________________
પર્વ ૯ મું સાંભળીને તે કૃપાળુ શેઠે મને છોડાવ્યો. પછી કેટલાંક વસ્ત્ર અને ધન આપીને તેમણે મને વિદાય કર્યો, તેથી તું મારા ઉપકારીની પુત્રી છે, માટે મને આજ્ઞા કરી કે હું તારું શું કામ કર' ?? પ્રિયદના આલી છે ભ્રાતા ! તમારી ધાડ પડવાથી વિયક્ત થયેલા મારા ૫ બંધુદત્તની સાથે મને મેળવો.” એ પ્રમાણે કરીશ” એમ કહી પતલીપતિ પ્રિયદર્શનને પિતાને ઘેર લાવ્યો અને પિતાના દેવતા હોય તેમ તેને અતિ ભક્તિથી જેવા લાગ્યો. પછી અભય દાનવડે પ્રિયદર્શનાને આશ્વાસન આપીને ચંડસેન પોતે બંધુદત્તને શેધવા નીકળ્યો.
અહીં બંધુદત્ત પ્રિયાને વિયોગ થવાથી હિંતાલવનના મધ્યમાં આવી સ્વસ્થ થઈને આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે “મારા વિયાગથી મારી વિશાળલોચન પ્રિયા એક દિવસ પણ જીવી શકે તેમ નથી. તેથી જરૂર તે મૃત્યુ પામી હશે. તે હવે હશી પ્રત્યાશાથી જીવું ? માટે મારે મરણનું શરણ છે. કેમકે તેથી મને કાંઈ વિશેષ હાનિ નથી.’ આ પ્રમાણે વિચારીને સપ્તચ્છદના મોટા વૃક્ષ ઉપર ચઢી ફાંસો ખાઈને મૃત્યુ પામવા માટે તે તૈયાર થયો. સપ્તચ્છદ વૃક્ષની પાસે આવતાં તેણે એક મોટું સરોવર જોયું. તેમાં પ્રિયાના વિરહથી દુઃખિત એ એક રાજહંસ તેના જેવામાં આવ્યો. પોતાની પેઠે તેને દુ:ખી અને દીન જોઈને તે વધારે દુઃખી થયો, કેમકે “દુઃખી જનની માનસિક પીડા દુઃખી જનજ જાણે છે.” બંધુદત્ત ત્યાં થોડીવાર ઊભા રહ્યો, તેવામાં કમળની છાયામાં બેઠેલી રાજહંસીની સાથે તે રાજહંસને મેળાપ થયે. તેને એ પ્રમાણે પ્રિયાનો મેળાપ થયેલ જોઈ બંધુદરે વિચાર્યું કે “જીવતા નરને ફરીવાર પણ પ્રિયાને સંગમ થાય છે, માટે હમણું તે હું મારી નગરીએ જાઉ, પણ આવી નિધન સ્થિતિએ ત્યાં શી રીતે જવાય?તેમ પ્રિયા વિના કેશાબીપુરીએ જવું તે પણ ગ્યા નથી તેથી હમણું તે વિશાળાપુરીએ જાઉં, ત્યાં મારા માતુલ પાસેથી દ્રવ્ય લઈ, તે ચાર રોનાપતિને આપીને મારી પ્રિયાને છોડાવું. પછી પ્રિયા સાથે નાગપુરી જઈ મારા ઘરમાંથી દ્રવ્ય લઈને માતુલને પાછું આપી દઈશ. સર્વ ઉપાયમાં આ ઉપાયજ મુખ્ય છે.” આ વિચારકરીને તે બંધુદત્ત પૂર્વ દિશા તરફ ચાલ્યો. બીજે દિવસે અતિ દુઃખિતપણે ગિરિસ્થળ નામના સ્થાનમાં આવ્યો. ત્યાં માર્ગની નજીકમાં વૃક્ષોથી ઢંકાયેલા એક યક્ષના મંદિરમાં તેણે વિશ્રામ કર્યો. તેવામાં શ્રમથી પીડિત એક વટેમાર્ગ ત્યાં આવ્યું. તેને બંધુદત્ત પૂછ્યું કે “તમે કયાંથી આવે છે ?” તેણે કહ્યું કે હું વિશાળાનગરીથી આવું છું” બંધુદો પૂછયું કે “ત્યાં ધનદત્ત સાર્થવાહ કુશળ છે ? એટલે તે મુસાફરે દીન વદને કહ્યું કે “ધનદત્ત વ્યાપાર કરવાને બહાર ગામ ગયો હતો, તેવામાં એક દિવસ તેના મોટા પુત્રે ઘેર પત્ની સાથે ક્રીડા કરતા સતા ત્યાંથી ચાલ્યા જતા રાજાની અવગણના કરી, તે અપરાધથી ક્રોધ પામેલા રાજાએ તેનું સર્વસ્વ લુંટી લીધું અને તેના પુત્ર, કલત્ર વિગેરે સર્વ કુટુંબને કેદ કર્યું. ધનદત્ત ઘેર આવ્યા ત્યારે રાજાને અરજ કરતાં અને પિતાની પાસેનું દ્રવ્ય દંડમાં આપતાં બાકી રહેલા કેટી દ્રવ્યને માટે તે પિતાની બહેનના પુત્ર બંધુદત્તને શેધવાને નીકળે છે. રાજાએ તે શરતે તેને છોડ્યો છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને બંધુદરે ચિંતવ્યું કે “અહો દૈવે આ શું કર્યું ! જેને માટે મને પૂર્ણ આશા હતી, તેને પણ દેવે વ્યસનસમુદ્રમાં પાડી દીધો છે, પણ હવે જે થયું તે ખરૂં, હવે તો અહીં રહીને જ મારા માતુલની રાહ જોઉં, અને તેને મળી નાગપુરીએ જઈ તેનો અર્થ સત્વર સાધી આપું.” આ વિચાર કરીને તે ત્યાંજ રહ્યો.
પાંચમે દિવસે કેટલાકની સહાય લઈને સાથે સાથે બેદયુક્ત મનવાળા માતુલ ધનદર ત્યાં આવ્યો અને તેજ વનમાં ચક્ષમંદિરની પાસે રહેલા એક તમાલ વૃક્ષ નીચે બેઠે. દરથી બરાબર ઓળખાયા નહીં એટલે બંધુદરે તેને ઓળખવાને માટે તેની નજીક જઈને પૂછયું કે તમે કેમ છો ? અહીં ક્યાંથી આવે છે ? અને ક્યાં જવાના છે ? તે કહે.”