________________
૫ ૭ મુ
૨૩
આ
જશે અને એ નરકે જશે.' આ વાર્તાલાપ ક્ષીરકદબ ગુરૂના સાંભળવામાં આવ્યેા. તેથી તે ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, ‘અહા ! મારા જેવા ગુરૂ અધ્યાપક છતાં આમાંથી એ શિષ્યા નરકમાં જશે !' પછી અમારામાંથી કાણુ સ્વગે જશે અને કોણ નરકે જશે તેના નિણૅય કરવાની જિજ્ઞાસાથી ગુરૂએ અમે ત્રણેને એક સાથે બેાલાવ્યા, અને અમે ત્રણેને એક એક પિના કુકડા આપીને કહ્યું કે—જ્યાં કાઇ ન જુએ તેવે ઠેકાણે જઈ ને આ કુકડાને તમારે મારી નાંખવા.’ પછી વસુ અને પતે તેા કાઇક શૂન્ય પ્રદેશમાં જઈ પાતાની આત્મહિત ગતિની માફક તે પિના કુકડાને મારી નાંખ્યા. હું એકલા નગરની બહાર દૂર દેશે જઇ એકાંતમાં રહીને દિશાઓને જોતા વિચાર કરવા લાગ્યા કે “ગુરૂએ આ બાબતમાં પ્રથમ અમને આજ્ઞા આપી છે કે જ્યાં કાઇ જુએ નહિ તેવે સ્થાને આ કુકડાને મારવા; પણ અહીં તો કુકડા પાતે જુએ છે, હું જોઉં છું, ખેચરા જુએ છે, લેાકપાલેા જુએ છે અને જ્ઞાનીએ પણ જુએ છે, એવું કોઇ સ્થાન નથી કે જ્યાં કાઈ પણ જુએ નહિ, તેથી ગુરૂની વાણીનુ તાત્પર્ય એવું જણાય છે કે ‘આ કુકડાને મારવા નિહ.' એ પૂજ્યગુરૂ સદા દયાળુ અને હિંસાથી વિમુખ છે. તેથી તેમણે અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટેજ જરૂર આવી આજ્ઞા આપી હશે.' આવા વિચારકરી એ કુકડાને હણ્યા વગર હું પાછા આવ્યા અને કુકડાને નહિ હણવાના હેતુ ગુરૂને જણાવ્યો. ગુરૂએ જરૂર આ શિષ્ય સ્વર્ગે જશે' એવા નિશ્ચય કરી ગૌરવવડે મને શાબાશ, શાખાશ, એમ કહી આલિંગન કર્યું". પછી ઘેાડીવારે વસુ અને પત આવ્યા. તેમણે કહ્યું કે—‘જ્યાં કાઈ ન જુએ તેવે ઠેકાણે કુકડાને અમેાએ મારી નાંખ્યા.’ ગુરૂએ ધિક્કારપૂર્વક કહ્યું કે-રે પાપીઓ ! તમે પાતે જોતા હતા અને ઉપર ખેચર વિગેરે જોતા હતા, છતાં તમે તે કુકડાને કેમ મારી નાંખ્યા ?’ પછી ખેદથી તેમને નવા અભ્યાસ કરાવવાના વિચાર બંધ કરી ઉપાધ્યાયે ચિંતવ્યું કે “આ વસુ અને પતને અધ્યયન કરાવવાના મારા પ્રયાસ વ્યર્થ થયા. જેમ જળનું પડવુ સ્થાનના ભેદથી માતીપણે પણ થાય છે અને લવણપણે પણ થાય છે, તેમ ગુરૂના ઉપદેશ પાત્ર પ્રમાણે જ પરિણમે છે. પર્યંત મારા પ્રિય પુત્ર છે અને વસુ પુત્રથી પણ અધિક છે; તેઓ જ્યારે નરકમાં જવાના છે તેા પછી મારે ગૃહવાસમાં રહેવાનું શું પ્રયેાજન છે ?’’ આવા નિવેદ (વૈરાગ્ય) પામી ઉપાધ્યાયે તરતજ દીક્ષા લીધી, અને વ્યાખ્યાન (પાઠન) કરાવવામાં નિપુણ એવા પર્વતે પોતાના પિતાનું ગુરૂપદ લીધું. ગુરૂના પ્રસાદથી સર્વ શાસ્ત્રમાં ચતુર થઇ તું ત્યાંથી પાતાને સ્થાનકે ચાલ્યા ગયા, અને રાજાએમાં ચદ્ર સમાન અભિચંદ્ર રાજાએ સમય આવતાં વ્રત ગ્રહણ કર્યું, એટલે લક્ષ્મીવડે વાસુદેવ જેવા વસુ રાજા થયા. તે પૃથ્વીમાં સત્યવાદી તરીકે પ્રખ્યાત થયા. તેથી તે પ્રખ્યાતિ પાળવાને માટે તે સત્યજ ખેલતા હતા. એક વખતે વિધ્યગિરિના નિતંબમાં કોઈ શિકારી મૃગયા રમવા આવ્યા; તેણે એક ખણુ નાંખતાં તે વચમાં સ્ખલિત થઇ ગયું. બાણુનો સ્ખલના થવાના હેતુ જાણવાને તે ત્યાં ગયા, તે તેને આકાશ જેવી નિર્મળ સ્ફટિકની શિલાને સ્પર્શ થયા, તેથી તેણે વિચાર કર્યા કે ‘ચંદ્રમાં ભૂમિની છાયાની જેમ કેાઈ બીજે સ્થાને ચરતા ભૃગ આ શિલામાં પ્રતિબિખિત થયેલા મારા જોવામાં આવ્યા હશે. કારણ કે આ શિલા હાથના સ્પર્શ વિના કાંઈ જણાય તેવી નથી, માટે એ વસુરાજાને યાગ્ય છે.' આમ વિચારી તે શીકારીએ એકાંતમાં જઇને વસુરાજાને તેની જાણ કરી તેથી રાજાએ હર્ષોંથી તે શિલા ગ્રહણ કરી અને તેને ઘણુ ધન આપ્યું. પછી વસુરાજાએ ગુપ્ત રીતે તે શિલાની એક આસનવેદી કરાવી અને તે વાત
૧ સિહાસન મૂકવાની વેદિકા (ઓટલે).