SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થા થાઓ; પણ મારે તા હવે ભાગથી સર્યું. હવે તુ' મને વ્રત લેવાની આજ્ઞા આપ, અને મારી પછવાડે તું પણુ વ્રત ગ્રહણ કર; કેમકે પાતાની પ્રતિજ્ઞા પાળવી તે જ ક્ષત્રિઓના કુળધમ છે?' ૪૮ આ પ્રમાણે ઉદ્દયસુંદરને પ્રતિષેધ આપીને વબાહુ ગુરૂપ રત્નાના સાગર ગુણસાગર નામના મુનિની પાસે આવ્યા, તરત જ વખાહુએ તેમની પાસે દીક્ષા લીધી, એટલે તેની પછવાડે ઉદયસુંદર, મનારમા અને બીજા પચીશ રાજકુમારોએ દીક્ષા લીધી. વાખાહુએ દીક્ષા લીધી એવા ખબર સાંભળી · એ બાળક છતાં ઉત્તમ છે, અને હું વૃદ્ધ છતાં ઉત્તમ નથી.’ એમ વિચારતાં વિજયરાજાને બૈરાગ્ય ઉત્પન્ન થયા; તેથી તેણે પુરદર નામના લઘુ પુત્રને રાજ્ય ઉપર બેસારીને નિર્વાણમાહુ નામના મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે પુરંદરે પણ પોતાની પૃથિવી નામની રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા કીતિધર્ નામના પુત્રને રાજ્ય સાંપીને ક્ષેમ કર નામના મુનિ પાસે દીક્ષા લીધી. કીર્તિધર રાજા ઇન્દ્રાણી સાથે ઇન્દ્રની જેમ સહદેવી નામની પત્નીની સાથે વિષયસુખ ભાગવવા લાગ્યા. એકદા તેને દીક્ષા લેવાની ઇચ્છા થઇ, એટલે મંત્રીઓએ તેને કહ્યું કે-“ યાં સુધી પુત્ર ઉત્પન્ન થયા નથી ત્યાં સુધી તમારે વ્રત લેવુ ચાગ્ય નથી. જો તમે અપુત્રપણામાં વ્રત લેશેા તે આ પૃથ્વી અનાથ થઈ જશે; માટે હે સ્વામી ! પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રાહ જુએ.” મત્રીએએ આ પ્રમાણે કહેવાથી કીર્તિધર રાજા દીક્ષા ન લેતાં ગૃહવાસમાં રહ્યો. કેટલાક કાળ ગયા પછી તેને સહદેવી રાણીથી સુકોશલ નામે પુત્ર થયા. તેના જન્મ થતાં જ ‘ આ ખાલપુત્ર જન્મેલેા જાણી મારા પતિ દીક્ષા લેશે' એવું ધારી સહદેવીએ તેને ગેાપવી દીધા. તે ખાલક ગુપ્ત છતાં રાજાના જાણવામાં આવી ગયા. કેમકે ‘ ઉદય પામેલા સૂર્યને ગેાપવવાને કોણ સમ છે ?’ પછી સ્વાર્થ કુશળ એવા કીર્તિધર રાજાએ સુકેશલ કુમારને રાજય ઉપર બેસારીને વિજયસેન મુનિની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરતા અને અનેક પરીષહાને સહન કરતા તે રાજિષ ગુરૂની આજ્ઞા પામીને એકાકી વિહાર કરવા લાગ્યા. એક વખતે કીર્તિધર મુનિ માસેપવાસી હાવાથી પારણાની ઈચ્છાએ સાકેત નગરમાં આવ્યા. ત્યાં મધ્યાન્હ વખતે ભિક્ષાને માટે તે ભમવા લાગ્યા. રાજમહેલ ઉપર રહેલી સહદેવીએ તેમને જોયા, એટલે તેણે વિચાયુ કે પૂર્વે આ પતિ દીક્ષિત થયા તેથી હુ પતિરહિત તા થઈ છું, હવે મારા પુત્ર સુકાશલ જો એમને જોઇને દીક્ષા લેશે તેા હુ પુત્ર વગરની થઇશ, અને આ પૃથ્વી ધણી વગરની થઇ જશે; માટે આ રાજ્યની કુશળતા રહેવા સારૂ આ મુનિ મારા પતિ છે, વ્રતધારી છે અને નિરપરાધી છે, તે છતાં પણ તેને નગરમાંથી કાઢી મૂકાવવા જોઇએ.” આવા વિચાર કરીને સહદેવીએ બીજા વેશધારીઓની પાસે તેને નગરની બહાર કાઢી મૂકાવ્યા. જેમનુ` મન લાભથી પરાભવ પામ્યું હાય છે તેને ચિરકાળ વિવેક રહેતા જ નથી, તે વ્રતધારી સ્વામીને નગરની બહાર કાઢી મૂકેલા જાણી સુકાશલની ધાત્રીમાતા છુટે મુખે રાવા લાગી. રાજા સુકેાશલે તેને પૂછ્યું કે તું કેમ રૂએ છે ! ત્યારે તેણે શેકયુકત ગદ્ગદ્ અક્ષરે કહ્યું–“ હે વત્સ ! જ્યારે તમે બાળક હતા ત્યારે તમારા પિતાએ તમને રાજ્ય ઉપર બેસારીને દીક્ષા લીધી હતી. તેઓ હમણા ભિક્ષાને માટે આપણા નગરમાં આવ્યા હતા. તેમનું દ ન થતાંજ તમે વ્રત ગ્રહણ કરશે એવી શકાથી તમારી માતાએ તેમને નગર બહાર કાઢી મૂકાવ્યા છે. એ દુ:ખથી હું રૂદન કરૂ છું.” તે સાંભળતાંજ સુકોશલ વિરક્ત થઈ પિતાની પાસે આવ્યા અને અજિલ જોડી વ્રતની યાચના કરી તે વખતે તેની પત્ની ચિત્રમાળા ગર્ભિણો હતી, તે મ`ત્રીઓની સાથે આવીને કહેવા લાગી− હે સ્વામી ! આ અનાથ રાજ્યના ત્યાગ કરવાને તમે યાગ્ય નથી,’ ૧ અયેાધ્યા.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy