીતાયેલો છું. તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ. આ સાધુઓ કેશના લોચથી મુંડ છે અને હું તે શસ્ત્રવડે કેશને મુંડાવવાવાળા તેમજ શિખાધારી થાઉં. વળી આ સાધુઓ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉં. આ મુનિએ નિષ્કિચન છે અને હું મુદ્રિકાદિક પરિગ્રહધારી થાઉં. મુનિએ મોહરહિત છે અને હું મોહવડે આચ્છાદિત હોવાથી છત્રવાળો થાઉં. આ મહર્ષિઓ ઉપનિહરાહત ૧ મનદંડ, વચનદડ, કાયદડ.