________________
પર્વ ૧૦ મું થતાં સૂર્યને પૂર્વ દિશા પ્રસેવે તેમ તેણે એક પુત્રને જન્મ આપે. દેહદના અર્થને અનુસારે માતામહે (માતાના પિતાએ) શુભ દિવસે તેનું “અભયકુમાર’ એવું નામ પાડયું. તે અનુક્રમે મોટો થયે, નિર્દોષ વિદ્યા ભર્યો અને આઠ વર્ષમાં તો બોતેર કળામાં પ્રવીણ થઈ ગયે, એક વખતે તેની સમાનવયના કેઈ બાળકે તેની સાથે કલહ થતાં કોપથી તેને તિરસ્કાર કરીને કહ્યું કે, “તું શું બોલે છે, તારે પિતા તો કોઈના જાણવામાં નથી” અભયકુમારે કહ્યું કે, “મારા પિતા તો “ભદ્ર શેઠ છે. તેણે કહ્યું કે, “તે તે તારી માતાના પિતા છે.” પછી અભયે ઘરે આવી તે માતાને પૂછયું કે-“માતા ! મારા પિતા કેણ છે?” નંદાએ કહ્યું, “આ ભદ્ર શેઠ તારા પિતા છે.” અભય બોલ્યો-“એ ભદ્ર શેઠ તે તારા પિતા છે, પણ જે મારા પિતા હોય તે કહે.” આ પ્રમાણે પુત્રના કહેવાથી નંદા આનંદરહિત થઈને બોલી કે-“વત્સ ! કઈ દેશાંતરમાંથી આવીને મને પરણ્યા છે, અને તું ગર્ભમાં હતા ત્યારે કોઈ ઉંટવાળા પુરૂષે તેમને લઈ ગયા છે. તેઓએ એકાંતે તેમને કાંઈક વાત કરી અને પછી તેમની સાથે તેઓ તરતજ ચાલ્યા ગયા છે. ત્યાર પછી અદ્યાપિ પર્યત જાણવામાં આવ્યું નથી કે તેઓ કયાં છે અને કોણ છે?” અભયકુમારે કહ્યું કે, તેમણે ચાલતી વખતે કાંઈ કહ્યું છે?” નંદાએ કહ્યું, “આવા અક્ષરે અર્પણ કર્યા છે એમ કહી પત્ર બતાવ્યું. તે વાંચી અભયકુમારે પ્રસન્ન થઈને બોલ્યો કે-“મારા પિતા તે રાજગૃહ નગરના રાજા છે, માટે ચાલે હમણા જ આપણે ત્યાં જઈએ.” પછી ભદ્રશેઠની રજા લઈ અભયકુમાર સામગ્રી સહિત નંદાને લઈને રાજગૃહ નગરે આવ્યા. પોતાની માતાને પરિવાર સહિત બહાર ઉદ્યાનમાં મૂકી પિતે થે પરિવાર લઈ નગરમાં પેઠો.
અહીં શ્રેણિક રાજાએ એકે ઉણું પાંચસે બહુ કુશળ મંત્રીઓ એકઠા કર્યા હતા અને બરાબર પાંચ મંત્રીઓ પૂરા કરવાને માટે કંઈ ઉત્કૃષ્ટ પુરૂષને તે શોધતે હતે. તેવા બુદ્ધિમાન મનુષ્યની પરીક્ષાને માટે રાજાએ એક સૂકા કુવામાં પોતાની વીંટી નાખી દઈને લેકેને જાહેર કર્યું કે, જે કાંઠે ઊભું રહી આ કુવામાંથી વીંટી બહાર કાઢી શકે, તે કુશળ બુદ્ધિવાનું પુરૂષ માર મંત્રીઓમાં અગ્રેસર થાય.” લે કે કહેવા લાગ્યા કે, “અમારાથી આવું કાર્ય થવું અશક્ય છે. કેમકે જે હાથવડે આકાશમાંથી તારાને ખેંચી શકે તે આ મુદ્રિકા કાઢી શકે. તેવામાં અભયકુમાર ત્યાં હસતે હસતે આ , અને બોલ્યા કે “શું આ વીંટી ન લેવાય ? એમાં મુશ્કેલ શું છે?' તેને જોઈ લો કે વિચારમાં પડ્યા કે
આ કોઈ અતિશય અદ્ધિમાન લાગે છે.” “સમય આવતાં પુરૂષના મૂખનો રંગ જ તેના પરાક્રમને કહી આપે છે.” પછી તેઓ બોલ્યા કે-કુમાર ! આ વીંટી લઈ લ્યો અને તેને માટે પણ કરેલી અર્ધ રાજ્યની લક્ષ્મી, રાજપુત્રી અને મંત્રીઓમાં મુખ્યતા ગ્રહણ કરે.”
અભયકુમારે કુવાના કાંઠા ઉપર ઊભો રહી તરત જ આદ્ર ગોમયને પિંડ તે કુવામાં રહેલી મુદ્રિકા ઉપર નાખ્યું અને પછી તેની ઉપર એક બળતો તૃણને પુળ નાખે, જેથી તે ગમય તરતજ શોષાઈ ગયું. પછી નંદકુમારે (અભયકુમારે) શીઘ્રતાથી પાણીની નીક કરાવીને કુવાને પૂર્ણ ભરી દીધું અને લોકોને વિસ્મયથી ભરી દીધા. પછી પેલું ગમય તયું એટલે તે ચતુર બાળકે તરત હાથવતી તે લઈ લીધું અને તેને ચટેલી વીટી છુટી પાડી. “બુદ્ધિમાન પુરૂષોએ પ્રયોજેલા ઉપાયની આગળ શું દુષ્કર છે?
- રક્ષકોએ આવીને શ્રેણિકને આ ખબર આપ્યા એટલે તેણે વિસ્મય પામી તરત જ અભયકુમારને પિતાની પાસે બોલાવ્યો અને પુત્રની જેમ તેને આલિંગન કર્યું. “સ્વજન