________________
સર્ગ ૩ જે
રત્નની જેમ મને મંદભાગ્યને તે પ્રાપ્ત થઈ નથી, માટે આજે હું મારા શરીરને અગ્નિમાં હમું છું. કેમકે જે જીવતો રહું તે યાજજીવિત આ વિરહાનળ હું સહન કરી શકું તેમ નથી. માટે હે દેવતાઓ ! જે તમે મારી કાંતાને જુઓ તે તેને આ ખબર આપજો કે તારા પતિએ તારા વિગથી અગ્નિમાં પ્રવેશ કર્યો છે. આ પ્રમાણે કહીને જેમાં અગ્નિ પ્રજ્વલિત થયે છે એવી તે ચિતામાં ઝંપાપાત કરવાને પવનંજયે ઉછાળે માર્યો, તે વખતે તેને સર્વવચને જેણે સાંભળ્યા છે એવા પ્રહૂલાદે અતિ સંભ્રમથી ઉતાવળે તેની પાસે આવી તેને બે હાથ વડે પકડીને છાતી સાથે દબાવે. “પ્રિયાના વિયોગની પીડાના ઉપાયરૂપ મૃત્યુમાં મને આ શું વિદન થયું ? એમ પવનંજયે ઉંચે સ્વરે કહ્યું, એટલે પ્રહૂલાદ અબુ લાવીને બોલ્યા-નિર્દોષ પુત્રવધૂને કાઢી મૂકવામાં ઉપેક્ષા રાખનાર આ તારે પાપી પિતા પ્રહૂલાદ છે. વત્સ ! તારી માતાએ પ્રથમ એક અવિચારી કામ કર્યું છે, હવે તું તેવું બીજુ કામ કર નહિ, સ્થિર થા, તું બુદ્ધિમાન છે. હે વત્સ ! તારી વધૂની શોધ કરવાને મેં હજારે વિદ્યાધરને આજ્ઞા કરી છે, માટે તેના આગમનની રાહ જે.”
હવે વિદ્યાધરને શોધને માટે મોકલ્યા હતા, તેઓમાંથી કેટલાક પવનંજય અને અંજનાને શોધ કરતાં કરતાં હનુપુરમાં આવ્યા. તેઓએ ત્યાં પ્રતિસૂર્ય અને અંજનાને ખબર આપ્યા કે “અંજનાના વિરહદુઃખથી પવનંજયે અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. તેમની પાસેથી તેવું દુઃશ્રવ વચન સાંભળી જાણે વિષપાન કર્યું હોય તેમ અંજના “ અરે હું મરી ગઈ” એમ બોલતી મૂછ ખાઈને પૃથ્વી પર પડી. ચંદનજળથી સિંચન કરતા અને પંખાથી પવન વીઝતાં એ બાળ સંજ્ઞા પામી. તે ઊઠીને દીનવચને રૂદન કરવા અને બોલવા લાગી કે-“પતિવ્રતા સ્ત્રીઓ પતિના શેકથી અગ્નિમાં પ્રવેશ કરે છે, કારણકે પતિ વિના તેઓનું જીવિત માત્ર દુઃખને માટે જ થાય છે, પણ જે શ્રીમંત પતિઓ હજારે સ્ત્રીઓના ભેગવનારા છે તેઓને તો પ્રિયાને શેક ક્ષણિક હે જોઈએ; તે છતાં તેમને અગ્નિમાં પ્રવેશ કરવાનું શું કારણ? હે નાથ ! મારે વિરહે તમે અગ્નિમાં પ્રવેશ કરે અને તમારો વિરહ છતાં હું ચિરકાળ જીવતી રહું, તે કેટલું બધું વિપરીત કહેવાય ? અથવા મહાસત્વવાળા તે અને અલ્પ સત્વવાળી હું, તેઓની વચ્ચે નીલમણિ અને કાચની જેટલા અંતરની અત્યારે ખબર પડી. આ બાબતમાં મારાં સાસુસસરાને કે મારાં માતાપિતાને કાંઈ દોષ નથી, માત્ર હું મંદભાગ્યવાળીના કર્મને જ દોષ છે.” આ પ્રમાણે રૂદન કરતી અંજનાને સમજાવી પુત્ર સહિત તેને સાથે લઈ પ્રતિસૂર્ય એક ઉત્તમ વિમાનમાં બેસી પવનંજયને શોધવા ચાલ્યા. તે ફરતો ફરતો ભૂતવનમાં આવ્યા. દૂરથી પ્રહસિત અશ્રુવાળ નેત્રે તેને જો; એટલે અંજના સહિત આવતા પ્રતિસૂર્યની ખબર તેણે તત્કાળ પ્રલાદ અને પવનંજયને વિનયપૂર્વક કહી પ્રતિસૂર્ય અને અંજનાએ વિમાનમાંથી ઉતરી ભક્તિથી પૃથ્વી પર મસ્તક નમાવી દૂરથી જ પ્રલાદને નમસ્કાર કર્યો. પછી પ્રતિસૂર્યને આલિંગન કરી પોતાના પૌત્ર હનુમાનને ઉત્સગ પર બેસારી પ્રલાદે આલાદ પામીને સંભ્રમથી કહ્યું- હે ભદ્ર ! આ દુઃખસમુદ્રમાં કુટુંબ સહિત ડુબી જતાં એવા મારે ઉદ્ધાર કરનારા તમે છો, તેથી મારા સર્વે સંબંધીઓમાં તમે અગ્રેસર બંધુ છે. મારા વંશની પૂર્વભૂત શાખા અને સંતતિના કારણભૂત આ મારી પુત્રવધૂને મેં દોષ વિના ત્યજી દીધી હતી તેની તમે રક્ષા કરી, તે ઘણું સારું કર્યું છે.”
પિતાની પ્રિયાને જોઈ તત્કાલ પવનંજય સમુદ્રની જેમ દુઃખની ભરતીથી નિવૃત્ત થયે; અને શોકાગ્નિ શાંત થવાથી તે અત્યંત ખુશી થયે. સર્વ વિદ્યાધરે એ વિદ્યાના સામર્થ્યથી