SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સગે ૪ થો ૫૬ બાલચંદ્ર નામનો એક સામંત દશરથ રાજાની આજ્ઞાથી તેને ભૂલા ખવરાવી, પકડી બાંધીને તેમની પાસે લઈ આવ્યા. કેટલેક કાળે દશરથ રાજાએ કુંડલમંડિતને પાછો છોડી મૂક્યો. “જ્યારે શત્રુ દીન અને ક્ષીણ થઈ જાય ત્યારે મોટા પુરૂષોનો કેપ શમી જાય છે.” પછી કુંડલમંડિત પિતાના રાજયને માટે પૃથ્વી પર ભમવા લાગ્યો. અન્યદા મુનિચંદ્ર નામના કેઈ મુનિ પાસેથી ધર્મ સાંભળીને તે શ્રાવક છે. રાજ્યની ઈચ્છા એ મૃત્યુ પામીને તે મિથિલા નગરીમાં જનક રાજાની સ્ત્રી વિદેહાના ગર્ભમાં પુત્રપણે ઉપન્ન થયું. પેલી સરસા જે ઈશાન દેવલેકમાં દેવી થઈ હતી તે એક પુરોહિતની વેગવતી નામે પુત્રી થઈ, તે તે ભવમાં દીક્ષા લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને વિદેહા રાણીના ઉદરમાં કુંડલમડિતના જીવની સાથે જ પુત્રીપણે ઉત્પન્ન થઈ. સમય આવતાં વિદેહાએ પુત્ર અને કન્યાના યુગલને જન્મ આપે. તે જ સમયે પેલા પિંગલ મુનિ મૃત્યુ પામીને સૌધર્મ ક૫માં દેવતા થયા; તેણે અવધિજ્ઞાનથી પિતાના પૂર્વભવ જોયો. એટલે પિતાના પૂર્વભવના વૈરી કુંડમંડિતને જનક રાજાના પુત્રરૂપે જન્મતે દીઠે. પૂર્વ જન્મના વૈરથી કેપ કરીને તેને જન્મતાંજ હરી લીધે. પછી તેણે વિચાર્યું કે “આને શિલાતળ ઉપર અફળાવી હણી નાંખુ ? પણ ના, મેં પૂર્વભવે દુષ્ટ કર્મ કરેલું, તેનું ફળ મેં અનેક ભવમાં ચિરકાળ અનુભવેલું છે; દેવેગે મુનિપણું પ્રાપ્ત કરી હું આટલી ભૂમિકા સુધી આવ્યો છું; તો આ બાળકની હત્યા કરીને પાછા અનંતભવ પરિભ્રમણ કરનારે શા માટે થાઉં ?” આ પ્રમાણે વિચારી તે દેવે કુંડલાદિક આભૂષણો વડે તે બાળકને શણગારી, પડતા નક્ષત્રની કાંતિના ભ્રમને આપતા તે બાળકને ઉપાડીને વૈતાઢયગિરિની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર નગરના નંદનોદ્યાનમાં શય્યા પર મૂકે તેમ હળવેથી મૂક્યો. આકાશમાંથી પડતી તે બાળકની કાંતિને જોઈને આ શું થયું? એમ સંભ્રમ પામેલે ચંદ્રગતિ રાજા તેના પડવાને અનુસરે નંદન વનમાં ગયે. ત્યાં દિવ્ય અલંકારે ભૂષિત તે બાળકને તેણે દીઠે. તરતજ તે અપુત્ર વિદ્યાધરપતિ ચંદ્રગતિએ તેને પુત્રપણે માનીને ગ્રહણ કર્યો, અને રાજમહેલમાં આવીને પિતાની પ્રિયા પુષ્પવતીને અર્પણ કર્યો. પછી નગરમાં આવી આઘેષણ કરાવી કે “આજે ગુઢગર્ભા દેવી પુષ્પવતીએ એક પુત્રને જન્મ આપે છે.” રાજાએ અને નગરજનોએ તેનો જન્મોત્સવ કર્યો. પ્રથમના ભામંડલના સંબંધથી તેનું નામ ભામંડલ પાડયું. પુષ્પવતી અને ચંદ્રગતિના નેત્રરૂપ કુમુદમાં ચંદ્ર જે તે બાળક ખેચરીઓના હાથે લાલિત થતો વૃદ્ધિ પામવા લાગ્યો. અહીં જ્યારે પુત્રનું હરણ થયું ત્યારે રાણી વિદેહાએ કરૂણ સ્વરે રૂદન કરી પિતાના કુટુંબીને શેકસાગરમાં મગ્ન કરી દીધા. રાજા જનકે તેની શોધ કરવા માટે પ્રત્યેક દિશામાં હતો મોકલ્યા; પરંતુ લાંબે કાળે પણ તેના ખબર કે ઈ ઠેકાણેથી મળ્યા નહિ. જનક રાજાએ આ પુત્રીમાં અનેક ગુણરૂપ ધાન્યના અંકુરે છે. એવું ધારી તે યુગલીકપણે જન્મેલી પુત્રીનું સીતા એવું નામ પાડ્યું. કેટલેક કાળે તેમને શેક મંદ પડી ગયે. કારણ કે આ સંસારમાં માણસ ઉપરોક અને હર્ષ આવે છે અને જાય છે. સીતા કુમારી રૂપલાવણ્યની સંપત્તિ સાથે વૃદ્ધિ પામવા લાગી. હળવે હળવે તે ચંદ્રલેખાની જેમ કળા પૂર્ણ થઈ ગઈ અનકમે એ કમળાક્ષી બાળ યૌવનવયને પ્રાપ્ત થતાં ઉત્તમ લાવણ્યમય લહરીઓની સરિતા થઈ સતી લમીની જેવી દેખાવા લાગી. તેને જોઈને “આને ગ્ય વર કોણ થશે ?” એમ જનક રાજા રાતદિવસ ચિંતા કરવા લાગ્યા. તેણે પિતાના મંત્રીઓની સાથે વિચાર કરીને પિતાના ચક્ષુએ અનેક રાજાઓના કુમારોને જોયા, પણ તેમાંથી કોઈ તેને રૂચિકર થયે નહિ. તે સમયે અર્ધબર્બર દેશના આતરંગતમ વિગેરે દૈત્ય જેવા ઘણા પ્લેચ્છ રાજાઓ કાંતિ સમૂહ.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy