SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ પર્વ ૧૦ મું સુલસા ત્યાં ગઈ નહી, એટલે અંડે તેને ચળાવવા માટે કઈ પુરૂષને તેની પાસે મોકલ્યો. તેણે આવીને આ પ્રમાણે કહ્યું કે, “હે સુલસા ! શ્રી વિશ્વસ્વામી જિનેશ્વર નગરની બહાર સમવસર્યા છે, હે ભદ્ર! તેમને વાંદવા ચાલે, શા માટે વિલંબ કરે છે ?” સુલસા બેલી કે-“વીશમાં તીર્થકર જગદ્દગુરૂ શ્રીવીર પ્રભુ નથી.” તે બોલ્યા કે, “અરે મુશ્કે! આ તે પચીસમા તીર્થંકર છે, માટે તેમને પ્રત્યક્ષ આવીને જુવે.” સુલસા બેલી કે “કદિ પણ પચ્ચીશ તીર્થકર હાય જ નહીં, માટે આ તે કોઈ માઠી બુદ્ધિવાળો મહાપાખંડી જણાય છે. તે બિચારા ભેળા લેકોને ઠગે છે.” તે બોલ્યો-“ભદ્ર! આવું બોલે નહીં, આથી જૈનશાસનની પ્રભાવના થશે, તેથી તમારે શી હાનિ થવાની છે માટે ત્યાં ચાલે.” સુલસા બોલી આવા ખોટા પ્રપંચથી કાંઈ જૈનશાસનની પ્રભાવના થતી નથી, પણ તેથી તો અપ્રભાવના જ થાય છે.” આવી રીતે સુલતાને અચલિત મનવાળી જેઈ અંબડ હૃદયમાં પ્રતીતિ લાવીને ચિંતવવા લાગ્યો કે, “જગદ્ગુરૂ શ્રી વીરપ્રભુએ ભરસભામાં આ સતીની સંભાવના કરી તે ઘટિત જ છે, કારણ કે હું મોટી માયાએ કરીને પણ તેણુને સમકિતથી ચલિત કરી શક્યો નહિ.” પછી તે બધા પ્રપંચ સંહરી લઈ પિતાને મૂળરૂપે નૈધિકી બોલતે સુલતાના ઘરમાં પેઠે. સુલસા ઊભી થઈને સામી આવી અને બોલી કે, હે ધર્મબંધુ! જગબંધુ વીરપ્રભુના ઉત્તમ શ્રાવક! તમને સ્વાગત છે !” આ પ્રમાણે કહીને પછી માતાની જેવી વત્સલ સુલસાએ તેના ચરણ ધોયા અને પિતાના ગૃહત્યની વંદના કરાવી. તે ચૈત્યને વંદના કરીને પછી અંબડ શુદ્ધ બુદ્ધિએ બે કે-“ભદ્રે ! મારા વચનથી તું શાશ્વત ચૈત્યને વંદના કર.” પછી પૃથ્વી પર મસ્તક નમાવી તેણીએ જાણે પ્રત્યક્ષ જોતી હોય તેમ મનમાં ભક્તિભાવ લાવીને વંદના કરી. અંબડે ફરીવાર કહ્યું કે “આ જગતમાં તું એકજ ગુણવતી છે, કે જેના ખબર વીરપ્રભુએ મારા મુખથી પૂછળ્યા છે. તે સાંભળી સુલસાએ હર્ષ પામીને પ્રભુને વંદના કરી અને રોમાંચિત શરીરે ઉત્તમ વાણીથી પ્રભુની સ્તુતિ કરી. ફરીવાર પરીક્ષા કરવાની ઈરછાએ તે ચતુર બે કે “હે ભ! હમણ બ્રહ્માદિક દેવે આ નગરની બહાર પ્રગટ થયા હતા અને ધર્મના વ્યાખ્યા કરતા હતા; નગરજને તેમને વાંદવા ગયા હતા અને તેની પાસે ધર્મ સાંભળ્યું હતું, પણ તમે કૌતુકથી પણ ત્યાં કેમ ગયા નહોતા?? જુલસા બેલી, “હે મહાશય! તમે જાણો છો, તે છતાં અજ્ઞાનીની જેમ કેમ પૂછો છે ? તે બિચારા બ્રહ્માદિક તે કોણ માત્ર છે? હિંસા કરવાને શસ્ત્ર રાખનારા અને ભગ કરવાને સ્ત્રીને પાસે રાખનારા પતેજ અધર્મમાં તત્પર હોવાથી તેઓ ધર્મના વ્યાખ્યાન શ આપશે ? જગતમાં અદ્વિતીય આપ્ત પુરૂષ શ્રી મહાવીર ભગવંતને જોયા પછી અને તેમના ધર્મ અંગીકાર કર્યા પછી જે તેવા દેવને જુએ છે તે ખરેખરા પિતાના સ્વાર્થના ઘાતક છે.” અલસાનાં આવાં વચન સાંભળી ચિત્તમાં હર્ષ પામતા અને સુલસી પ્રત્યે “સાધુ સાધુ” (શાબાશ-શાબાશ) શબ્દ કહેતે અંબઇ પોતાને સ્થાનકે ગયો અને એ મહા સતી સુલસા અનિદિત આહંદુધર્મને સર્વદા હૃદયમાં વહન કરવા લાગી. #Qa888888888888888888888088938839 ॥ इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते - महाकाव्ये दशमपर्वणि हालि क-प्रसन्नच द्रवुदरांक देव-श्रेणिक भावितीर्थ करत्वशालमहाशाल गौतमाष्टापदारोहण अम्बड सुलसा चरित वर्णनो नाम नवमः सर्गः ॥
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy