________________
૫ ૧૦ મુ
૧૪૭
તાપસાએ તેમની પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે, હું તપોનિધિ મહાત્મા ! અમે તમારા શિષ્યા થઈએ અને તમે અમારા ગુરૂ થાઓ.' ગૌતમસ્વામી ખેલ્યા કે–સજ્ઞ પરમેશ્વર મહાવીર પ્રભુ છે તેજ તમારા ગુરૂ થાઓ.' પછી તેઓએ ઘણા આગ્રહ કર્યો, એટલે ગૌતમે ત્યાંજ તેઓને દીક્ષા આપી. દેવતાએ તરત જ તેને યતિલિ`ગ આપ્યુ., પછી વિધ્યગિરિમાં થપતિ સાથે જેમ ખીજા હાથીએ ચાલે તેમ તેઓ ગૌતમસ્વામીની સાથે પ્રભુની પાસે જવા ચાલ્યા. માર્ગમાં કોઈ ગામ આવતાં ભિક્ષાના સમય થયા એટલે ગૌતમ ગણુધરે તાપસ મુનિઓને પૂછ્યું કે ‘તમારે માટે પારણુ કરવા શું ઇષ્ટ વસ્તુ લાવું ? ' તેમણે કહ્યું કે, પાયસાન્ત લાવજો.' એટલે ગૌતમસ્વામી લબ્ધિની સપત્તિથી પેાતાના ઉદરનુ પોષણ થાય તેટલી ક્ષીર એક પાત્રમાં લાવ્યા. પછી ઇ‘દ્રભૂતિ ગૌતમ ખેલ્યા-હે મહિષ એ ! સૌ બેસી જાએ અને આ પાયસાન્તથી સર્વે પારણુ કરો.’ એટલે ‘આટલા પાયસાન્તથી શું થશે ?’ એમ સના મનમાં આવ્યુ, તથાપિ ‘આપણા ગુરૂની આજ્ઞા આપણે માનવી જોઈએ.’ એવું વિચારી બધા એક સાથે બેસી ગયા. પછી ઇંદ્રભૂતિએ અક્ષીણમહાનસ લબ્ધિવડે તે સર્વને જમાડી દીધા, અને તેમને વિસ્મય પમાડીને પછી પોતે આહાર કરવા બેઠા.
જ્યારે તાપસા ભાજન કરવા બેઠા હતા ત્યારે આપણા પૂરા ભાગ્યયેાગથી શ્રી વીપરમાત્મા જગદ્ગુરૂ આપણને ધર્મ ગુરૂ તરીકે પ્રાપ્ત થયા છે, તેમજ પિતા જેવા આવા સુને બેધ કરનાર મળવા તે પણ બહુજ દુલ ભ છે; માટે આપણે સવ થા પુણ્યવાન છીએ.” આ પ્રમાણે ભાવતાં શુષ્ક સેવાળભક્ષી પાંચસેા તાપસાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દત્ત વિગેરે પાંચસા તાપસાને દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય જોતાં ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ, તેમજ કૌડિન્સ વિગેરે પાંચસાને ભગવતના દન દૂરથી થતાં કેવળજ્ઞાન થયું. પછી તેઓ શ્રી વીરપ્રભુને પ્રતિિક્ષણા કરી કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમસ્વામી ખેલ્યા કે—આ વીરપ્રભુને વહના કરો.' પ્રભુ ખેલ્યા કે-ગૌતમ ! કેવળીની આશાતના કરો નહી’. ‘ગૌતમે તરતજ મિથ્યા દુષ્કૃત આપી તેમને ખમાવ્યા. તે વખતે ગૌતમે ફરીથી ચિ’તથ્યું કે, ‘જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહીં, કારણુ કે હું ગુરૂકમી છું. આ મહાત્માઓને ધન્ય ૐ કે, જે મારા દીક્ષિત છતાં જેમને ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.' આવી ચિંતા કરતા ગૌતમ પ્રતિ શ્રી વીરપ્રભુ મેલ્યા “હે ગૌતમ ! તીર્થં કરાનુ વચન સત્ય કે દેવ તાનુ' ?” ગૌતમે કહ્યું, તીથ 'કરાનું.' ત્યારે પ્રભુ મેલ્યા “હવે અધૈર્ય રાખશેા નહીં. ગુરૂના સ્નેહ શિષ્યાની ઉપર દ્વીઢળ ઉપરના તૃણની જેવા હોય છે તે તત્કાળ દૂર થઈ જાય છે, અને ગુરૂ ઉપર શિષ્યના હોય તેમ તમારા સ્નેહ તેા ઉનની કડાહ (ચટાઈ) જેવા દૃઢ છે. ચિરકાળના સંસર્ગથી અમારી ઉપર તમારા સ્નેહ બહુ દૃઢ થયેલા છે, તેથી તમારૂ કેવળજ્ઞાન રૂ ́ધાયુ છે, તે સ્નેહના જ્યારે અભાવ થશે ત્યારે પ્રગટ થશે.” પછી પ્રભુએ ગૌતમને અને બીજાને બોધ કરવાને માટે દ્રુમપત્રીય અચ્ચનની વ્યાખ્યા કરી.
ત્યાર પછી પ્રભુના ચરણની ઉપાસના કરનાર અખંડ નામે પરિવ્રાજક છત્રી અને ત્રીદડ હાથમાં રાખીને ત્યાં આવ્યા. તે ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુને નમ્યા અને ભક્તિથી શમાંચિત થઈ અંજલિ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા, “હે નાથ ! હું તમારા ચિત્તમાં વતુ, એવી તેા વાર્તા પણ દુલ ભ છે, પણ જો તમે મારા ચિત્તમાં વત્તા તેા પછી મારે ખીજા કોઈનું પ્રયાજન નથી. છેતરવામાં તત્પર એવા અન્યજના મૃદુ બુદ્ધિવાળા પુરૂષામાં કોઈને કાપથી, કોઈને તૃષ્ટિથી અને કેાઈને અનુગ્રહવડે છેતરે છે, તેવા કહે છે કે-જે પ્રસન્ન ન થાય તેની પાસેથી શી રીતે ફળ મેળવી શકાય ?” પર`તુ ચિંતામણિ વિગેરે અચેતન છે, તા પણ શું ફળ નથી આપતા ! હે વીતરાગ ! તમારી સેવા કરવા કરતાં પણ તમારા