SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સગ ૬ ઠ્ઠો એવી બુદ્ધિથી પિતાની જે જે હાથિણીને બચ્ચાં આવતાં તેને જન્મતાંવેંત જ મારી નાખતો હતો. તે યથ માંહેલી એક હાથિણીના ઉદરમાં તે બ્રાહ્મણને જીવ ઉત્પન્ન થયા. ત્યારે તે ગર્ભિણી હોથિણીએ વિચાર્યું કે, “આ પાપી યથપતિએ મારા ઘણા પુત્રોને મારી નાખ્યા છે, તો હવે કઈ પણ ઉપાય કરીને મારા આ પુત્રની રક્ષા કરીશ.” એ નિશ્ચય કરી જાણે વાયુથી પગ રહી ગયા હોય તેમ તે હાર્થિણી કપટથી લુલી લુલી ચાલવા લાગી. તેમ છતાં “આ | બીજ યથપતિને ભાગ્ય ન થાઓ એમ ધારી હળવે હળવે ચાલતો યથપત તેની રાહ જેવા લાગે. કમેકમે તે એટલી બધી મંદગતિએ ચાલવા લાગી કે તેથી અર્ધા પહેરે, એક દિવસે અને બે દિવસે તે આવીને યથપતિને મળવા લાગી. “આ બીચારી અશક્ત છે, તેથી મને લાંબે કાળે મળે છે એમ ધારીને હાથીના દિલમાં વિશ્વાસ બેઠે. “માયાવીથી કે ન ઠગાય ? એક વખતે યુથપતિ દૂર જતાં તે હાથિણી માથા પર તૃણને પૂળો લઈને તાપસના આશ્રમમાં આવી. માથે પૂળ રાખતી અને પગે ખલિત થતી તે હાથિણને જોઈને “આ બિચારી હાથિણી શરણની ઈચ્છા રાખે છે એમ તાપના જાણવામાં આવ્યું. એટલે “હે વત્સ! તું વિશ્વાસ રાખીને સ્વસ્થ થા.” આ પ્રમાણે તેમણે કહ્યું. પછી તે પિતાના ઘરની જેમ તેમના આશ્રમમાં રહી. અનુકમે જ્યારે તે હાથિણીને પુત્રને પ્રસવ થયે ત્યારે તે પુત્રને તાપસના આશ્રમમાં મૂકીને પોતે પાછી પ્રથમની જેમ જ યુથમાં વિચારવા લાગી. કોઈ કોઈ વાર વચમાં ગુપ્ત રીતે આવી આવીને તે પોતાના બાળ કલભને સ્તનપાન કરાવી જતી હતી. તે બાલ ગજકમાર આશ્રમના વૃક્ષોની જેમ હળવે હળવે મોટો થયો, તાપસી પાકેલા નીવારના ગ્રાસથી અને શલકીના કવલથી પિતાના બાળકની જેમ તેનું પ્રેમથી પોષણ કરતા હતા. તે રાજકુમાર ક્રીડા કરતો છતે પોતાની સુંઢથી તપસ્વીઓના ઉત્સંગમાં પલાંઠી અને મસ્તક પર જટા મુગટ રચતે હતો. પાણીના ઘડાઓ ભરી ભરીને આશ્રમના વૃક્ષેનું સિંચન કરતા તાપસીને જોઈને તે કલભ પણ પોતાની સુંઢમાં જળ ભરી ભરીને વૃક્ષેનું સિંચન કરતો હતો. આ પ્રમાણે પ્રતિદિન આશ્રમના વૃક્ષેનું સિંચન કરવાથી તે કલભનું તાપસોએ “સેચનક નામ પાડયું. અનુક્રમે તેની સુંઢ સાથે વળગેલા દાંત ઉત્પન્ન થયા, નેત્ર મધુપિંગળ સરખા થયા, સુંઢ ભૂમિને સ્પર્શ કરવા લાગી, પીઠ ઉન્નત થઈ, કુંભ સ્થળ ઉંચા થયા, ગ્રીવા લઘુ થઈ, વેણુક (પૃષ્ઠ ભાગ) ક્રમથી નમી ગયા, સુંઢથી પુંછ જરાક જ ઉણું રહ્યું અને વિશ નથી શોભવા લાગ્યા. તેમ જ પાછલા ભાગમાં નીચે ને ગાત્રના ભાગમાં ઉચે થયે. આ પ્રમાણે હાથીનાં સર્વ લક્ષણે એ સંયુક્ત થયા અને અનુક્રમે તેના મુખ ઉપર મદ પણ ઝરવા લાગ્યા. - એક વખતે તે સેચનક નદીને તીરે પાણી પીવા ગયે, ત્યાં પેલે ચૂથપતિ તેના જેવામાં આવ્યું. તેની સાથે યુદ્ધ કરીને તેણે (સેચનકે) તેને મારી નાખ્યું. અને પોતે બધા યથને. પતિ થયો. પછી તેણે મનમાં વિચાર્યું કે, “જેમ મારી માતાએ મને કપટથી તાપસેના આશ્રમમાં ગુપ્ત રાખ્યો અને ત્યાં હું વૃદ્ધિ પામવાથી મારા પિતાને જેમ મેં મારી નાંખે તેમ એ આશ્રમમાં કઈ બીજે હસ્તી પણ વૃદ્ધિ પામીને તેવું કરી શકે, માટે એ આશ્રમજ રહેવા જોઈએ નહીં. આવું વિચારી તેણે તટને નદી ભાંગી નાંખે તેમ તે બધા આશ્રમને તેનું ઠેકાણું પણ ન જણાય તેવી રીતે ભાંગી નાંખ્યાં. પછી “આ દુરાત્મા હસ્તી આપણને કોઈ પણ આશ્રમમાં સુખે રહેવા દેશે નહીં.' એમ ધારીને તે તાપસેએ જઈ શ્રેણિક રાજાને કહ્યું કે, “એક હાથી સર્વ લક્ષણોથી સંયુક્ત હોવાથી રાજાને યોગ્ય છે. આપ માણસે મોકલે તો બતાવીએ.” તત્કાળ શ્રેણિક રાજાએ માણસો સાથે જઈ તે હાથીને પકડીને બાંધી લીધે અને પિતાના દરબારમાં આર્યો. “રાજાએ સેનાના અંગને વધારવાના કાતકી હોય
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy