________________
પર્વ ૧૦ મું
૧૫૧ ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રભુને વંદના કરી. પછી સમૃદ્ધિથી ગર્વિત થઈ પોતાને યોગ્ય એવા સ્થાન ઉપર બેઠે.
એ વખતે દશાર્ણપતિને સમૃદ્ધિને ગર્વ થયેલે જાણી તેને પ્રતિબોધ કરવાને માટે ઈદે એક જળમય વિમાન વિકુવ્યું. તેમાં સ્ફટિક મણિ જેવા નિર્મળ જળના પ્રાંતભાગે સુંદર કમળ વિકસ્વર થયેલા હતા, હંસ તથા સારસ પક્ષીઓના મધુર શબ્દના પ્રતિનાદ થઈ રહ્યા હતા, દેવવૃક્ષો અને દેવતાઓની શ્રેણિમાંથી ખરી પડતા પુષ્પોથી તે શેભિત હતું, નીલકમલેની શેભાથી તે ઈન્દ્રનીલ મણિમય હોય તેવું લાગતું હતું, મરકત મણિમય નલીનીમાં સુવર્ણમય વિકસ્વર કમળોને પ્રકાશ પ્રવેશ થતાં તે અધિક ચળકતું હતું અને જળના ચપળ તરંગેની માળાઓથી તે પતાકાની શેભાને ધારણ કરતું હતું. આવા જળકાંત વિમાનમાં ઈદ્ર દેવતાઓની સાથે બેઠો. તે વખતે હજારે દેવાંગનાએ તેને ચામર વીંજવા લાગી અને ગાંધેએ આરંભેલા સંગીતમાં તે જરા જરા કાન આપવા લાગ્યું. આ પ્રમાણે પ્રભુના ચરણથી પવિત્ર એવી નીચેની પૃથ્વી તરફ દષ્ટિ કરતો ઈંદ્ર મનુષ્યલોકમાં આવ્યા. નીચેની ઉતરતાં ઉતરતાં મરકત મણિના નાળથી વિરાજિત સુવર્ણના કમળ ઉપર જાણે ચરણ સહિત પર્વત હોય તેમ ચરણ મૂકતો મૂકતો, મણિમય આઠ જંતુશળથી શોભિત અને દેવદૂષ્ય વસ્ત્રોથી જેની પીઠ આચ્છાદિત કરેલી છે એવા અરાવત હાથીપર ઈદ્ર ચડ્યો. તે વખતે તે હસ્તી પર પ્રથમથી આરૂઢ થયેલી દેવાંગનાઓએ તેને હાથને ટેકે આખે. પછી જિનેન્દ્રના ચરણમાં વંદન કરવાને ઇચછનાર ભક્તજનોમાં શિરોમણિ ઈવે ભક્તિભાવિત ચિત્તે સમવસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે તેના જળકાંત વિમાનમાં આવેલી ક્રિડાવાપીઓમાં રહેલા દરેક કમળની અંદર સંગીત થવા લાગ્યું. પ્રત્યેક સંગીતે ઈદ્રના જેવા વૈભવવાળે એકેક સામાનિક દેવ દિવ્યરૂપ તથા સુંદર વેષયુક્ત દેખાવા લાગ્યા. તે દરેક દેવનો પરિવાર ઈદ્રના પરિવારની જેમ મહદ્ધિક અને વિશ્વને વિસ્મયકારક હતો. આવી વિમાનની સમૃદ્ધિથી ઈદ્ર પોતે વિસ્મય પામી ગયો, તે પછી તેથી ઉણ ઉણ સમૃદ્ધિવાળા બીજાની તો શી વાત કરવી?
- પછી સમવસરણમાં રહેલા સુરનરોએ વિસ્મયથી જોયેલા ઈદે કંઠમાં પહેરેલા હારને પૃથ્વી પર લટાવતા છતા પ્રભુને વારંવાર પ્રણામ કર્યા. ઈદ્રની આવી પારાવાર સમૃદ્ધિ જઈને દશાર્ણભદ્રરાજા શહેરની સમૃદ્ધિ જઈને ગ્રામ્ય જન થઈ જાય તેમ ક્ષણવાર તો ખંભિત થઈ ગયું. પછી વિસ્મયથી વિકસિત નેત્ર કરીને તેણે વિચાર્યું કે, “અહે ! આ ઈદ્રના વિમાનની કેવી લોકોત્તર શોભા છે ? અહો ! આ અરાવત હાથીના ગાત્ર કેવા સુંદર છે? અહો ! આ ઈદ્રના વૈભવનો વિસ્તાર તે કોઈ અલૌકિક જણાય છે ! મને ધિક્કાર છે કે, મેં મારી સંપત્તિનું અભિમાન કર્યું. મારી અને આ ઈદ્રની સમૃદ્ધિ વચ્ચે તે એક ખાબોચીયા ને સમુદ્રના જેટલું અંતર છે. મેં આ મારી સમૃદ્ધિના ગર્વથી મારા આત્માને તુચ્છ કર્યો. પૂર્વે આવી સમૃદ્ધિ નહીં જોયેલી હોવાથી હું એક કુવાના દેડકાની જે હતો” આવી ભાવના ભાવતાં ભાવતાં હળવે હળવે વૈરાગ્ય આવવાથી અલ્પ કર્મને લીધે તેના અત્યંત શુભ પરિણામ થયા. તેમણે વિચાર્યું કે, “આવી સમૃદ્ધિથી ઈદ્ર મને છતી લીધે છે, તથાપિ હવે દીક્ષા લઈને હું તેને પરાજય કરીશ. વળી દીક્ષા લઈને કેવળ તેને જ વિય કરીશ એમ નહી પણ ભવભ્રમણ કરાવનારા જે કમરૂપ શત્રુઓ છે, તેમને પણ જીતી લઈશ.” આવી રીતે વિચારીને વિવેકી દશાણપતિએ તત્કાળ ત્યાં જ મુગટ અને કડાં વિગેરે આભૂષણો કાઢી નાખ્યા, અને જાણે કમરૂપ વૃક્ષના મૂળી ખેંચી કાઢતો હોય તેમ