________________
૫૦
સગ ૪ થો
કરેલા દક્ષિણાપથના રાજાઓના વિજયનું વૃત્તાંત સાંભળ્યું. તત્કાળ તે વિચારવા લાગે કે
અહા ! મારા જેવા પરાક્રમીને પણ આ કામ કરવું દુષ્કર છે, તે આ સ્ત્રીએ તે કામ શી રીતે કર્યું ? માટે જરૂર તેમાં તેની સ્પષ્ટ ધૃષ્ટતા જણાય છે. મહાકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને તેવું કામ કરવું ઉચિત નથી, માટે જરૂર આ સ્ત્રી અસતી હોવી જોઈએ. સ્તી સ્ત્રીઓને તો પતિજ દેવ હોય છે, તેથી તેઓ પતિસેવા વિના બીજુ કાંઈ જાણતી જ નથી, તે આવું કામ તો કેમજ કરે ?” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તેણે ખંડિત પ્રતિમાની જેમ એ અતિ પ્યારી સિંહિકાને તજી દીધી.
એકદા નઘુષ રાજાને દાહજવર ઉત્પન્ન થયે. દુષ્ટ શત્રુની જેમ સેંકડે ઉપચારોથી પણ શાંત થયે નહિ. તે સમયે સિંહિકા પિતાનું સતીપણું જણાવવાનું અને પતિની દાહજવરની પીડા-શમાવવાને જળ લઈને તેની સમીપ આવી. પછી તે સતીપણાને જણુવતી સતી બેલી કે-“હે નાથ ! તમારા વિના બીજા કોઈ પુરૂષને મેં ક્યારે પણ જે ઈચ્છળ્યો ન હોય તે આ જળસિંચનથી તમારો વર અત્યારે જ ચાલ્યા જજે.” આ પ્રમાણે કહીને તેણે સાથે લાવેલા જળથી પિતાના પતિ ઉપર અભિષેક કર્યો, તેથી તત્કાળ જાણે અમૃતથી સિંચા હોય તેમ તે રાજા જવરમુક્ત થઈ ગયા. દેવતાઓએ સિંહિકા ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને ત્યારથી રાજાએ પણ તેને પૂર્વવત માનપૂર્વક સ્વીકાર કર્યો. કેટલોક કાળ ગયા પછી નઘુષ રાજાને સિંહિકાદેવીથી સૌદાસ નામે પુત્ર થયે. તે ગ્ય વયને થતાં તેને રાજ્યપર બેસારીને નઘુષ રાજાએ સિદ્ધિ (મોક્ષ)ના ઉત્તમ ઉપાયરૂપ દીક્ષા ગ્રહણ કરી. સદાસ રાજાના રાજ્યમાં અહંતોના અડ્રાઈ ઉત્સવમાં મંત્રીઓએ પૂર્વ રાજ્યની જેમ અમારી ઘોષાણ કરાવી, અને તેઓ એ દાસને પણ કહ્યું કે-“હે રાજા! તમારા પૂર્વજો અહંતના અઠ્ઠાઈ ઉત્સવમાં માંસ ખાતા નહિ, માટે તમે પણ ખાશે નહિ” સોદાસે તે વાત સ્વીકારી, પણ તેને સદા માંસભજન પ્રિય હતું, તેથી તેણે રસોઈઆને આજ્ઞા કરી કે “તારે ગુપ્ત રીતે અવશ્ય માંસ લાવવું.” તે સમયે મંત્રીઓએ અમારી ઘોષણા ચલાવેલી હતી, તેથી રઈઆને કઈ ઠેકાણેથી માંસ મળ્યું નહિ. કોઈ પણ માણસ આકાશપુષ્પની જેમ અસત વસ્તુને મેળવી શકતો જ નથી.” આમ તેમ ફરતાં કઈ સ્થાનકેથી પણ મને માંસ મળતું નથી અને રાજાની આજ્ઞા છે, તે હવે મારે શું કરવું ?” એમ વિચારતાં રઈઆએ એક મરેલું બાળક જોયું. રઈઆએ તે મૃત બાળકનું માંસ લઈ તેને સુધારી સદાસને આપ્યું. તે માંસને ખાતે ખાત દાસ તેનું વર્ણન કરવા લાગ્યા કે “અહો ! આ માંસન રસ અતિ તૃપ્તિ કરે તેવો છે.” તેણે રસઈઆને પૂછયું “આ માંસ મને અપૂર્વ લાગે છે, માટે આ ક્યા જીવનું માંસ છે તે કહે.” તેણે કહ્યું-“આ નરમાંસ છે. રાજા બોલ્યા- “હવેથી પ્રતિદિન આવું નરમાં જ સુધારીને મને ખાવા આપજે.' પછી રસોઈએ રાજાને માટે પ્રતિદિન નગરનાં બાલકનું હરણ કરવા માંડયું. “અન્યાયનું કારણ હોય તો પણ રાજાની આજ્ઞા હોય તો ભય લાગતો નથી.” આવી રીતે રાજાને દારૂણ કર્મ કરનારે જાણીને ગૃહમાં ઉત્પન્ન થયેલા સર્ષની જેમ મંત્રીઓએ તેને પદભ્રષ્ટ કરી અરણ્યમાં કાઢી મૂકયો, અને તેના પુત્ર સિંહ રથને રાજય ઉપર બેસા. સદાસ નરમાંસને ખાતો પૃથ્વીમાં ઉછુંખલપણે ભટકવા લાગે.
એક વખતે સોદાસે દક્ષિણાપથમાં ભમતાં ભમતાં એક મહર્ષિને દીઠા, એટલે તેમને ધર્મ પૂછળ્યો. તેને બેધને ગ્ય જાણું તે મહા મુનિએ મધમાંસનો પરિહાર જેમાં પ્રધાનપણ રહેલો છે એ અહંન્દુ ધર્મ કહ્યો. તે ધર્મ સાંભળી સેદાસ ચક્તિ થઈ ગયે, અને પ્રસન્ન હૃદયવાળે થઈ તરતજ પરમ શ્રાવક થયે, તે અરસામાં મહાપુર નગરને રાજા