SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સ` ૭ મા ૧૧૦ કહ્યું કે, મે આ દ્રવ્ય આ કન્યાના વરને નિમિત્તે આપેલુ છે, માટે બીજા કોઇએ લેવુ નહીં.' તે સાંભળી રાજા વિલખા થઈને પાછા ગયા; એટલે શ્રીમતીના પિતાએ તે દ્રવ્ય લઈને ઇલાયદું રાખ્યું. પછી સાય કાળે પક્ષીઓની જેમ સર્વે પેાતાતાને સ્થાનકે ગયા. હવે શ્રીમતી વરવા ચોગ્ય થવાથી તેને વરવાને ઘણા વર તૈયાર થઇને આવ્યા, એટલે તેના પિતાએ તેને કહ્યું કે, ‘આમાંથી ચેાગ્ય લાગે તેને અંગીકાર કર.’તે સાંભળી શ્રીમતી ખેલી કે–“પિતાજી ! હુ તા તે વખતે જે મુનિને વરી છું તેજ મારા વર છે અને દેવતાએ તેને વરવા માટે જ દ્રવ્ય પશુ આપેલુ છે. તે મહિને હું મારી ફિચથી વરી ચૂકી છું અને તમે પણ દ્રવ્ય લેવાથી તેમાં સ ંમત થયા છે; માટે તે મુનિવર માટે કલ્પીને હવે મને બીજા વરને આપવી તે તમને ચેાગ્ય નથી. તાત ! શુ' તમે નથી સાંભળ્યુ` કે જે ખાળક પણ જાણે છે કે, ‘રાજાએ એકજ વાર ખાલે, મુનિએ એકજ વાર વઢે અને કન્યા પણ એક જ વાર અપાય-આ ત્રણે ખાખત એકજવાર થાય છે.” શેઠે કહ્યું કે, “હે પુત્રી ! તે મુનિ શી રીતે મળી શકે, કેમકે તે એક સ્થાને તા રહેતા નથી. પુષ્પમાં ભ્રમરની જેમ તે નવનવા સ્થાનમાં કું છે. તે મુનિ પાછા અહી' આવશે કે નહી ? કદી આવશે તે તે શી રીતે એળખાશે ? તેમનુ' નામ શું ? તેનું અભિજ્ઞાન શું ? તેવા ભિક્ષુકા તા કેટલાય આવે છે.’” શ્રીમતી ખેાલી કે-“પિતાજી ! તે દેવાલયમાં દેવતાની ગર્જનાથી હુ‘ ભય પામી હતી, તેથી હું વાનરીની જેમ તેમના ચરણને પકડી રહી હતી, તે વખતે તેમના ચરણમાં એક ચિહ્ન મારા જોવામાં આવ્યુ છે. માટે હે પિતા ! તમે એવી ગેાઠવણુ કરો કે જેથી હું પ્રતિદિન જતા આવતા સાધુઓને જોઈ શકું.” શેઠ મેલ્યા કે, “હે પુત્રી ! હવે જે કોઇ મુનિએ આ શહેરમાં આવે તે સર્વે મુનિને તારે સ્વયમેવ ભિક્ષા આપવી.” પિતાની આજ્ઞા થઈ ત્યારથી શ્રીમતી દરેક મુનિઓને ભિક્ષા આપતી, અને વંદના કરતી વખતે તેમના ચરણ પરના ચિહ્નો જોતી હતી. તેમ કરતાં કરતાં બાર વર્ષે દિગ્મૂઢ થયેલા આ ક મુનિ ત્યાં આવી ચડયા. શ્રીમતીએ વ`દના કરતાં ચિહ્ન જોઈ ને તરત ઓળખી લીધા, એટલે તે ખેલી કે, “હે નાથ ! તે દેવાલયમાં હું તમને વરી હતી. માટે તમે જ મારા પતિ છે. તે વખતે તો હુ' મુગ્ધા હતી તેથી મને પસીનાના ખિ`દુની જેમ ત્યજી દઈને તમે ચાલ્યા ગયા હતા, પણ આજે સપડાયા છે, હવે કરજદારની જેમ અહીંથી શી રીતે જશેા ? હું નાથ ! જયારથી તમે દૃષ્ટનષ્ટ થયા હતા ત્યારથી પ્રાણ રહિતની જેમ મારા બધા કાળ નિ મન થયા છે, માટે હવે પ્રસન્ન થઈને મને અંગીકાર કરે. તે છતાં પણ કદી જો ક્રૂરતાથી મારી અવજ્ઞા કરશે તો હુ અગ્નિમાં પડીને તમને સ્રીહત્યાનું પાપ આપીશ.” પછી રાજાએ અને મહાજને આવીને વિવાહ માટે તેમની પ્રાર્થના કરી. એટલે મુનિએ ત લેવાને વખતે જે તેના નિષેધરૂપ દિવ્ય વાણી થઈ હતી તે યાદ કરી; અને તે દૈવી વાણી સાંભારીને તેમજ સના વિશેષ આગ્રહ જોઈ ને મહાત્મા આ કમુનિ તે શ્રીમતીને પરણ્યા. કદી પણ ભાવી અન્યથા થતુ નથી.’1 શ્રીમતીની સાથે ચિરકાળ ભાગ ભાગવતા તે મુનિને ગૃહસ્થપણાની પ્રસિદ્ધિરૂપ એક પુત્ર ઉત્પન્ન થયો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે પુત્ર ધાવણુ મૂકી દઈ રાજશુકની જેમ તરતની છુટેલી જિવાવડે કાલુ કાલુ બેલવા લાગ્યા. પુત્ર માટો થવાથી આ કકુમા૨ે શ્રીમતીને કહ્યું કે, ‘હવે આ પુત્ર તારી સહાય કરશે, માટે હું દીક્ષા લઇશ.' બુદ્ધિમાન શ્રીમતી તે વાત પુત્રને જણાવવાને માટે રૂની પૂણી સાથે ત્રાક લઇને રેંટીએ કાંતવા બેઠી. જ્યારે તે ३
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy