________________
સ ૮ મા
શ્રી ઋષભદત્ત અને દેવાનંદાની દીક્ષા, જમાલિ અને ગાશાળાની વિપ્રતિપત્તિ તથા વિપત્તિ અને
શ્રી મહાવીર પ્રભુનું આરોગ્ય
ભવિજનના અનુગ્રહને માટે ગામ, આકર અને નગર વિગેરેમાં વિહાર કરતા શ્રી વીરપ્રભુ અન્યદા બ્રાહ્મણકુંડ ગ્રામે આવ્યા. તેની બહાર બહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાઓએ ત્રણ ગઢવાળુ સમવસરણ રચ્યું. તેમાં પ્રભુ પૂર્વ સિહાસન ઉપર પૂર્વાભિમુખે ખીરાજ્યા અને ગૌતમ વગેરે ગણધરા અને દેવતાએ પેાતપાતાને ચાગ્ય સ્થાને બેઠા, સર્વજ્ઞને આવેલા સાંભળી ઘણા નગરજના ત્યાં આવ્યા તે સાથે દેવાના અને ઋષભદત્ત પણ આવ્યા. શ્રદ્ધાળુ ઋષભદત્ત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વાંદીને ચેાગ્ય સ્થાને બેઠા. દેવાનંદા પણુ પ્રભુને નમી ઋષભદત્તની પછવાડે આનંદ પ્રફુલ્લિત મુખવડે દેશના સાંભળવા બેઠી, તે વખતે પ્રભુને જોતાંજ દેવાનંદાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યુ અને શરીરે શમાંચ પ્રગટ થયા. તેની એવી સ્થિતિ જોઈ ગૌતમસ્વામી સંશય અને વિસ્મય પામ્યા. તેથી તેમણે અંજલિ જોડીને પ્રભુને પૂછ્યું કે, ‘હે પ્રભુ ! પુત્રની જેમ તમને જોઈ ને આ દેવાનંદાની ષ્ટિ દેવવધુની જેમ નિર્નિમેષ કેમ થઈ ગઈ ?” ભગવાન્ શ્રીવીરપ્રભુ મેઘના જેવી ગંભીર વાણીએ બાલ્યા-હે દેવાનુપ્રિય ગૌતમ ! હું એ દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા છું. દેવલેાકમાંથી ચવીને એની કુક્ષિમાં ખાશી દિવસ રહ્યો હતો, તેથી પરમાને નહીં જાણતાં છતાં તે મારે વિષે વત્સલ ભાવ ધરે છે,’ પ્રભુનાં આવાં વચન કે જે પૂર્વ સાંભળવામાં આવ્યા નહોતા, તે સાંભળી દેવાનંદા, ઋષભદત્ત અને અધી પદા વિસ્મય પામી ગઇ. ‘આ ત્રણ જગના સ્વામી પુત્ર કથાં ! અને એક સામાન્ય ગૃહસ્થાશ્રમી આપણે કયાં ! એમ વિચારી તે દ‘પતીએ ઉઠોને ફરીવાર પ્રભુને વંદના કરી. આ માતાપિતાને પ્રતિબોધ પમાડવા દુષ્કર છે.’ એવી બુદ્ધિથી ભગવતે તેમને અન્ય લેાકાને ઉદ્દેશીને આ પ્રમાણે દેશના આપી.
“અહા ભવ્યજીવો ! આ સંસારમાં સર્વ વસ્તુ ઈંદ્રજાળ જેવી છે, તેથી વિવેકી પુરૂષ તેના સ્થિરપણા વિષે ક્ષણવાર પણ શ્રદ્ધા રાખતા નથી. જ્યાં સુધી જરાવસ્થા આવીને આ શરીરને જર્જરિત કરે નહિ, અને જ્યાં સુધી મૃત્યુ પ્રાળુ લેવાને આવે નહી, ત્યાં સુધીમાં અદ્વૈત સુખના નિધાનરૂપ નિર્વાણુના એક સાધન જેવી દીક્ષાના આશ્રય કરી લેવા ચાગ્ય છે, તેમાં જરા પણ પ્રમાદ કરવા યુક્ત નથી. ” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી દેવાનદા અને ઋષભદત્ત પ્રભુને નમીને ખેલ્યા કે “હે સ્વામી ! અમે બંને આ અસાર સંસારવાસથી વિરક્ત થયા છીએ, માટે હે જગમ કલ્પવૃક્ષ ! અમાને સ`સારતારણી દ્વીક્ષા આપે. તમારા સિવાય તરવાને અને તારવાને બીજો કાણુ સમર્થ છે ?'' પ્રભુએ ‘તથાસ્તુ' એમ કહ્યું, એટલે આત્માને ધન્ય માનતા તે દંપતીએ ઈશાન દિશામાં જઈ આભૂષણો વિગેરે તજી દીધાં, અને સ’વેગથી પાંચ મુષ્ટિવડે કેશને લાચ કરી પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વન્દ્વના કરીને