________________
જ, આજના કાળે, આ ગ્રંથ તથા તેના પ્રણેતા દ્વારા થતે આપણા પરનો પહેલો તેમ જ અજોડ ઉપકારક અને માટે જ આ ગ્રંથનું વાંચન તે સદ્વાંચન.
શલાકાપુરુષ’ ૬૩ હેાય છે. જેના સિદ્ધાંત અનુસાર, એક કાળચક્રના બે વિભાગ હેય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખંડમાં આ ૬૩ શલાકાપુરુષો થતાં હોય છે.
“શલાકાપુષ' એટલે ઉત્તમપુરુષો (૪૩qનામદપુરિસનિં ) અથવા “શલાકા' એટલે સમ્યક્ત્વ. જે પુણ્યાત્માએ નિયમ સમ્યકત્વરૂપી શલાકો ધરાવે છે તેમને “શલાકાપુરુષ” કહેવામાં આવે છે. (જાદવ). શ્રી હેમચંદ્રાચાર્યે જ પિતાના અમિષારિત્તામf-શબદકોશમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે ટૂંકમાં કહી શકાય કે પુરુષોમાં-સૃષ્ટિમાં પેદા થતાં–થયેલાં ને થનાર પુરુષમાં – જે સર્વશ્રેષ્ઠ હોય–થાય -ગણાય, તે કહેવાય “શલાકાપુરુષ'.
આવા ૬૩ શલાકાપુરુષે આ કાળખંડમાં પણ થયા છે, અને તેમનું સાંગોપાંગ ચરિત્રવર્ણન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે સંસ્કૃત પદ્યકાવ્યરૂપે ૩૬૦૦૦ શ્લોકમાં વિસ્તાર્યું છે. એ પુણ્યપુરુષના આ વિશાળકાય ગ્રંથને અક્ષરશઃ અને વળી લાકમે અનુવાદ પ્રસ્તુત પુસ્તકો(૪) દ્વારા જનતા સમક્ષ રજુ થાય છે. ભૂતકાળમાં અનેકવાર આ ગ્રંથ છપાયે હોવા છતાં, વધુ એકવાર તે છાપવાનો થાય છે, તે પરથી આ ગ્રંથની સ્પૃહણીયતા અને લોકપ્રીયતાને સહેજે જ ખ્યાલ મળે છે લોકોની સવાંચનની આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન કરવા બદલ આ ગ્રંથના પ્રકાશક ધન્યવાદાઈ છે.
શ્રી વિજયનેમિસૂરિજ્ઞાનશાળા
પાંજરાપોળ અમદાવાદ–૧.
–શીલચંદ્રવિજય
૨૨-૧-૮૫ મહાશુદિ ૧