SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૯ મું ૪૨૫ મુનિઓ બોલ્યા કે-“આ ફળ અમારે કલ્પતાં નથી, માટે જે વર્ણ, રસ અને ગંધાદિકથી રહિત હોય તે અમને આપે. જે લાંબે કાળ થયા લીધેલું હોય તેવું નિરસ (અચિત્ત) ફળાદિક અમારે કલ્પ છે. તે સાંભળી તે તેવાં ફળાદિક લાવીને તેમને પ્રતિલાભિત કર્યા. પછી સાધુઓને માર્ગ બતાવ્યું, એટલે તેઓએ તને ધર્મ સંભળાવી પંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ મહા મંત્ર આપીને કહ્યું કે –“હે ભદ્ર! પખવાડીઆમાં માત્ર એક દિવસ સર્વ સાવદ્ય કર્મ છોડી એકાંતે બેસી આખો દિવસ તારે આ મંત્ર સંભારે, પણ તે વખતે કદિ કઈ તારે દ્રોહ કરે તો પણ તારે તેની ઉપર લેપ કરવો નહીં.” “આ પ્રમાણે ધર્મનું આચરણ કરતાં તારે સ્વર્ગની લક્ષ્મી પણ દુર્લભ નથી. પછી તેમ કરવાને તેં સ્વીકાર્યું; એટલે મુનિઓએ અન્યત્ર વિહાર કર્યો. એક વખતે તું એકાંતે બેસી તે મંત્રનું સ્મરણ કરતું હતું, તેવામાં ત્યાં એક કેશરીસિંહ આવ્યો. તેને જોઈને તત્કાળ શ્રીમતી ભય પામી. એટલે “ભય પામીશ નહીં” એમ બેલતાં જ તે ધનુષ્ય ગ્રહણ કર્યું. તે વખતે શ્રીમતીએ ગુરૂએ આપેલા નિયમને સંભારી દીધે, તેથી તું નિશ્ચળ થઈ ગયો. પછી તે સિંહ તારું અને મહામતિ શ્રીમતીનું ભક્ષણ કરી ગયા. ત્યાંથી મરણ પામીને તમે બંને સૌધર્મ દેવલોકમાં પાપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચાવીને અપરવિદેહ ક્ષેત્રમાં ચક્રપુરીના રાજા કરમૃગાંકને ઘેર બાલચંદ્રા રાણીથી તું પુત્રપણે ઉત્પન્ન થયે, અને શ્રીમતી ત્યાંથી ગ્લવીને તે કુરમૃગાંક રાજાના સાળા સુભૂષણ રાજાની કુરૂમતી નામની રાણીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. તમારાં બંનેનાં શબરમૃગાંક અને વસંતસેના એવાં નામ પાડવાં. અનુક્રમે પિતપિતાના સ્થાનમાં તમે બંને યૌવનવયને પ્રાપ્ત થયાં. વસંતસેના તારા ગુણ સાંભળીને તારા પર આસક્ત થઈ, અને એક ચતુર ચિત્રકારે ચિત્રી લાવીને બતાવેલા તેણીના રૂપને જોઈને તું પણ તેના પર આસક્ત થયે. પરસ્પર અનુરાગ થયેલ જાણીને તારા પિતાએ તેને તેની સાથે પરણાવ્યું. પછી તારો પિતા તાપસ થયે અને તે રાજા થયો. તે બુદ્ધિમાન્ ! પૂર્વે ભિલના ભાવમાં તે તિર્યને વિયોગ પમાડીને જે કર્મ બાંધેલું, તે એ ભવમાં તને ઉદય આવ્યું તે યથાર્થ રીતે સાંભળ. - તેજ વિજયમાં એક મહા પરાક્રમી વર્ધન નામે જયપુર નગરને રાજા હતા. તેણે નિષ્કારણ તારાપર કોપાયમાન થઈ માણસ મોકલીને તેને કહેવરાવ્યું કે “તારી રાણી વસંતસેન મને સેપી દે, મારું શાસન અંગીકાર કરે અને પછી સુખે રાજ્ય ભગવ; નહીં તે મારી સાથે યુદ્ધ કર,' તે સાંભળતાં જ તેને ક્રોધ ચઢો, તેથી લોકોએ તે વખતે અપશુકન થતાં જોઈને તેને ઘણે વાર્યો, તે પણ તું સૌન્ય સહિત એક ગજેદ્ર ઉપર બેસીને તેની સાથે યુદ્ધ કરવા નીકળ્યો. વર્ધન રાજા તે તારાથી પરાભવ પામીને નાસી ગયો પછી તમ નામને એક બળવાન રાજા તારી સાથે યુદ્ધ કરવા આવ્યા, તેણે યુદ્ધ કરીને તારી સેનાને ક્ષીણ કરી દીધી અને તેને જીવથી મારી નાંખ્યો. તે વખતે રૌદ્રધ્યાનના વશથી તું મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં નારકી થયો, તારા વિરહથી પીડિત વસંતસેના પણ અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુ પામી, અને તે પણ તે નરકભૂમિમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને તું પુષ્કરવરદ્વીપના ભરતક્ષેત્રમાં એક નિર્ધન પુરુષને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો અને તારા જેવી જ જાતિમાં વસંતસેના પણ નરકમાંથી નીકળીને પુત્રીપણે ઉત્પન્ન થઈ. યૌવનવયમાં તમારા બંનેનો વિવાહ થયો. દુ:ખનું દ્વાર દરિદ્રય છતાં પણ તમે બંને નિરંતર ક્રિડા કરવા લાગ્યા. એક વખતે તમે બંને ઘરમાં હતાં, તેવામાં જૈન સાધ્વીઓ તમારા જેવામાં આવી, એટલે તમે ઊઠી આદર અને ભક્તિથી અનપાન
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy