SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મે ' ૯૭ નામનો ત વિંધ્યાચળમાં હાથી થયે. એક વખતે વનમાં દાવાનળ લાગેલો જોઈ જાતિસ્મરણ થવાથી તૃણ વૃક્ષ વિગેરેનું ઉમૂલન કરીને ચૂથની રક્ષાને માટે તે નદીકીનારે ત્રણ સ્થડિલે કર્યા. અન્યદા પાછો દાવાનળ પ્રગટ થયેલો જોઈ તું પેલા Úડિલ તરફ દોડ્યો, ત્યાં મૃગ વિગેરે જનાવરે એ આવીને પ્રથમથી બે ઈંડિલ તે પૂરી દીધા હતા, તેથી તું ત્રીજા સ્થડિલમાં ગયો. ત્યાં રહ્યા છતા શરીરને ખુજલી કરવાને માટે તે એક પગ ઉંચો કર્યો, તેવામાં પરસ્પર પ્રાણીઓના સંમર્દથી સંકડાઈ ગયેલ એક સસલે પગવાળી જગાએ આવીને ઊભો રહ્યો. પગ પાછો મૂકતાં તેને દયાપૂર્ણ હૃદયવાળે તું જેમ મદથી ઊભું રહે તેમ તે પગ ઉંચો રાખી ત્રણ પગે ઊભે રહ્યો. અઢી દિવસે દાવાનળ શાંત થયે તેથી તે સસલા વિગેરે પ્રાણીઓ પિતપતાને ઠેકાણે ચાલ્યા ગયા, એટલે, ક્ષુધા તૃષાથી પીડિત એ તું પાણીને માટે દેડવા ગયે, પરંતુ ઘણીવાર સુધી ત્રણ પગે રહેવાથી એ પગ બંધાઈ જવાને લીધે તું ચાલી ન શકતાં પૃથ્વી પર પડી ગયા. ક્ષુધા અને તૃષાના દુઃખથી ત્રીજે દિવસે તું મૃત્યુ પામ્યો. પરંતુ સસલા પર કરેલી દયાના પુણ્યથી તું રાજપુત્ર થયો છું. તને માંડમાંડ મનુષ્યભવ પ્રાપ્ત થયા છે, તો તેને વૃથા શા માટે ગુમાવે છે ? એક સસલાની રક્ષા કરવા માટે તે આટલું બધું કષ્ટ સહન કર્યું હતું તે અત્યારે સાધુઓના ચરણસંઘદૃના કષ્ટથી કેમ ખેદ પામે છે ? એક જીવને અભયદાન આપવાથી તને આટલું ફળ પ્રાપ્ત થયું તે સર્વ જીને અભયદાન આપનાર મુનિપણાને પ્રાપ્ત કરવાના ફળની તે વાત જ શી કરવી ? માટે તે જે વ્રતને સ્વીકાર્યું છે તેનું સારી રીતે પાલન કર અને આ ભવસાગરને તરી જા, કારણ કે તેને ઉતારવાને સમર્થ એવું મનુષ્યપણું આ લેકમાં ફરીને પામવું દુર્લભ છે.” * આવી પ્રભુની વાણીથી મેઘકુમારમુનિ વ્રતમાં સ્થિર થયા. તેણે રાત્રિએ થયેલા માઠા વિચારનું મિથ્યા દુષ્કૃત કર્યું અને વિવિધ તપ આચરવા માંડયું. એ પ્રમાણે સારી રીતે વ્રત પાળી મૃત્યુ પામીને તે વિજયવિમાનમાં દેવતા થયા. ત્યાંથી રયવી મહાવિદેહમાં ઉત્પન થઈને મોક્ષને પામશે. એક દિવસ પ્રભુની દેશનાથી પ્રતિબધ પામેલા નંદીષેણે વ્રત લેવાની ઈચ્છાથી શ્રેણિકરાજાની રજા માગી. પિતાની સંમતિ મળવાથી તે વ્રત લેવાને ઘરથી બહાર નીકળ્યો, ત્યાં કેઈ દેવતાએ અંતરિક્ષમાં રહીને કહ્યું કે, “વત્સ ! તુ વ્રત લેવાને ઉત્સુક કેમ થઈ જાય છે ? હજુ તારે ચારિત્રને આવરણ કરનારૂં ભેગફળ કર્મ બાકી છે. તે કમને ક્ષય થાય ત્યાં સુધી થોડોક કાળ ગૃહમાં રહે અને તે કમને ક્ષય થાય એટલે દીક્ષા લેજે. મતલબ કે અકાળે કરેલી ક્રિયા ફળીભૂત થતી નથી.” તે સાંભળી નંદીષેણે કહ્યું, “સાધુપણમાં નિમગ્ન થયેલા મને ચારિત્રમાં આવરણ કરનાર કર્મ શું કરી શકવાનું છે ?” આ પ્રમાણે કહી તે પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ પણ તેને વાર્યો, તથાપિ તેણે ઉતાવળ કરીને પ્રભુના ચરણકમળ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપને આચરતા છતા નંદીષેણમુનિ પ્રભુની સાથે ગામ આકર અને પુર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે ગુરૂની પાસે બેસી સૂત્ર અને સૂત્રના અર્થને નિત્ય વિચારતા હતા અને પરિસહે સહન કરતા હતા. ભેચ્યકર્મના ઉદયથી બળાત્કારે થતી ભેગની ઈચ્છાને નિરોધ કરવા તે તપસ્યાથી પિતાના શરીરને અધિક કૃશ કરતા હતા. ઈદ્રિયોના વિકારોને પરાભવ કરવાને માટે પ્રતિદિન સ્મશાન વિગેરે ભૂમિમાં જઈ ઘેર આતાપના લેતા હતા. જ્યારે વિકારે બળાકારે ઉઠતા ત્યારે વ્રતભંગથી કાયર થઈને ઈદ્રિયોને શેષણ કરવા સ્વયમેવ તેને બંધ કરવામાં પ્રવર્તતા હતા. વતને લેતાં વારનાર દેવતા તેના બંધને છેદી નાખતે ત્યારે શરૂ૧૩
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy