________________
પર્વ ૭ મું
૨૭ કરવા માંડ્યા. સગરરાજાના નગરમાં, અંત:પુરમાં અને પરિવારમાં પણ તે અસુરે અત્યંત દારૂણ રોગો વિમુર્યા. સગરરાજા પણ છે કે ની પ્રતીતિથી પર્વતને ભજવા લાગ્યો, એટલે તેણે શાંડિલ્યની સાથે રહીને સર્વ ઠેકાણે રોગની શાંતિ કરી.
પછી શાંડિલ્યના કહેવા પ્રમાણે પર્વતે લોકોને ઉપદેશ આપવા માંડે કે “સૌત્રામણિ યજ્ઞમાં વિધિવડે સુરાપાન કરવાથી દોષ લાગતો નથી માટે તેમાં સુરાપાન કરવું, ગોસવ નામના યજ્ઞમાં અગમ્યા સ્ત્રીની સાથે ગમન કરવું, માતૃમેઘ યજ્ઞમાં માતાનો વધ અને પિતૃમેઘ યજ્ઞમાં પિતાને વધ અંતર્વેદિમાં કરે, તેથી દેષ લાગતો નથી. કાચબાના પૃષ્ઠ ઉપર અગ્નિ મૂકી “વIક્યાય સ્વાહા' એમ બોલી પ્રયત્નથી હુતદ્રવ્યવડે તેમાં હોમ કરે, જે કાચબો ન મળે તે માથે તાળવાળા, પીળા વર્ણના ક્રિયા રહિત અને કુસ્થાનમાં અવતરેલા એવા કેઈ શુદ્ધ દ્વિજાતી (બ્રાહ્મણદિ) ના, જળવડે પવિત્ર કરેલા કૂર્માકાર મસ્તક ઉપર અગ્નિને પ્રદિપ્ત કરીને તેમાં આહુતિ નાખવી, જે થઈ ગયેલું છે અને જે થવાનું છે તે સર્વ પુરૂષ (ઈશ્વર) જ છે, જે અમૃતના સ્વામી થયેલા છે (મોક્ષે ગયેલા છે) અને જે અન્નથી નિર્વાહ કરે છે તે સર્વ ઈશ્વર રૂપજ છે. એવી રીતે સર્વ એક પુરૂષ (ઈશ્વર)રૂપ જ છે, તેથી કેણ કોને મારે છે? માટે યજ્ઞમાં ઈચ્છા પ્રમાણે પ્રાણીઓની હિંસા કરવી અને યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવું, કારણ કે તે દેવતાના ઉપદેશથી કરેલું છે, અને મંત્રાદિવડે પવિત્રિત છે.” આ પ્રમાણે ઉપદેશ આપી સગરરાજાને પોતાના મતમાં ભેળવી તેણે કુરુક્ષેત્ર વિગેરેમાં ઘણા યજ્ઞો કરાવ્યા. થોડે થોડે તેનો મત પ્રસરતાં તેણે રાજસૂયાદિકર ય પણ કરા વ્યા, અને તે અસુરે યજ્ઞના કરનારાઓને, યજ્ઞમાં હોમેલા પ્રાણી કે રાજા વિગેરેને વિમાનપર રહેલા બતાવ્યા; તેથી પ્રતીતિ આવતાં પર્વતના મતમાં રહીને લોકો પ્રાણીહિંસાત્મક યજ્ઞો નિઃશંકપણે કરવા લાગ્યા.
આ બધું જોઈને મેં દીવાકર નામના એક વિદ્યાધરને કહ્યું કે “આ યજ્ઞોમાંથી બધા પશુઓને તારે હરી લેવા. એટલે મારું વચન માનીને તે યજ્ઞમાંથી પશુઓનું હરણ કરવા લાગ્યું. તે પેલા પરમાધાર્મિક અસુરના જાણવામાં આવ્યું, જેથી તેની વિદ્યાનો ઘાત કરવાને તે મહાકાળે યજ્ઞમાં ઋષભદેવની પ્રતિમા સ્થાપિત કરવા માંડી, એટલે તે દિવાકર બેચર વિરામ પામી ગયે. પછી ઉપાયક્ષીણ થવાથી શાંત થઈને બીજે ચાલ્યો ગયો. પછી તે અસુરે માયાથી યજ્ઞમાં સગરરાજાની ભાવના કરી, અને તત્કાળ સુલસા સહિત સગરરાજાને યજ્ઞના અગ્નિમાં હોમી દીધે. પછી તે મહાકાળ અસુર કૃતાર્થ થઈને પિતાને સ્થાનકે ગયે.
આ પ્રમાણે પાપના પર્વતરૂપ તે પર્વત થકી યાજ્ઞિક બ્રાહ્મણોએ હિંસાત્મક યજ્ઞ પ્રવર્તાવ્યા છે, તે તમારે અટકાવવા ગ્ય છે.” આવાં નારદનાં વચન અંગીકાર કરી સત્કારપૂર્વક તેને વિદાય કરીને રાવણે મરૂત્તરાજાને ક્ષમા આપી. મરૂત્ત રાવણને નમીને બેલ્યહે સ્વામી ! આ કૃપાને ભંડાર કોણ પુરુષ હતો કે જેણે આ પાપમાંથી અમને તમારી પાસે નિવૃત્ત કરાવ્યા ? આવા તેના પ્રશ્નથી રાવણ નારદની ઉત્પત્તિ કહેવા લાગ્યા:
બ્રહ્મરૂચિ નામે એક બ્રાહ્મણ હતો. તે તાપસ થયું હતું, છતાં તેની કુમ નામે સ્ત્રી સગર્ભા થઈ. એક વખતે તેને ઘેર સાધુઓ આવ્યા. તેમાંથી એક સાધુ બોલ્યા કે “તમે એ સંસારના ભયથી ગૃહવાસને ત્યાગ કર્યો તે તે બહુ સારું કર્યું, પણ ફરીવાર સ્ત્રીનો સંગ
૧ કાચબાની જેવા આકારવાળા. ૨ જેમાં રાજાનો હોમ કરવો તે રાજસૂય યજ્ઞ,